SearchBrowseAboutContactDonate
Page Preview
Page 148
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૦ છે. શિવાજી ચરિત્ર [ પ્રકરણ ૮ મું વશ થવાને વિચાર કરી રહ્યો હતો. મહારાજ સૂપા સર કરીને હવે ચાકણ ઉપર ચડાઈ લાવે છે એની ખબર ફિરંગજીને પડી એટલે તુરત એણે શિવાજી મહારાજની તાબેદારી સ્વીકારી સ્વાધીન થયાનું જણાવી દીધું. મહારાજે ફિરંગોની કદર કરી અને એને જ ચાકણ કિલ્લાને કિલ્લેદાર બનાવ્યો. ચાકણની - આજુબાજુના કેટલાંક ગામે એના અધિકારમાં વધારાનાં ઉમેરવામાં આવ્યાં. આજ ફિરોજ નરસાળાએ મહારાજના ફરમાનથી શિવનેરી કિલ્લો હસ્તગત કર્યો. એની દેખરેખ મહારાજે ફિરંગોજીને સોંપી. બારામતિ અને ઈન્દાપુરના અમલદારે એ પણ શિવાજી મહારાજનું આધિપત્ય સ્વીકારી નજરાણાં કર્યો. પૂનાની જાગીરમાં હવે માંહોમાંહે કોઈ પણ પ્રકારની ખટપટ, કડવાશ, વિરોધ કે વેર રહ્યાં નહિ. સર્વે વશ થયા અને પૂનાની જાગીર ઉપર શિવાજી મહારાજે હવે પિતાની આણ કરવી. પૂનાની જાગીર આવી રીતે વ્યવસ્થિત અને મજબુત બનવાથી બિજાપુરના બાદશાહી હુમલા સામે ટક્કર ઝીલવાની શક્તિ શિવાજી મહારાજમાં આવી. ' તેરણા અને રાજગઢ કિલ્લાઓ કબજે હેવાથી શિવાજીની જાગીરને નૈઋત્ય કોણને મેખર મજબૂત બન્યો. પોતે ધારેલી ધારણા પ્રમાણે વ્યવસ્થા અને ગોઠવણ કરવા માટે એક મહત્ત્વના કિલ્લાને કબજે લેવાની મહારાજને ખાસ જરૂર જણાઈ. પૂણેથી દક્ષિણ દિશામાં આશરે બાર માઈલ દૂર બહુ મજબુત અને અતિ મહત્વને કિલે કાનાણાને હતે. પૂના, ચાકણ અને મૂઠા નદીની ખીણના મુલકની કેન્ડાણા એ ચી છે એમ લેકે તે વખતે કહેતા. એવી સ્થિતિ હોવાથી મહારાજની નજર એ કિલ્લા તરફ વળે એ સ્વાભાવિક હતું. કિલે અતિ મહત્વને હતે. મુસલમાની સત્તાની સામે મરચા માંડવા હેય તે તે આ કિલ્લે કબજે લીધે જ છૂટકે હતો, પણ એ કિલે લડીને લેવા જેટલી તે સમયે શિવાજી મહારાજમાં શક્તિ ન હતી. આ બાબતમાં “કડી લેતાં પાટણ પરવાર્યું ” એવી દશા થવાનો સંભવ હતે, એટલે મુસલમાની સત્તા સાથે ખુલ્લું વેર બાંધ્યા સિવાય યુક્તિ અને કળાથી આ કામ કાઢી લેવાને મહારાજે વિચાર કર્યો. એ કિલ્લાની વ્યવસ્થાના સંબંધમાં ખરી સ્થિતિ જાણવા મહારાજે પ્રયત્ન કર્યો. ઝીણી તપાસને અંતે મહારાજને માલમ પડ્યું કે કેન્ડાણા કિલ્લાને આદિલશાહી કિલ્લેદાર બહુ લાંચિયો હતે. મહારાજે એની સાથે સંદેશા ચલાવી મસલત કરી; કિલ્લેદારનું ગજવું ભરી એને સંતા. નાણાંથી સંતોષ પામીને કિલેદારે કિલ્લે શિવાજી મહારાજને સ્વાધીન કર્યો. કિલે કબજે કર્યા પછી શિવાજી મહારાજે કિલ્લાનું નામ કેન્ડાણ બદલીને સિંહગઢ પાડવું. ૬ પુરંદર પતન. સુપા, બારામતિ અને ઈન્દાપુર એ ત્રણે પરગણુની મજબૂતી અને સુવ્યવસ્થા માટે પુરંદર કિલ્લાની ખાસ આવશ્યક્તા હતી, એ શિવાજી મહારાજ જાણતા હતા. પુરંદર કિલે એ દક્ષિણના સુપ્રસિદ્ધ કિલ્લાઓમાંનું એક છે અને તે પૂનાથી ૧૮ માઈલ દૂર આવેલ છે. આ કિલ્લો મુરારપત નામના બ્રાહમણ સરદારે બાંધ્યો હતો અને તે નાયક નીલકંઠરાવ હૈબતને કબજે હતો. ઔરંગાબાદના ગવર્નરે આ કિલ્લા ઉપર ચડાઈ કરી હતી. આ સંબંધમાં એની સ્ત્રીએ એને (નીલકંઠ રાવનાયકને ) કંઈક શિખામણ આપી તેથી આ ગુસ્સાબાજ સરદાર બહુ જ ગરમ થયા અને ગુસ્સાના આવેશમાં એણે પોતાની સ્ત્રીને તેને મેઢે બાંધી ઉડાવી દીધી. આવા ગુસ્સાબાજ નીલકંઠરાવે આ કિલ્લે પોતાને કબજે રાખ્યો હતો અને સ્વતંત્રપણે અમલ કરતે હતે. નીલકંઠરાવ અને સિંહાને બહુ ઘાડે ઘરેબે હતે. દાદાજી કેડદેવ અને નીલકંઠરાવને દોસ્તી હતી. દાદાજી ગુજરી ગયા તે અરસામાં નીલકંઠરાવ પણ દેવલોક પામ્યા. નીલકંઠરાવને ત્રણ પુત્ર હતા. (૧) નિને નીલકંઠ, (૨) પિલાજી નીલકંઠ અને (૩) શંકાઇ નીલકંઠ, નીલકંઠરાવના મરણ પછી કિલ્લે નિnોપંત નાયકના કબજામાં હતું. આ ત્રણે ભાઈએ વચ્ચે બાપના મરણ પછી જમીન અને વતન વગેરે સંબંધી ઝઘડા શરૂ થયા હતા. પુરદરના કિલ્લાની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034490
Book TitleChatrapati Shivaji Charitra
Original Sutra AuthorN/A
AuthorVaman Sitaram Mukadam
PublisherVaman Sitaram Mukadam
Publication Year1934
Total Pages720
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy