SearchBrowseAboutContactDonate
Page Preview
Page 131
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણુ ૭ મું 1 છે. શિવાજી ચરિત્ર ૧૦૩ મહારાજના પ્રતિનિધિ તરીકે દાદાજીએ સ્વીકારી અને જે દેશમુખ સામે થયા તેમને સીધા કરી સિંહાની સત્તા નીચે આપ્યા. આમ દાદાજીએ પૂનાના બાર માવળે કબજે કર્યા. ૪. રેહીશ્વરમાં સભા-સ્વરાજ સ્થાપનને નિર્ધાર રહીડખેરમાં આવેલા શહીડેશ્વર મહાદેવના દેવળમાં સ્વરાજ્ય સ્થાપનના નિર્ધાર માટે જે સભા ભેગી મળી હતી તેને હેવાલ આપતાં પહેલાં રોહીડખારાના દેશમુખ દાદાજી નરસ પ્રભુની પિછાન વાચકેને કરાવી દેવી એ જરૂરનું છે. પાછળ જણાવવામાં આવ્યું છે કે માવળના જુદા જુદા ભાગના આબરૂદાર માવળા કુટુંબ દેશમુખ બની ગયા હતા, દાદાજી નરસ પ્રભુ એ રોહીડખરાના દેશમુખ હતા. તેમને પરિચય વાંચકોને આપીએ છીએ. ૫. દાદાજી નરસ પ્રભુ. શિવાજી મહારાજે પિતાના પ્રવાસમાં જ્યાં બની શક્યું ત્યાં ત્યાંના આગેવાને, વજનદાર પુરુષ, મુખીઓ અને દેશમુખોને સ્નેહથી પિતાના કરી લીધા હતા. જે દેશમુખે એવી રીતે શિવાજી મહારાજના થયા હતા તેમાંના એક હીરાના દેશમુખ નરસપ્રભુ હતા. ભીખાજી પ્રભુના દીકરા હરીભાઉ પ્રભુને બળપ્રભુ નામને દીકરો હતો. બાળપ્રભુને ભાન નામે પ્રભુ નામને પુત્ર હતો. ભાનપ્રભુને જાઉપ્રભુ અને જાઉપ્રભુને સાવપ્રભુ નામે દીકરો હતો. આ સાવપ્રભુના દીકરા નરસપ્રભુ હતા. આ નરસપ્રભુને પુત્ર નહત તેથી તેમણે દાદાજીને દત્તક લીધે હતો. જવાન દાદાજી અને ઘરડા નરસપ્રભુ અને શિવાજી મહારાજના બધા કાર્યમાં સામેલ હતા. મહારાજ તરફની એમની વફાદારી જાણીતી છે. એ વફાદારી માટે એમને ઘણું સહન કરવું પડયું હતું. રોહીડેશ્વરમાં સ્વરાજ્ય સ્થાપવાની પ્રતિજ્ઞા લેવા માટે માવળાઓની સભા, શિવાજી મહારાજ અને એમના બીજા માવળા ગેઠિયાઓની આગેવાની નીચે કયા માસમાં અને કઈ તિથિએ મળી તે જૂના કાગળ અને પત્ર ઉપરથી જડી આવતું નથી પણ એ સભામાં સામેલ થવા માટે દાદાજી નરસ પ્રભુ ઉપર બાદશાહ તરફથી ઠપકાપત્ર ઈ. સ. ૧૬૫ ના માર્ચ માસમાં આવ્યો હતો. તે ઉપરથી તે જમાનાની ટપાલ અથવા પત્ર મોકલવાની પદ્ધતિ તથા વ્યવસ્થા તથા બિજાપુરની રાજ્યવ્યવસ્થાના અનેક સંજોગે ધ્યાનમાં લઈ આ સભા કયા માસમાં મળી હશે તેની ફક્ત અટકળ જ આંકી શકાય. બિજાપુરના બાદશાહે દાદાજી નરસ પ્રભુ ઉપર જે ઠપકાપત્ર મોકલ્યો હતો તેના ઉપર મુસલમાની ૧૦૪૫, સકર ૧૧ નો દિવસ જણાવવામાં આવ્યો છે. એ દિવસ એટલે શક ૧૫૬૭ ચિત્ર સુદ ૧૩, ઈ. સ. ૧૯૪૫ ના માર્ચની ૩૦ મી તારીખ ગણાય. રહીડેશ્વરમાં માવળાઓની જે સભા મળી હતી તે તદ્દન ખાનગી હતી. એ ખાનગી સભાની ચાડી કરનારે પોતાના કત્યનો વિચાર કરીને ગુપ્ત ખબર બાદશાહને મોક્લી હશે અને તે વખતના બાદશાહતના સંજાગો જોતાં તાકીદના પત્રો પણ ખેળભે નાખવામાં આવતા તે બધું ધ્યાનમાં લેતાં એમ કહી શકાય કે આ સભા ઈ. સ. ૧૬૪૪ ની આખરમાં મળી હશે. બિજાપુરથી પૂને આવ્યા પછી મહારાજે પિત અને પિતાના ગોઠિયાઓ મારફતે માવળ મુલકમાં ફરી, સ્વરાજ સ્થાપન માટે જે તૈયારીઓ કરી હતી, તે કેટલે દરજે ફળીભૂત થઈ હતી તે તપાસવાને વખત આવી લાગ્યો હતો. હિંદુત્વની ભાવના માવળા લોકોમાં જાગૃત કરવાના તનતોડ પ્રયત્ન થયા હતા. તે કેટલે સુધી સધાયા છે તે નક્કી કરવાનો સમય પણ આવી પહોંચ્યો હતે. આબરુ અને ઈજ્જત બચાવવા ખાતર દુખ વેઠવા અને આફતો સહન કરવા પ્રજા તૈયાર છે કે નહિ તેની પૂરેપૂરી ખાત્રી કરી લેવાની ખાસ જરૂર હતી. વખત આવ્યે સર્વસ્વને નાશ થાય તે પણ સર્વસ્વને ભાગે હિંદુઓ ઉપર જુલમ ગુજારી રહેલી મુસલમાની સત્તા તેડવા માટે કેટલા માવળાઓ તૈયાર છે તેની પરીક્ષા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034490
Book TitleChatrapati Shivaji Charitra
Original Sutra AuthorN/A
AuthorVaman Sitaram Mukadam
PublisherVaman Sitaram Mukadam
Publication Year1934
Total Pages720
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy