SearchBrowseAboutContactDonate
Page Preview
Page 129
Loading...
Download File
Download File
Page Text
________________ છે. શિવાજી ચરિત્ર ૨૦૧ સ્વોર્ડે એ મરાઠી શબ્દ છે. જે જમીનની સપાટી ચારે બાજુએ ડુંગરા ડુંગરી, પહાડ પત, ટેકરા ટેકરીથી ધેરાયેલી હાય તેને મરાઠીમાં ઘોર કહે છે. દરેક ખારાની નજીકમાં નદી તે। હાવાની જ અને એ વહેતી નદીના નામ ઉપરથી ઘણાં ખારાંનાં નામ આપવામાં આવ્યાં છે. પ્રકરણ છ મું] "" માવળ પ્રાન્તના ખારાંએમાં એટલે માવળ પ્રાન્તના મુલકામાં મરાઠા ક્ષત્રિયાનાં જુદાં જુદાં કુટુ ઘણાં વરસાથી વસ્યાં હતાં. માટે ભાગે જે જે ખારામાં જે કુટુંબ જઈને વસ્યું તે તે ખારાનું તે કુટુંબ દેશમુખ થઈ બેઠું. બ્રાહ્મણી રાજ્યના જમાનામાં જે કુટુંબને જેવી તક મળી તેવી રીતનેા લાભ લઈ ને તે કુટુંબ દેશમુખીનું વતન સપાદન કરીને બેઠું. એવી રીતે જુદા જુદા કુટુંખેાની વસાહતથી આખા માવળ પ્રાન્ત વસેલા છે. માવળ પ્રાન્તના આ દેશમુખા તે માવળાના આગેવાન ગણાતા. આ દેશમુખે ઉપરાંતના બીજા માવળાએ માવળ પ્રાન્તમાં મેટી સંખ્યામાં હતા. જે લેાકા માવળાઓની ખરી હકીકતથી વાક્ નથી તે લેાકેા માવળા લેાકાને અજાણ્યે અન્યાય કરે છે. કેટલાક લેાકેા તે એમ સમજે છે કે માવળા એટલે સાધારણ શુદ્ર, અનાડી અને અભણુ. અજાણ લેાકેાની આ કલ્પના ભૂલભરેલી છે. મરાઠા ઇતિહાસના અભ્યાસી પ્રે. એચ. જી. રાઉલિનસન (પૂનાની ડૅકન કૉલેજના અંગ્રેજીના પ્રોફેસર) તે લખેલા “ શિવાજી ” નામના પુસ્તકના ૩૧ મે પાને માવળા લોકો માટે લખે છે કે “ માવળા અથવા ડુંગરી લેાકા જેએ ખીણામાં ખેતી કરતા તે લેાકેાની જાત અનાડી, જંગલી અને મૂઢ હતી, આ વાક્ય ફેસર સાહેબનું માવળ જાત સંબંધીનું ભારે અજ્ઞાન પ્રશિત કરે છે. માવળા લેાકાની માહિતી મેળવવા તસ્દી લેનારને જણાઈ આવશે કે આ લકા સાચા ક્ષત્રિ ખમીરના છે. એ લેાકેામાં ઘણા તા ધરબારવાળા, ઈજ્જત આબરુવાળા, વતનવાડીવાળા, ઘણા તેા વળી ભણેલા, વહેવારમાં ચતુર અને તવંગર સ્થિતિના હતા (ન. વિ. ૧૬૬ ). માવળા પ્રાન્તના ખારાંઓમાં ભ્રૂણા નામીચાં અને પ્રસિદ્ધ કુટુંબે રહેતાં હતાં, જેવાં કે જેધે, બાંદલ, ખાપડે, મરલ, પાસલકર સિલીમકર વગેરે. આ માવળા કુટુંબનું શૌય` અને ખાનદાની ઉત્તર હિંદુસ્થાનના અથવા રજપૂતાનાના અસલ રજપૂતાની તાલે ઊતરે એવી હતી. લડાઈમાં આ માવળાએ કદી પણ પાછી પાની કરતા નહિ. માવળા કાબેલ ખેડૂત અને અસલ લડવૈયા હતા. આવા માવળા કુટુંમાંથી કેટલાંક કુટુંખાની સાથે શિવાજી મહારાજે બહુ બ્રાડા પરિચય કર્યા હતા અને એ સંબંધને લીધે કેટલાંક માવળા કુટુંા તે શિવાજી મહારાજ માટે તેમની મદદમાં મરણિયા થતા. જુલમી સત્તાના જુલમાને નાશ કરવા નવી સત્તા સ્થાપવાની ચેાજનામાં શિવાજી મહારાજને આવા માવળા કુટુખેને બહુજ ઉપયાગ કરવા પડ્યો હતા. ડુંગરી મુલકના આ માવળા લેાકેાને શિવાજી મહારાજે પાણી ચડાવ્યું. એ લાાનું લશ્કર ઊભું કર્યું અને માવળા લશ્કરના જોર ઉપર પૂર્ણ વિશ્વાસ રાખી મુસલમાનેાની જામેલી સત્તા ઉખેડવા મહારાજાએ સાહસ ખેડવું. માવળા મૂકેલા વિશ્વાસ માટે લાયક નીવડ્યા અને શિવાજી મહારાજ પ્રત્યેની એમની વફાદારીને લીધે અને એમનામાં હિંદુત્વને જુસ્સા જામ્યા હતા તેથી શિવાજી મહારાજ મુસલમાની સત્તાને નમાવી શક્યા અને મહારાષ્ટ્રમાં દિગ્વિજય કરી શકયા. ૨. પૂને પહોંચ્યા પછી. બિજાપૂરથી પૂને આવતાં ઊંડા ઊંડા વિચાર કરીને ઝીણી ઝીણી નજરેશ દાડાવીને નક્કી કરેલા નિશ્ચયાને કૃતિમાં મૂકવા માટે જોઈતાં સાધુને અને અનુકૂળતા ઉપર શિવાજી મહારાજાએ પૂને પહોંચ્યા પછી વિચાર કરવા માંડયો અને નિશ્ચિત કરેલા ઉદ્દેશ નજર સામે રાખી પોતાના કાર્યક્રમ ઘડવાની નીરુઆત કરી. મુસલમાની સત્તા હિંદુસ્થાનમાં પરધર્મી હતી તેથી નહિ, પણ તે સત્તાએ હિંદમાં હિંદુ વ્યક્તિનું ધર્મ સ્વાતંત્ર્ય લૂછ્યું હતું, હિંદુઓ ઉપર હિંદુ હાવાને કારણે અનેક હુમલા કરી વિવિધ પ્રકારના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034490
Book TitleChatrapati Shivaji Charitra
Original Sutra AuthorN/A
AuthorVaman Sitaram Mukadam
PublisherVaman Sitaram Mukadam
Publication Year1934
Total Pages720
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy