SearchBrowseAboutContactDonate
Page Preview
Page 127
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૬ ] છે. શિવાજી ચરિત્ર સંપત્તિની લાલચમાં હિંદુઓ ઉપર જુલમ વરસાવી રહેલી સત્તાની સામે થવામાં જરા પણ કચાશ રાખે છે તેવા ક્ષત્રિયને પતિત માનવામાં જરાએ હરકત નથી. મકતના માલમલીદા ખાવામાં મશગૂલ બની જીવતા રહેવા કરતાં હિંદુત્વ માટે સર્વસ્વનો ભોગ આપી, સત્કાર્યમાં જિંદગીની આહુતિ આપવી એ જ મને તે આ સંજોગોમાં શોભે છે. આ સત્તાને તેડવામાં મારી દાનત શુદ્ધ છે, મારો હેતુ ઊંચો છે એની મને ખાત્રી છે અને સ્વાર્થને બાજુએ મૂકી પરમાર્થની ખાતર કઈ ભારે કામ માથે લે છે તે પ્રભુ તેને મદદ કરે છે. ઈશ્વરમાં પૂરેપુરી શ્રદ્ધા રાખી મેં મુસલમાની સત્તા સામે થવાનો દૃઢ નિશ્ચય કર્યો છે. ” શિવાજી મહારાજે બોલવાનું પૂરું કર્યું અને દાદાજીના મેં તરફ નજર કરી. દાદાજી બોલ્યા - “મહારાજના વિચાર બહુ ઊંચા છે, ક્ષત્રિયને શોભે એવા છે, પણ આપ ધારે છે એ બનવું બહુ અધરું છે. યવનોએ આખો દેશ પાદાક્રાંત કર્યો છે. કેઈ હિંદુની સત્તા આવતી નથી રાખી. હિંદુ રાજાઓ જ મુસલમાની સત્તાને મજબૂત કરી રહ્યા છે. આપના પિતાશ્રી સિંહાજી મહારાજને આ સંબંધમાં કંઈ ઓછી લાગણી નથી, પણ યવન સત્તા જામી છે તેને ઉખેડવી મુશ્કેલ છે, તે એ જાણે છે અને તેથી જ હૃદયમાં હિંદુત્વ માટે પૂરી લાગણી હોવા છતાં સંજોગોને વશ થઈને બેઠા છે. મુસલમાની સત્તાનાં મૂળ બહુ ઊંડાં ગયેલાં છે. એ સત્તા દેશમાં ખૂબ જામી ગઈ છે. એના પાસાં આજે સવળા છે. મુસલમાનોને સિતારે સિકંદર છે. આજે તે એમને સર્વે અનુકૂળ છે. એ સત્તાને તેડવાની કલ્પના કરવી એ મને વધારે પડતું લાગે છે. પિતાએ સંપાદન કરેલી જાગીર. મુલકે આ૫ સંભાળીને બેસી રહેશે તે ઘણું છે. એ મુલકમાં ઉમેરો કરવા જતાં તાબાના મુલકને જોખમમાં ઉતારશે. સિંહાજી મહારાજ કંઈ ઓછા પરાક્રમી નથી, પણ યવનસત્તાનું બળ જોઈને દીર્ધદષ્ટિ એમણે દેડાવી અને અંતે યવનોની તાબેદારી એમણે સ્વીકારી છે. મહારાજ ! આ બાબતમાં જરા ઠરેલ બનીને વિચાર કરો. ઉતાવળા ન થતા.” જરાવાર ત્રણે જણ એક પણ શબ્દ બોલ્યા વગર શાંત બેસી રહ્યા. પછી દાદાજીએ આગળ ચલાવ્યું. “હું તો આપને વફાદાર સેવક છું એટલે મારા માલીકના લાભમાં સાચે સાચું દિલને જે લાગે તે મારે કહેવું જ જોઈએ અને આવા સંજોગોમાં આપ રાજી થશો કે આપ નારાજ થશે તે તરફ ન જોતાં આપના હિતનું, પછી તે કડવું હોય તે પણ મારે ઈતરાજી વહેરીને પણ કહેવું જ જોઈએ એમ મને લાગે છે.” ઉપર પ્રમાણે આ બાબતમાં બન્ને વચ્ચે ઠીક ઠીક ચર્ચા થઈ. શિવાજી મહારાજે દાદાજીના વિચારો જાણ્યા. દાદાજીના વિચારોથી શિવાજી મહારાજ જરા પણ નાસીપાસ ન થયા. દાદાજી પ્રત્યે શિવાજી મહારાજને ભારે માન હતું. શિવાજી મહારાજ દાદાજીને પિતાના વડીલ માનીને એમનું માન સાચવતા. દાદાની બધી વાત સાંભળી લીધી અને એમાંથી જેટલું ગ્રહણ કરવા જેવું હતું તે ગાંઠે બાંધી બીજું મહારાજે જતું કર્યું. દાદાજીને આ પ્રમાણિક મતભેદ હતા તે મહારાજ સમજી ગયા હતા અને દાદાજીએ ભેંસલે કુટુંબના હિતમાં જે ખરું લાગ્યું તે જ કહ્યું છે તેથી પિતાના દિલને જરા પણ દિલગીરી થવા ન દીધી. દાદાજીના વિચારો જુદા છે એ જાણી લીધા પછી શિવાજી મહારાજે પોતે કરવા ધારેલા કામ માટે બહુ ખૂબીથી તૈયારીઓ શરૂ કરી. મુસલમાની સત્તા સામે માથું ઊંચકવાની વાત કરવી સહેલી હતી પણ તેને અમલમાં મૂકવી એ બહુ જ કઠણ હતું. તેની તૈયારીઓમાં પણ ભારે જોખમ હતું. નિશ્ચય કર્યા પછી મહારાજે ખૂબ વિચાર કર્યો અને શું શું કરવું તે મનમાં નક્કી કર્યું. મહારાજને લાગ્યું કે દેશ જીતવા માટે બહાર પડતાં પહેલાં એમણે મહારાષ્ટ્રના પર્વતો, ડુંગરે, ખીણ, પહાડ, છૂપા રસ્તા, ભોંયરાં, જંગલ વગેરેથી પૂરેપૂરા વાકેફ થઈ જવું. મહારાષ્ટ્રના કિલ્લા, તેની છૂપી વાટ, વગેરેની માહિતી તે ખાસ જરૂરની હતી. જે દેશમાં ભારે સત્તા સામે મોરચો માંડવાના છે તે દેશની ભૂગોળનું પૂરેપૂરું જ્ઞાન, માથું ઊંચકનારને ન હોય તે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034490
Book TitleChatrapati Shivaji Charitra
Original Sutra AuthorN/A
AuthorVaman Sitaram Mukadam
PublisherVaman Sitaram Mukadam
Publication Year1934
Total Pages720
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy