SearchBrowseAboutContactDonate
Page Preview
Page 124
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૬ છે. શિવાજી ચરિત્ર [ પ્રકરણ ૬ # માન્યતા બંધાઈ ય અને ખાત્રી થયે પણ પોતાની માન્યતામાં ફેરફાર નહિ કરવા જેટલા જક્કી નહિ હાય, તેવા લેખકા અને વાચકને તે આ રાજમુદ્રા શિવાજી મહારાજના બચપણને પૂરેપુરા ખ્યાલ આપી શકે છે. કેટલાક ઝીણી નજરથી તપાસનાર વાયકા એવી કલ્પના કરે કે આ રાજમુદ્રા શિવાજી મહારાજે પોતે નહિ ઘડી હોય, પણ બીજા કાઈ પાસે પેાતાના વિચાર મુજબ ઘડાવી હશે, તેા તેવા વાચકને અમે કહીશું કે એમની માન્યતા ભલે એવી હાય, તે પણ એમની માન્યતા પ્રમાણે એ તા સાખીત થાય છે જ કે શિવાજી મહારાજના વિચાર। તે બચપણુમાંથીજ લાકક્લ્યાણ માટે સત્તા સ્થાપવા તરફ ઝૂકતા હતા. કેટલાક તેા વળી આગળ વધીને એમ પણ શંકા ઉઠાવે કે આ મુલ તા સિંહાએ પોતાના પુત્ર માટે તૈયાર કરાવી હશે. એ માન્યતાવાળા તા આ માન્યતાથી એક માટી ગૂંચને ઉકેલ કરે છે અને તે એ કે “ શિવાજી મહારાજના લોકકલ્યાણ માટે સત્તા સ્થાપવાના વિચારાને સિંહાજીના ટકા હતા કે નહિ ? ” એ માન્યતાવાળાઓ જોઈ શકશે કે શિવાજીએ પાતાની ૧૨૧૪ વર્ષની ઉંમરથી સત્તા સ્થાપવાના કામની શરૂઆત કરી દીધી હતી એ વાત સિદ્ધ થાય છે અને આ રાજમુદ્રા પિતાએ શિવાજી મહારાજ માટે લડાવી હશે એમ જો માનવું હાય તા સિંહાજીનું આ કામમાં શિવાજીને પૂરેપુરું ઉત્તેજન હતું એમ પણ એની મેળેજ સિદ્ધ થઈ જાય છે. આ રાજમુદ્રા ઘણી શંકાઓનું સમાધાન કરે છે. શિવાજી મહારાજના ચરિત્રમાં આ રાજમુદ્રાના શબ્દો, વાકયા, અથવા તેને સારાંશ કૃતિમાં ઠેકાણે ઠેકાણે વાચકોની નજરે પડશે. આ રાજમુદ્રા આ ખાર વર્ષના ખાલ શિવાજીના ભવિષ્યના કાર્યક્રમ પ્રકટ કરે છે. જુલ્મી સત્તાના વિધીઓને, સત્તાના જોર ઉપર પ્રજાને પીડનારાઓની સાન ઠેકાણે લાવવા મથી રહેલા દેશભકતાને અને રાજતંત્ર જો જુલમી હોય ત જુલમને તેાડવા કટિબદ્ધ થયેલા કાઈપણ કામના, કાઈપણ ધર્મ'ના, કાÜપણુ પ્રાન્તના, દેશસેવાને અને પરગજુ પુરુષને આ રાજમુદ્રા તેમાં રહેલા ઉદ્દેશ અને ઉચ્ચ વિચાર માટે વધ રહેશે. ૬. બિજાપુરથી પૂના. શિવાજી મહારાજને પેાતાની પાસે કાદેવની દેખરેખ નીચે પૂને રાખવાનું ૧૭ વષઁની હતી. પૂના તરફથી પોતાની વામાં આવ્યું હતું. નહિ રાખવાનેા નિશ્ચય કરી તેને જીજાબાઈ સાથે દાદાજી સિંહાજીએ નક્કી કર્યું ત્યારે શિવાજી રાજાની ઉંમર આશરે જાગીરને અંદેખસ્ત રાખવાનું કામ શિવાજી રાજને સાંપ સિંહાજીએ શિવાજી રાજાને સમજાવવા માટે બધા પ્રયત્ના કર્યાં, જાતે કહ્યું, ખીજા પાસે કહેવડાવ્યું, બ્રટતું ખાણુ કર્યું અને જ્યારે બધાએ પ્રયત્નમાં એ નિષ્ફળ નીવડ્યા ત્યારે સિંહાજીને લાગ્યું કે હવે એને સમજાવવાના પ્રયત્નો કરવા ફોગટ છે. શિવાજીને પૂનાની જાગીર સાંપી અને એમના કામમાં બહુ સારી મદદ કરી શકે એવા ડાહ્યા અને વિશ્વાસપાત્ર માણસોને સિંહાજીએ સાથે મેકલ્યા. સિંહાએ શિવાજી રાજાના કારભારમાં મદદ માટે જે હૅશિયાર માણસા મોકલ્યા તેમાંના મુખ્ય માણસાનાં નામ આ પ્રમાણે હતાં. શિવાજીના મહારાજના પેશ્વા ( Chancellor ) તરીકે શામરાજ નીલકંઠ રાઝેકર, ડબીર ( Secretary) તરીકે સેનાપત, મુઝુમદાર ( Accountant General) તરીકે નારાપત દીક્ષિતના પિત્રાઈ ભાઈ બાલકૃષ્ણ પંત, સબનીસ (Paymaster ) તરીકે રઘુનાથ ખુલ્લા કાર્ડ, સરનેખત તરીકે માણુકાજી હાતાંડે અને મયાલસી તરીકે બાબાજી હરી. આવી રીતે પોતાના પુત્રની રવાનગીની પિતાએ તૈયારી કરી અને બહુ દુખી હૃદયે સિંહાજીએ શિવાજી રાજાને રજા આપી. પિતા પુત્રના વિયેગ વખતે સિંદ્ધાજીને અંતઃકરણમાં ધણું લાગી આવ્યું. શિવાજી મહારાજને પણ દિલમાં દુખ થયું. પિતાની રજા લઈ ને શિવાજી મહારાજે માતા જીજાબાઈ તથા ગુરુ ક્રાન્ડદેવ સાથે પૂના તરફ પ્રયાણ કર્યું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034490
Book TitleChatrapati Shivaji Charitra
Original Sutra AuthorN/A
AuthorVaman Sitaram Mukadam
PublisherVaman Sitaram Mukadam
Publication Year1934
Total Pages720
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy