SearchBrowseAboutContactDonate
Page Preview
Page 106
Loading...
Download File
Download File
Page Text
________________ ૭. શિવાજી ચરિત્ર ૪. હિંદવી સ્વરાજ્યનાં બી વાવવા માટે જમીન તૈયાર થઈ. k જીજાબાઈ ને જ્યારે જ્યારે વખત મળતા અને શિવાજી બહુ આનંદમાં આવીને માતા પાસે વાતા સાંભળવા એસતા ત્યારે જીજાબાઈ બહુ પ્રેમથી પેાતાના પુત્રને આપવીતી સભળાવતી. પોતે પિતા પક્ષ તરફથી સિસોદિયા વશન છે અને માતા તરફથી જાધવ વંશના છે અને એ બન્ને વંશને મુસલમાને એ કેવી રીતે હેરાન કર્યા, મેવાડ હિંદુત્વરક્ષા માટે મુસલમાને સામે મરણિયું થઈને કેવી રીતે લડવુ, દેવગિરિના રાજા રામદેવ અને તેના પુત્ર શંકરદેવને મુસલમાનએ કેવી રીતે સતાવ્યા એની વાતા બહુ રસભરી વાણીમાં શિવાજીને કહેતી. “ મુસલમાનો હિંદુસ્થાનમાં સત્તા જમાવી ખેઠા છે અને બહુ ફાટવા છે, તે હિંદુઓનાં મંદિરો તોડે છે, મૂર્તિઓનું ખંડન કરે છે, હિંદુ ધર્મમાં પૂજ્ય મનાતી ગૌમાતાને વધ કરે છે અને હિંદુ સ્ત્રીઓની આબરૂ લે છે, તેમનાં શિયળ લૂટે છે, તેમને ભ્રષ્ટ કરે છે, હિંદુ સ્ત્રીઓને બળજબરીથી તેમના ઘરમાંથી ધસડી જઈ તેમને જોરજુલમથી વટલાવી તેમના ઉપર મુસલમાના અત્યાચાર ગુજારે છે. આ બધું મુસલમાના સત્તાના જોર ઉપર કરી રહ્યા છે. મુસલમાન બાદશાહેા, સત્તાધારીઓ, હિંદુત્વ હણી રહ્યા છે અને હિંદુસ્થાનના હિંદુ રાજા આજે ખુણામાં ભરાઈ બેઠા છે. હિંદુ ધર્મને છલ થઈ રહ્યો છે. કાઈ વીરનર મુસલમાનોને શાસન કરવા માટે હજુ નથી પાકતો. હિંદુત્વનું રક્ષણ કરી યવનેને સજા કરનાર કાઈ પાકશે તા જ હિંદુ ધર્મ હવે ટકશે. મુસલમાની સત્તાને તેડવા કાઇ હિંદુ બહાર પડે તે જ હિંદુત્વની હયાતી હિંદમાં રહેશે. જુલમની અવિધ થઈ રહી છે. ” વગેરે વાતા જીજાબાઈ વારંવાર શિવાજીને કહેતી. શિવાજીનું લેાહી આ બધી વાત સાંભળીને ઊકળી આવતું. (" [ પ્રકરણ ૫ મું ખેલા ભાંસલે શિવાજીના પિતરાઈ કાકા થાય. તેની સ્ત્રી ગેાદાવરી નદીમાં સ્નાન કરવા જતી હતી. તેને મુસલમાનેએ પકડી અને ૪ લાખ રૂપિયા રોકડા ન આપે તે! તેને ભ્રષ્ટ કરવાને સંદેશા ખેલાજીને કહેવડાવ્યા અને રૂપિયા લીધા ત્યારે તેને છોડી. શિવાજીના દાદા જીજાબાઈના બાપ લખુજી જાધવરાવ અને શિવાજીના મામા અચલેાજીનું નિઝામશાહીના મુસલમાન બાદશાહે ખૂન કર્યું ” એવી વાતા જીજાબાઈ શિવાજીને હંમેશ કહ્યા જ કરતી. મુસલમાન સત્તાના અત્યાચાર, જીમા, ત્રાસ, હિંદુઓને લ, હિંદુ સ્ત્રીઓનાં શીલભ'ગનાં મૃત્યુ વગેરે સાંભળીને એ મુસલમાની સત્ત!ના દુષ્કૃત્યા તરફ શિવાજીના મનમાં પૂર્ણ તિરસ્કાર ઊભા થતા અને એ જુલમ કરનારી સત્તા તેડે જ છૂટકા છે એવા વિચાર એને વારંવાર સ્ફુરી આવતા. હિંદુ ધર્મની મહત્તાની વાતે, વડવાઓના પરાક્રમેાના ઇતિહાસ, મુસલમાનના અત્યાચારના વર્ણના શિવાજીને જીજાબાઈ એ વારંવાર કહ્યાં તેથી તેના મનમાં હિંદુત્વનું રક્ષણ કરવાના જીસ્સા બહુ જબરા પ્રમાણમાં પેદા થયા અને તે ધીમે ધીમે વધવા લાગ્યા અને વધતાં વધતાં તે એટલે સુધી વધ્યા કે આખરે શિવાજીના મગજમાં હિંદુત્વ નષ્ટ કરનારી મુસલમાની સત્તા તેડવાના વિચારાએ જન્મ લીધા. ૫. શિવાજી રાજાનાં શુભ લગ્ન. શિવાજી રાજાના જમાનામાં બાલવિવાહની પદ્ધતિ પ્રચલિત હતી. તે જમાનેા હાલના કરતાં તદ્દન જુદો જ હતા. શિવાજી રાજાની ઉંમર ૧૦ વરસની થઈ ત્યારથી જ એમના લગ્ન માટે માગાં ઉપર માગાં થવા લાગ્યાં હતાં. જીજાબાઈને પણ લાગ્યું કે એકાદ ઊંચા કુળની સારી કન્યા સ્વીકારી લઈ શિવાજી રાજાનું લગ્ન કરી નાંખવું. સિહાજી રાજા કર્ણાટકમાં વિજય મેળવી બિજાપુર પાછા ફર્યા પછી એમને પણ લાગ્યું કે શિવાજી રાજાને બિજાપુર ખેલાવી ત્યાં ભારે ઠાઠમાઠથી એમા લગ્ન સમારંભ ઉજવવા. સિ’હાજીએ શિવાજી રાજાને તે શિક્ષણ માટે દાદાજી કાન્તદેવને સાંપ્યા હતા અને તે પૂને જીજાખાઈ સાથે દાદાજીની દેખરેખમાં રહેતા હતા, તાલીમ લેતા હતા. એટલે સિંહાજીએ શિવાજી રાજાના લગ્ન સંબંધીના પેાતાના વિચારા દાદાજી તેમ જ જીજાબાઈની જાણ માટે દાદાજીને લખી મેાકલ્યા. આ શુભ અવસર માટેના પોતાના માલીકના વિચાર વાંચી દાદાજીને આનંદ થયે, જીજાબાઈ ને પણ આનંદ થયેા. ધૃણાં માગાં આવ્યાં હતાં તેમાંથી છાભાઈએ શિવાજી રાજા માટે એક સુંદર કન્યા પસંદ કરી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034490
Book TitleChatrapati Shivaji Charitra
Original Sutra AuthorN/A
AuthorVaman Sitaram Mukadam
PublisherVaman Sitaram Mukadam
Publication Year1934
Total Pages720
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy