________________
૧૭
દીલગીરી સાથે. કેટાવાલા શેડ. પુનમચંદ કરમચંદે જે ચારૂપ બાબત ફૈસલે કરેલ છે તે પણ વાંચ્યા. જણાવવાનું એજ કે જે કેસને સલા મહેસાણા મુકામે થઇ ગયા છતાં લવાદનામું કાટાવાળાને સેાંપવાનું કારણ કાંઇ હતું નહી. છતાં પણ તેમણે જે ચુકાદો કરેલ છે તે કેવળ એક તરરી ચુકાદો કર્યો છે. તે જો કાયમ રાખવામાં આવશે તે મને લાગે છે કે હવેથી ઉપરાંકત ચુકાદાથી આપણાદરેક તીર્થો અને દરેક ગામનાં દેરાસરને ભવીષ્યમાં મોટુ નુકશાન સહન કરવું પડશે . માટે આ ચુકાદા વાસ્તે તમારા પાટણના સંઘે આગલ કંઇ પણ પગલાં સવેલા લેવાં એન મતે જણાય છે. આ ચુકાદ વાંચી મવે કોઇ ધર્માંષ્ટ મનુષ્યોનાં મન દુખાય છે. ખરેખર કોટાવાળાએ જે ચુકાદો કર્યા છે તે તદન એકતરફી છે. એમાં જરા પણ શક થાય તેમ નથીજ. આથી ધર્મ અને ધી એને અત્યંત નુકસાન થાય તેમ છે સંવત ૧૯૭૩ તા ફાગણ વદ ૨ ને શનીવાર. દા॰ લખધી વીજયના ધર્મલાભ વાંચો. આ પત્ર પાટણના સંધ સમુદાય ને વહેંચાવજો અને આ ઉપરથી જેમ બને તેમ કટીબધ થઇને આગલ પગલાં ભરશે। એવી આશા રાખીએ છીએ જેથી ભવીષ્યમાં સર્વ સંધનું સંપુર રીતે કલ્યાણ થાય, ઉપદ્રવ રહીત થવાય તેમ શ્રીસદ્યે વરતવુ જોઇએ આ લસ તજીને.
પરિશિષ્ટ ૭
જૈનશાસન તા ૧૪-૩-૧૭.
ચારૂપ જૈન કેસના ચુકાદા પર દ્રષ્ટિપાત
‘ચારૂપ’ જૈન કેસ આજ ત્રણ વર્ષ પર્યંત સનાતન ધર્મવાળાએ અને જૈન ક્રેમવચ્ચે ચાલી ઉભય પ્રશ્નનાં અંતઃકરણમાં વૈમનસ્ય ઉત્પન્ન કરી અંતે પાટણના પ્રસિદ્ધ શેઠ પુનમચંદ કોટાવાલાના લવાદપણા નીચે અત આવી ઉભય કેમમાં તપૂર્તિ શાંતિ ફેલાવનારા સમાચાર ક્રીવલ્યા છે. અને તે રીતે ઉભય પક્ષની ચાલતી તકરારેના અંત આવ્યો છે, તેમ જોઇ શકાયછે. જોવાનું માત્ર એટલુંજ છે કે ચારૂપ ગામના શ્રી દેરાસરમાં હિન્દુ મૂર્તિ સ્થાપિત થવાનું કારણ શું હશે એ વિચારણિય પક્ષછે. ઉકત ગ્રામ, જયાં વસતી પ્રજામાં જૈન ધર્મ પાળનારા અભાવ છે તેથી પ્રભુની સેવા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com