SearchBrowseAboutContactDonate
Page Preview
Page 229
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૭ અભિપ્રાય કોટ માં લાવી શકે છે, પણ કદી અમલ કરાવી આપવાનું સાહસ ખેડી શકતો નથી, છતાં આ લવાદે આપેલા ઠરાવને અમલ તેિજ કરાવી. આપે છે, તે કાયદેસર તે નજ ગણી શકાય. પૈસાદારના પુજારીઓ. પાટણના ચારૂપ કેસમાં લવાદે આપેલ ચુકાદે કાયદેસરના છે તેવી રીતે સમાજને સમજાવવા અનેક પ્રયાસ શરૂ થવા લાગ્યા અને તેને ઉઘાડા પાડી સત્ય બાબતને અજવાળામાં લાવવા આ પત્રકારે કેટલુંક લખાણ અસભ્યતાથી કરવામાં આવ્યું તે અમારા ભાઈબંધ પત્રકારને નહિ રચવાથી તેની સામે પોતાની કલમ ઉડાવી, સત્યને દાબી દેવા પઇસાદારના પુજારી બની, પિતાની સ્વતંત્રતાને દાબી, ન છાજતા હુમલાઓ કરી, ગપગોળા હાંકી, મન કલ્પિત બનાવોને સમાજને સાચા તરીકે કબુલાવવા પ્રયત્નો શરૂ કર્યા છે. અને લવાદ સામે વાંધો ઉઠાવનાર પાટણનો સંઘ નથી એવું મનાવવા એક સ્વયં બનેલી એક કમિટી છે, એવું બતાવવા યાતધા ચીતરી મારી, પિતાની કિંમત અંકાવી છે. તેને માટે અમને હસવું છુટે છે અને ખેદ થાય છે અને પિતાનું મગજ કોઈ બીજીજ દિશામાં કામ કરતું જોવાય છે. તે મગજને ઠેકાણે લાવવા અમારે કેટલાક ભૂપાળા બહાર મુકવાની ઈચ્છા નહિ છતાં તે ભાઈબંધની પ્રબળ ઈચ્છાને તાબે થવું પડયું છે, અને તેમની શાન્તિને માટે ફકત અમને મળેલા પત્રમાંથી ફકત બેજ ભોપાળા બહાર મુકીએ છીએ, છતાં ભાઈબંધની તેથી શાંતિ નહિ થાય તો બીજા પણ મુકવાની તક દીલગીરી સાથે હાથ ધરીશું. લવાદે આપેલા ચુકાદાને સત્ય મનાવવા માટે થએલા પ્રપંચે. લવાદે આપેલ ચુકાદો પાટણના સંઘે જ્યારે માન્ય નહિ રાખે, અને તેને માટે સંઘ એક થઈ તેના સામે સખ્ત વિરૂદ્ધ ઠરાવ ક્ય, અને મુનિ મહારાજાઓના મતે ભગવાવામાં આવ્યા, ત્યારે શેઠ કોટાવાળા ગભરાયા, અને પિતાના ઠરાવ બહાલ નહિં રહે તેવી જ્યારે પિતાને ખાત્રી થઈ ત્યારે પિતાના તરફથી લાગતા વળગતાઓને મોકલી પોતે કરેલું છે તે વ્યાજબી છે, અને તેમાં મેં કાંઈ વિરૂદ્ધ કર્યું નથી, તેવું માનવા માટે મુનિરાજો તેમજ બીજા કહેવાતા પિતાના પાસે મતો મંગાવવા માણસો દેડાવ્યા; Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034489
Book TitleCharupnu Avalokan
Original Sutra AuthorN/A
AuthorMangalchand Lalluchand, Chunilal Maganlal Zaveri
PublisherMangalchand Lalluchand
Publication Year1919
Total Pages378
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy