SearchBrowseAboutContactDonate
Page Preview
Page 180
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૮ હોય તે આવી મુર્તિઓ દેરાસરમાં ઘુસાડી દે છે. અને તેટલાજ માટે જેને પુજારીઓની આવશ્યકતા છે. તેમાં ખાસ કરી જે ગામમાં જૈનની વસ્તી ન હોય ત્યાં તો જૈન પુજારીજ રાખ જરૂર છે. આ ઉપરથી જણાશે કે આ કેસ સમાજના અને ધર્મના મહત્વના ભાગ સાથે સંબંધ ધરાવે છે. આપણું હકો ભવિષ્યમાં જળવાશે કે કેમ તેને આધાર આ કેસના પરિણામ ઉપર રહે છે. એટલા માટે દરેક જૈન બંધુનું અને દરેક મુનિ મહારાજનું કર્તવ્ય છે કે આ કેસમાં આપણને ન્યાય મળે તેને માટે પિતાથી બનતું કરવું જોઈએ. એકલા ધર્મની ખાતરજ નહિ પણ ન્યાય અને સત્યતાની ખાતર આપણે આ કેસના થએલ ઠરાવની વિરૂદ્ધ સખ્ત વાંધો ઉઠાવો જોઈએ. આપણી સમાજની માનહાનિ થાય તે કઈ રીતે ઈચ્છવા યોગ્ય ન ગણાય. અને એક પત્રકાર તરીકે સત્ય શું છે તે શોધી કાઢી સમાજ સમક્ષ મુકવું અને સમાજનું હિત બગડે નહિ તેને માટે સમાજને યોગ્ય માર્ગ બતાવવાની અમારી ફરજ છે, અને તેને લઈને અમે આ કેસની પાછળ અથાગ પરિશ્રમ લઈ એ છીએ. આ ચારૂપ કેસના લવાદના ઠરાવ સામે પાટણના સંઘમાં ઉશ્કેરણી ફેલાઈ છે. લવાદે આપેલા ચુકાદ ધર્મની લાગણી દુખવનારો છે, તથા લવાદનામામાં લખાએલા શબદો ભવિષ્યમાં જૈન તીર્થોને માટે નુકશાન કર્તા છે. તે લવાદનામુ રદ કરવા માટેના પ્રયાસો શરૂ થયા છે. છતાં તેને ગપગોળા માની અમારા ભાઈબંધ પત્રકાર તે લવાદનામાને ટેકો આપે છે અને તેમ કરી જૈન સમાજને સત્યથી વિમુખ રાખી બીજે રસ્તે દોરવવા માગે છે, તે ઘણું દિલગીર થવા જેવું છે. એટલાજ માટે અમે પુરાવા સહીત ખુલાસો કરી કેસની વસ્તુસ્થિતિ શું છે ? તેમજ લવાદનામું અપાયા પછી આ પ્રમાણે કેમ થવા પામ્યું તે સમાજ પાસે રજુ કરવું અને શ્રેયસ્કર લાગે છે, કે જેથી સમાજ પિતે કોઈપણ પક્ષના વિચારથી દરવાઈ ન જતાં પોતે પિતાની મેળે કેસનું તેલન કરી શકે. પત્રકારની ફરજ ત્યારેજ અદા થઈ ગણી શકાય કે જયારે તે શબ્દોની મારામારી કરવાને બદલે અથવા ખોટાને બચાવ કરવાને બદલે સત્ય હકીકત સરલ ભાષામાં સમાજ સન્મુખ મુકે, અને તેને નિર્ણય સમાજને પિતાને કરવા દે, અને તેટલા માટે આ કેસના અહેવાલનું અથથી ઇતી સુધીનું સામાન્ય દિગ્દર્શન કરાવ્યું છે. લવાદનામાને ફેંસલો આપ્યા પછી કોટવાળા શેઠે શું શું પગલા લીધા છે તે આવતા અંકમાં આપશું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034489
Book TitleCharupnu Avalokan
Original Sutra AuthorN/A
AuthorMangalchand Lalluchand, Chunilal Maganlal Zaveri
PublisherMangalchand Lalluchand
Publication Year1919
Total Pages378
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy