SearchBrowseAboutContactDonate
Page Preview
Page 118
Loading...
Download File
Download File
Page Text
________________ સબંધમાં વિચારો દર્શાવ્યા છે તે જૈન ધર્મના સિદ્ધાંતથી વિરૂદ્ધ કે નહિ, તે તુરત લખી જણાવવા કૃપા કરશે.” ઉક્ત વિનંતિપત્રનો ઉત્તર આપવાને કોઈ પણ ધર્માનુરાગી મનુબને સ્વાભાવિક રીતે ઇચ્છા થઇ આવે ધર્મચુસ્ત મુનીરાજે તેમજ ગ્રહસ્થોએ પોતાના ધર્મનુ ધર્મક્રિયા કરવાના સ્થળોનું સંરક્ષણ કરવા સદા કાળજી રાખવી તે સંબંધે પિતાના વિચારો પ્રિય અને અને મૃદુ ભાષામાં દર્શાવવા અને કારણ પડે ઉત્સાહથી શરીર શકિતએ વિચારોને અમલમાં મુકવા મુકાવવા તત્પર થવું એ પુરુષત્વની પહેલી ફરજ છે. જેના સિદ્ધાંત પ્રમાણે કહીએ તો કોઈ પણ શુભ કાર્ય મન વચન કાયાએ કરવા કરાવવા અને કરણ કરાવણની શક્તિ અભાવે અનમેદન આપવા ખડા રહેવું એ સુજ્ઞ જનનું પ્રથમ કર્તવ્ય છે. ચારૂપ દેરાસરજીના અંગે થયેલ ચુકાદાથી ધર્મનું યા ધર્મ સિધ્ધાંતેનું કોઈ પણ અંશે ઉલંધન થાય છે કે કેમ? અને થયું છે તે કેટલે દરજે હાનીકારક છે તે તપાસવાની ખાસ જરૂર છે શેઠ પુનમચંદ કરમચંદ કોટવાળાએ આપેલા ચુકાદાની પ્રસિદધ થયેલ નકલ તરફ નિગાર મુકતાં એમ સમજાય છે કે તેઓ પોતે જૈનશાસ્ત્ર સિદ્ધાંતના જોઈ એ તેવા માહીતગાર ન હોવાને લીધે ચુકાદામાં કેટલીક અપ્રસ્તુત અને દેશને સંબંધ ન ધરાવનારી એવી વીચીત્ર વાતો લખી છે અને જૈન સિદ્ધાંત વિરૂધ્ધ વિચારે અનાયાસે ગમે તેમ દર્શાવાઈ ગયા છે આ કેસમાં પ્રથમ મુદે એટલે જ છે કે ઉકત દેરાસરમાં મહાદેવ પાર્વતી વિગેરેની મુર્તી શી રીતે ક્યારથી તેનાથી અને શા હેતુથી દાખલ થવા પામી આ પ્રશ્નને અંગે શેઠે લવાદનામામાં કોઈપણ ઈસરો કર્યો નથી, શ્રી જૈન શાસને (ફા. વ. ૬ બુધવાર) માં પા. ૭૫૫ મે એ પ્રકનને અંગે કરેલું અનુમાન નીચે પ્રમાણે છે અને તે વ્યાજબી લાગે છે. જે ચારૂપ ગામના શ્રી શામળાજીના દેરાસરમાં હિન્દુ મુર્ત સ્થાપિત થવાનું કારણ શું હશે એ વિચારણીય પ્રશ્ન છે ઉકત કામ જ્યાં વસતી પ્રજામાં જૈન ધર્મ પાળનારાઓને અભાવ છે તેથી પ્રભુની સેવા પૂજા માટે જેમ અન્ય સ્થળોમાં ભાવસાર ભાળી આદી જૈન શાસનને ન માનનાર વ્યકિતને ગાડીનું કામ સોંપાય છે એમ અહીં બ્રાહ્મણ દ્વારા એટલે સનાતન ધમ વાળા જૈન મંદીરમાં પુજારીનું કામ કરે છે આ પ્રથા લાંબા સમયથી ચાલી આવતી હોવાથી ઉકત સનાતનધમિ પુજારીએ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034489
Book TitleCharupnu Avalokan
Original Sutra AuthorN/A
AuthorMangalchand Lalluchand, Chunilal Maganlal Zaveri
PublisherMangalchand Lalluchand
Publication Year1919
Total Pages378
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy