SearchBrowseAboutContactDonate
Page Preview
Page 6
Loading...
Download File
Download File
Page Text
________________ બુદ્ધ અને મહાવીર તેમાંથી સામ્યાભાસને લીધે માતૃત, લાટિનમાં Mavort અને Mart વૈદિકમાં મહત્ કહેવાયેા. સ્વર્ગીય કળાધરને જÖનમાં Elfen, ગ્રીકમાં Oppens, વૈદિકમાં મુ કહે છે. નશીખ ( હીંદમાં વિદિ ભવિષ્ય ભાખવું), મૂળે પ્રારબ્ધ, શ્વાવમાં Bog, વૈદિકમાં મગ કહેવાય છે. પ્રાચીન ઇંડૅા-જર્મન પ્રજાના ધર્માં તે પ્રકૃતિધર્મ હતેા. ચારે બાજુથી સૃષ્ટિમાં અનુ. ભવાતી શક્તિ અને તેનાં દૃશ્યા તથા તેનાં પરિણામેાથી આપણા પૂર્વજો આશ્રર્યચકિત થતા અને તેને પૂજ્યભાવે નીરખતા, એમનામાં તેએ ઉક ઉચ્ચ અને અલૈાકિક, દૈવિક અને શાશ્વત ભાવ આરેાપતા, એમની સ્તુતિ અને પ્રાર્થના કરતા, મળેલા અને મળવાના લાભ માટે એમને નૈવેદ્ય ધરાવતા, સ્વર્ગીય અતિથિએ હાય એમ એમનું આવાહન કરતા અને એમને ખાદ્યપેય ધરાવતા, અને એમના આશીર્વાદને માટે પ્રાર્થના કરતા. આમ પ્રકૃતિ પૂજા અને પ્રકૃતિ સંસ્કાર, અને એ સૌ કરતાં યે વધારે તે ગંભીર પ્રકૃતિ ભાવના એ આ ધમનું તત્ત્વ હતું. એમણે પ્રકૃતિ વિષેનાં કાવ્યા-ઐશ્વર્ય અને ભવ્યતા વિષેનાં તેમ જ વળી આકાશ અને પૃથ્વીમાંથી અનુભવાતા ભય વિષેનાં અને મનુષ્યના સુખદુ:ખ વિષેનાં પ્રવણશીલ કાવ્યે રચ્યાં; જો કે આનદે અપાતાં ખાદ્ય અને અંતરતમ સમણુ સાથે એને સંબંધ નહિ પણ હશે; છતાં યે આ પ્રકૃતિપૂજામાં એમને કાવ્યેા સ્ફુર્યા. આ પ્રકારનાં સમણુ-નૈવેદ્ય અને સાથે સાથે જ સહાયતા માટેની પ્રાર્થના કે જે ધાર્મિક ભાવનું બાહ્ય સ્વરૂપ હતું, એણે કાવ્યનું સ્વરૂપ લીધું; અને આ ઉપરથી જણાઇ આવે છે કે આપણા ધાર્મિક કાવ્યાએ એ રીતે પેાતાની જડ નાંખી. આપણા ઇંડા-જર્મન ધર્મ પ્રાચીન ભારતમાં પેાતાના કૈવેધ વિકાસ કર્યો, ધીરે ધીરે . એમાં કેવા ફેરફાર થતા ગયા અને પછીના જુગમાં એવા સામાન્ય ધથી સ ંતોષ ના થયે તેમાંથી જુદા જ પ્રકારનાં નવાં નવાં સ્વરૂપે ક્રમ વિકસ્યાં અને પરિણામે મહત્ત્વસ્વરૂપે બૌદ્ધ ધર્મ પ્રેમ પ્રકટ થયા એ ક્રમ હવે આપણે તપાસીએ. ભારતના પ્રાચીન કાળ ત્યારે બૌદ્ધ ધર્મની સ્થાપના સુધીના પ્રાચીન ભારતના ધર્મવિકાસ ઉપર આપણે દૃષ્ટિ ફેરવી જઇએ. એ વિકાસને ઘણાં સૈકા–કંઇક ઇ॰ સ॰ પૂર્વ ૧૨૦૦ થી ૪૦ સ॰ પૂ ૫૦૦ જેટલાં સાંલાગ્યાં હતાં. એ જુગ આર્યંના વિજયના અને વિસ્તારના હતા. આપણી ઈંડા-જન પ્રજા પશ્ચિમથી નિકળીને સિન્ધુનદી ઉપર આવી પહોંચ્યા પછી ધીરે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034485
Book TitleBuddha Ane Mahavir
Original Sutra AuthorN/A
AuthorUnknown
PublisherZZZ Unknown
Publication Year
Total Pages58
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy