SearchBrowseAboutContactDonate
Page Preview
Page 12
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨ બુદ્ધ અને મહાવીર યમાં ગોઠવી શકાય અને તેથી ધાર્મિક ક્રિયાઓને એક નવી જ ભૂમિકા ઉપર સ્થાપી શકાય. આવા અનેક ( મહાવીરના જમાઈ જમાલી, ગોશાલ, તિરૂમુસ, કાલામ, ઉદક, આદિ-અનુવાદક) વિચારકનાં નામ આપણે જાણીએ છીએ, પણ આમાંના બે જ જણનાં નામ પ્રાચીન કાળના એ અંધકારમાં પૂર્ણ રીતે પ્રકાશી નિકળે છે. માત્ર આ બે જ એવા ધર્મસંધ સ્થાપી શક્યા છે, જે આજ સુધી અખંડ પ્રવાહે ચાલતા આવ્યા છે, જેમાં એમના વિચારો અને આચારો પ્રબળ રૂપે કામ રરી રહ્યા છે અને જેમાં સૈકાઓ જતાં ગધ કે પદ્ય રૂપે હજારો સાહિત્ય-મંથો રચાતા રહ્યા છે. આ બે પુરુષો, એમને સ્થાપેલા અને આજ સુધી . જીવતા રહેલા સંઘે કરીને અને એ સંધને સાહિત્યે કરીને, આપણને સ્પષ્ટ રૂપે પ્રકાશ આપે છે અને દૂર દૂરના અંધકારમાં સૂર્ય સમાન પ્રકાશી રહ્યા છે, ત્યારે એમના સમયના બીજા ધાર્મિક આન્દોલન કરનારાને આપણે માત્ર પરોક્ષ રીતે અને અસ્પષ્ટ ભાવે જાણીએ છીએ, એટલે કે માત્ર ગ્રહ રૂપે જ પ્રકાશે છે. ૧. નામ નિર્દેશ. આ બે મુખ્ય આત્માઓ કોણ હતા? આ બે ઘર્મ સંસ્થાપક કોણ હતા ?. એ બંને પૂજ્ય નામેએ કરીને ઓળખાય છે, પહેલા ઇ. સ. પૂ. ૫૭૦ ના અરસામાં જમ્યા હતા અને મહાવીરને-એટલે કે મોટા વિજેતાને-નામે ઓળખાય છે, તથા બીજા ઈ. સ. પૂ. ૫૫૦ ના અરસામાં જન્મ્યા હતા અને બુદ્ધને-જ્ઞાનીને-નામે ઓળખાય છે. આવા જ પ્રકારનાં બીજાં નામો પણ એમનાં છે. એ બનેને અહંન્ત (પૂજ્ય), ભગવન્ત ( પ્રભુ), અથવા જિન (જિતનાર) પણ કહે છે. તે ઉપરાંત મહાવીરની તીર્થકર સંજ્ઞા અને બુદ્ધની તથાગત સંજ્ઞા બહુ લોકપ્રિય અને પ્રચલિત છે. તીર્થકરનો શબ્દાર્થ તારણહાર એટલે કે, મુક્તિને ભાગે ચઢાવનાર એવો થાય છે અને ભાવાર્થ માર્ગદર્શક અથવા ભેમિયો એવો થાય છે; તથાગતને શબ્દાર્થ એમ ગયા તે-એટલે કે સાચે માગે ચઢયા તે એવો થાય છે અને તેથી તેનો ભાવથે આદર્શરૂપ અથવા આદર્શાભૂત એ થાય છે. આ બધાં નામ ઘણું કરીને એ બે ગુના પૂજકે ને શિષ્યો હમેશાં વાપરે છે. વળી કોઈ કોઈવાર જે જાતિમાં એમનો જન્મ થએલો તે જાતિના નામ ઉપરથી પણ એ ઓળખાય છે; અને એમાં ઉત્તમ કુળમાં એમના જમ્માની ભાવના છે. મહાવીર જ્ઞાતુકુળમાં અને બુદ્ધ શાકુળમાં જન્મ્યા હતા, તેથી મહાવીરને જ્ઞાપુત્ર અને બુદ્ધિને શાક્યપુત્ર કહે છે. અને ત્યાર પછી આ બીજી સંશા શાક્યપુત્ર ઉપરથી બુદ્ધને વળી શાકયમુનિ (-શાક્યવિચારક). એટલે કે શાક્ય કુળમાં ઉત્પન્ન થયેલા જ્ઞાની પુરુષ એમ પણ કહે છે. બુદ્ધ સંજ્ઞા ઉપરાંત આ સંજ્ઞા બહુ પ્રચલિત થએલી છે, અને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034485
Book TitleBuddha Ane Mahavir
Original Sutra AuthorN/A
AuthorUnknown
PublisherZZZ Unknown
Publication Year
Total Pages58
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy