SearchBrowseAboutContactDonate
Page Preview
Page 10
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦ બુદ્ધ અને મહાવીર એવી સમજને લીધે વર્તમાન સ્થિતિમાં સંતોષ માને છે. બુદ્ધ અને મહાવીરના સમયમાં જો કેઇ એક અથવા અનેક પૂર્વજન્મને સારી પેઠે સ્મરી શકે તે તે ધન્ય ગણાતું. આમ પુનર્જન્મને મત પરલોકને લગતા નૈતિક ધાર્મિક મત છે. પ્રથમ તે, એ આત્માની અમરતાનું પ્રતિપાદન કરે છે, કારણ કે મૃત્યુથી કંઈ જીવનનો અંત આવતો નથી; અને પછી, જગતની નૈતિક વ્યવસ્થાનું પણ પ્રતિપાદન કરે છે, કારણ કે જીવનું પ્રારબ્ધ એના કાર્યો કર્મ ઉપર આધાર રાખે છે. આમ જાણ્યાં છતાં યે, ખરેખર આ મત આપણને અદ્દભુત અને વિચિત્ર લાગે છે. એ મતે લખચોરાસીમાં ફરતા માણસે પશુમાં જવું પડે, પણ આપણી ભૌતિક વિદ્યાને મતે તો પૃથ્વી ઉપરનું પ્રાણ-જગત સૌથી નીચેથી શરુ થયું હતું અને પશુ તથા મનુષ્ય વચ્ચે કશો તાત્વિક ભેદ નથી. આપણે દૂરના અને અંતિમ આધારરૂપ આ પરલોકને નહિ માની શકીએ, અને તેથી આપણે આ લોકને મહત્વ આપ્યું છે, તથા ઉચ્ચ અને સ્વતંત્ર ભાવનાને વસ્તુસ્થિતિને સાંકડા ખુણામાં દબાવી દીધી છે. આપણને એ સુંદર અને ભવ્ય લાગતું હશે, પણ તે માત્ર પોકળ છે અને ટૂંકી દૃષ્ટિનું છે. બુદ્ધ પૂર્વેના ભારતમાં ધાર્મિક ઇતિહાસ તપાસતાં આપણે વિશિષ્ટ પ્રકારના ધર્મમતને બારણે-પુનર્જન્મના મતને-બારણે આવી પહોંચ્યા. ત્યાં આગળ નવી જીવનચર્યાના વિશિષ્ટ આશ્રમની ઓળખાણ થાય છે. વિધિ એવો છે જે ઉત્તરાવસ્થામાં માણસે જગતમાંથી છવનને સંકેલી લઈને વનમાં જઈને વાસ કરવો જોઈએ વળી એ પણ વિધિ છે જે વૃદ્ધાવસ્થામાં એણે ઘર વહેવાર પિતાના પુત્રોને સોંપી દેવું જોઈએ અને વનમાં ચાલ્યા જવું જોઈએ છવનની ઉત્તરાવસ્થાને જે આશ્રમ એનું નામ વાનપ્રસ્થ-વનમાં જઈ રહેવું તે-છે; અને એ આશ્રમમાં રહીને માણસે જે આધ્યાત્મિક સાહિત્યનો અભ્યાસ કરવાનો છે એને આરણ્યક-વનગ્ર-કહે છે. વળી વ્યવસ્થિત રીતે સ્થપાએલા મઠમાં કે વિહારમાં રહીને પણ જિજ્ઞાસુ અભ્યાસ કરતો. ભારતના સાધુસંધમાંથી વિકાસ પામીને આ મઠ અને વિહાર સ્થપાયા હતા અને એમની સ્થાપના બુદ્ધ પૂર્વે થોડા જ સમયથી થવા લાગી હતી. વનમાં જઈને એકાતમાં રહેવાને બદલે વયેવૃદ્ધ પુરુષે કે પ્રખ્યાત મઠમાં જ રહેતા ને પછી તે એ ભઠના ગુરુ અને અધિષ્ઠાતા બનતા. એવા ઉલ્લેખ છે કે બુદ્ધ જ્યારે ઉપદેશ કરવા વિચર્યા ત્યારે આવા અનેક મઠાધિષ્ઠાતાઓ પોતાના શિષ્યમંડળ સાથે એમને શરણે ગયા અને એમને પિતાને સાધુસંધ રચવામાં એમને સહાયક થયા. . ત્યારે, ભારતમાં પ્રાચીન મઠમાંથી વિકાસ પામીને સાધુસંઘ કેવી રીતે રચાયા એ આપણે જોયું પણ આ મઠને પણ પોતાને વિશિષ્ટ ઈતિહાસ છે. વાચકને પિતાને ખબર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034485
Book TitleBuddha Ane Mahavir
Original Sutra AuthorN/A
AuthorUnknown
PublisherZZZ Unknown
Publication Year
Total Pages58
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy