SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ એાળખે જ કેવી રીતે ? હવે આ સેનાની દાબડીનાં ઢાંકણું ઝપાટાબંધ ઉઘડી જાય છે અને તેના ગર્ભમાં રહેલું ન જોઈ શકાય છે. સીમાબદ્ધ જીવાત્મા પિતાને અતિ શુદ્ર, અતિ લઘુ માને છે, પિતાનું અનંત ઐશ્વર્ય જોઈ શકતા નથી; કારણ કે તેના નાનકડા ચાટલામાં તેના અનંત ઐશ્વર્યાનું પૂર્ણ પ્રતિબિંબ પડતું નથી. તેનું શુદ્ધ ચાટલું તેને તુચ્છ “માઇક્રોકિઝમ' (વ્યષ્ટિ) બનાવી દે છે; પણ જ્યારે તે પરમાત્માના હદયમાં પોતાનું પ્રતિબિંબ જેનાં શીખે ત્યારે તેને પિતાને ઐશ્વર્યનું ભાન થાય. રાજ રાણીને કહે છે: “તમારા નાનકડા દર્પણમાં એ બધાનું પૂરું પ્રતિબિંબ નથી પડી શકતું-–તમારું દર્પણ તમે છે તે કરતાં તમને નાના બનાવે છે, તમારા પ્રભુત્વની મર્યાદા બાંધે છે અને તેથી તમે તમારી નજરે અતિ લઘુ અને શુદ્ર દેખાએ છે. પણ મારા મનરૂપી દર્પણમાં જો તમે તમારું પ્રતિબિંબ જુએ તે તમારું ખરું પ્રભુત્વ, તમારી અસલ ભવ્યતા ખીલી ઉઠે. * * * * * * ત્યાં તો તમે મારી પૂર્ણ અભિન્ન મૂર્તિરૂપે વિરાજે છે.” પણ હજી એક અતિ ગૂઢ તત્વને ભેદ ઉકેલવાનું બાકી છે. ઈશ્વરની નિગૂઢ લીલાને એક અતિ અગત્યને અંક, જે પ્રસ્તુત નાટકનો પ્રાણ છે તેને મર્મ સમજવા માટે હજી જરા વધારે ઉંડા ઉતરવાની જરૂર છે. રાજા રાણીને અંધારા મહેલમાં જ શા માટે મળે છે ? એ અંધારે મહેલ તે શું ? તેનું સ્થાન કયાં છે ? એ અંધારા મહેલની લીલાનું પ્રયોજન શું ? આ પ્રશ્નના ઉકેલ વગર પ્રસ્તુત નાટકને મૂળ મંત્ર સમજાય નહિ. રાણીના પ્રશ્નના ઉત્તરમાં દાસી કહે છે: “તમારે રંગમહેલ સૃષ્ટિના હૃદયની ઉડી ગુહામાં છે.” જીવાત્માને ઈશ્વરનું દર્શન તે તેના હૃદયની ઉંડી ગુહામાં જ થાય ને ? અને એ ગુહાને દ્વાર આગળ પરમાત્મા ઉભા રહે, પણ જયાંસુધી જીવ પિતે તે ન ઉઘાડે ત્યાંસુધી તે અંદર ન પધારે. જીવાત્મા-- એ પોતે જ પોતાના હૃદયેશ્વરને આ રંગમહેલમાં આવકાર આપવા જોઈએ. માટેજ દાસીને મોઢેથી કવિ કહેવડાવે છે કે “રાણીજી ! તમે જ તમારે હાથે દરવાજો નહિ લે ત્યાં સુધી રાજાજી અંદર નહિ પધારે.” રાજા શન્ય અંધકારમાં લપાઈને પિતાની વીણા વગાડશે, વિષ્ણુના સ્વરથી છવાત્માને સચેત કરશે, તેને પિતાના અવિચળ એમનું ભાન કરાવશે, પણ ગુહાના દરવાજા તે જીવાત્માએ જાતે જ ઉઘાડવા પડશે. પોતાના હદયના પ્રેમના પ્રવાહને પ્રભુના ચરણ તરદ વાળવાનો પ્રયાસ પણ તેણે જ કરવો પડશે. લોહચુંબક એપને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034480
Book TitleBharat Dharm ane Andhara Rang Mahelno Raja
Original Sutra AuthorN/A
Author
PublisherSastu Sahityavardhak Karyalay
Publication Year1936
Total Pages504
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy