SearchBrowseAboutContactDonate
Page Preview
Page 204
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૦ મુનિશ્રી હરિકેશ જ્યારે તે પાસે આવ્યા ત્યારે એક બે જુવાન બ્રાહ્મણે ઉભા થયા ને તેમને પૂછવા લાગ્યાઃ અલ્યા ! આ વાઘરીઓ વેશ પહેરીને અહીં કેમ આવ્યો છે? અહીં તારું શું દાટયું છે. ખબરદાર ! આગળ ગયો તો. જેમ આ તેમ પાછા વળી જા. તેઓ વિચારવા લાગ્યાઃ અહે! આ લેકે બિચારા કેટલા અજ્ઞાન છે. તેમને ખરા ધર્મની ખબર નથી. એટલે માને છે કે મેલાં કપડાંવાળા કે અજાણ્યા માણસથી તેમને યજ્ઞ અભડાઈ જશે ને મોટું પાપ લાગશે. મુનિશ્રી હરિકેશ આ સાંભળી શાંત ઉભા રહ્યા. કાંઈ પણ બોલ્યા નહિ. આ વખતે તેમનો ભક્ત જે યક્ષ હતો તે તેમના શરીરમાં પ્રવેશ કરી બેલવા લાગે હે બ્રાહ્મણો ! હું શ્રમણ છું. બીજાને માટે તૈયાર કરેલા અન્નમાંથી વાપરતાં જે કાંઈ વધ્યું હોય તે લેવા આ છું. અહીં તમોએ ઘણું અન્ન રાધેલું છે. માટે તેમાંથી વાપરતાં જે કાંઈ બાકી રહ્યું હોય તે મને આપો. આ સાંભળી બ્રાહ્મણે બોલ્યા: આ અન્ન બ્રાહ્મણો માટે જ રાંધેલું છે. માટે તેમના વિના બીજાને તે અપાય નહિ. આ જગતમાં બ્રાહ્મણ જેવું એકે પુણ્યક્ષેત્ર નથી. આ સાંભળી મુનિના મુખવડે પેલા યક્ષે જવાબ આપેઃ તમે યામાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034477
Book TitleBal Granthavali Biji Shreni
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherDhirajlal Tokarshi Shah
Publication Year1931
Total Pages300
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy