SearchBrowseAboutContactDonate
Page Preview
Page 191
Loading...
Download File
Download File
Page Text
________________ કાન કઠિયારે સુંદર પલંગ છે. ઉપર સવા હાથ ઉંચાઈની રૂની તળાઈ છે. કાને તે પર સુતે. કામલતા હાવભાવ કરતી પાસે બેઠી છે. અનેક પ્રેમના વચન બોલે છે. આ વખતે કાનાનું હૈયું ભેગના લ્હાવો લેવા તલપાપડ થઈ રહ્યું છે. એવામાં બારીમાં નજર ગઈ. ત્યાં સોળે કળાએ ખીલેલે પુનમને ચંદ્ર જોયે. અને તેને યાદ આવ્યું : અરે હા ! આજ તો પુનમનો દિવસ ! આજ તે નિયમને દિવસ ! પણ આખી જીંદગીની મુડી આ પાંચ રૂપિયા. એને શી રીતે જતા કરવા ! ત્યારે કાંઈ પાછા મંગાય ! અને એ છોડીને ચાલ્યા જઉં તે બધુ યે જાય. આ આનંદ! આ કામલતા ! તેનું મન ચકડોળે ચડયું. પણ આખરે મનને મજબુત બનાવ્યું. “પ્રાણ જાય પણ પ્રતિજ્ઞા ન જાય.” એ મુનિરાજનાં વચન યાદ આવ્યાં. ધન તે કાલે ક્યાં હતું? આવ્યું પલકમાં ને ભલે જતું એ પલકમાં. ધન માટે આજ સુધી રાખેલી પ્રતિજ્ઞા શું જવા દેવાય ? નહિ નહિ જ. અને ત્યાંથી નાસી છુટવા તે પિતડીભેર લેટે લઈ બહાર જંગલ જવા નીકળે. અને તેને લાગ્યું કે હાશ ! હવે નિરાંત થઈ. તે જઈને એક દુકાનના એટલે સૂતે. અહિં કામલતા રૂપાની ઝારી લઈ બેઠી છે. હમણું કાન જંગલ જઈને આવે ને તેને હાથપગ ધવરાવું. એક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034477
Book TitleBal Granthavali Biji Shreni
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherDhirajlal Tokarshi Shah
Publication Year1931
Total Pages300
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy