SearchBrowseAboutContactDonate
Page Preview
Page 182
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૮ ચંદન મલયાગિરિ સાંભળવા લાગી. સાયર ને નીરે શત્રુની ચડાઈથી માંડીને પિતે કોટવાળ બન્યા ત્યાં સુધીની બધી વાત કરી અને છેવટે પિતાના માતાપિતાના વિયેગનું દુઃખ સંભારવા લાગ્યા. આ વાત પૂરી થતાંજ રાણી મલયાગિરિ પોતાના તંબુમાંથી બહાર આવી તથા હરખથી ઉભરાતા હૈયે તે બોલી ઉઠીક હાલા પુત્ર ! આ રહી તમારી દુઃખીઆરી મા. પછી તેણે પિતાની બધી હકીકત સાયર તથા નીરને કહી. તેઓ બોલી ઉઠયાઃ વહાલી માતા ! પ્રભાતમાં અમે રાજ દરબારે જઈશું અને તમારે ઈન્સાફ માગીશું. સવાર થઈ એટલે તેઓ સદાગર તથા રાણી મલયાગિરિને લઈને રાજ દરબારે આવ્યા. ત્યાં તેઓએ ફરિયાદ કરી કે મહારાજ અમારી માતાનું આ સોદાગરે હરણ કર્યું છે. સોદાગર કહે, મહારાજ આ મારી સ્ત્રી છે, અને તેને તમારા કેટવાળ લઈ જવા માગે છે. રાજાએ સેદાગરને પૂછ્યું. આ બાઈ તારી સ્ત્રી કેવી રીતે થઈ ? સોદાગરે કહ્યું મને જંગલમાંથી મળી આવી છે. પછી સાયર તથા નીરને પૂછયું આ સ્ત્રી તમારી માતા કેવી રીતે થાય ! એટલે તેમણે પિતાની બધી હકીકત કહી. મલયાગિરિએ તેમની હકીકતને ટેકો આપે. આ બધી વાત સાંભળતાં જ રાજાનું હૈયું આનંદથી ઉભરાઈ ગયું. તે ઉઠીને પોતાના પુત્રો તથા સ્ત્રીને ભેટી પડયા. અને ગદ્ગદ્ કઠે બોલ્યા: વહાલા પુત્ર ! આ રહ્યો તમારે વિજોગી પિતા.હાલી મલયાગિરિ!આ રહ્યો તાવિયેગી પતિ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034477
Book TitleBal Granthavali Biji Shreni
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherDhirajlal Tokarshi Shah
Publication Year1931
Total Pages300
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy