SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૭ કરે અને એમ કરતાં ચંદ્રગુપ્તના રાજ્યકાળનાં અમુક વર્ષો જ ઉડાડી મૂકે એ કેવું કહેવાય? ચંદ્રગુપ્તનું લગ્ન સેલ્યુસની પુત્રી સાથે થયું હતું એ નિર્વિવાદ છે. આ સંબંધમાં, નિમ્ન પ્રમાણ જ પર્યાપ્ત છેઃ चंद्रगुप्तस्तस्य सुतः पौरसाधिपतेः सुताम् । सुलूवस्य तथोद्वाह्य यावनीबौद्धतत्परः ॥ –મવિષ્યપુરાણ, ૨, ૨, ૬, ૪૨, સેંડેકેટસને ચંદ્રગુપ્તને બદલે, અશોક એટલે લેખકના માનેલા સંપ્રતિ મહારાજા માની લઈએ તે, ઈતિહાસનાં ક્ષેત્રમાં, સ્વપ્ન પણ ન કલ્પી શકાય એવી અસંગતતાઓ ઉપસ્થિત થાય એને લેખક મહાશયને કંઈ ખ્યાલ હશે ખરા ? સેંફેકટસને ચંદ્રગુપ્તને બદલે તેના પ્રપૌત્ર સંપ્રતિ માનનાર લેખક મહાશય સેલ્યુકસ હિન્દમાં કયારે આ વિગેરે હકીક્તને વિચાર જ કર્યો હશે કે કેમ એ પ્રશ્ન ઉપસ્થિત થાય છે. પણ સેંડેકેટસને ચંદ્રગુપ્ત ન મનાવવા માટે, જે લેખક મહાશય એના રાજ્ય કાળના જ અમુક વર્ષો પણ ઉડાવી દે, તેઓ સેંડકટસને અશોક (સંપ્રતિ) મનાવવા સેલ્યુકસ હિન્દમાં કયારે આ એ વિગેરે પ્રશ્નને વિચાર જ શા માટે કરે? આથી વિશેષ કહેવાની ભાગ્યે જ જરૂર છે. રૂદ્રદામનના શિલાલેખ પરત્વે કલ્પનાઓ લેખક મહાશય, અશેકવાળા શિલાલેખોનું નિર્માણ સંપ્રતિને ઉદેશીને ઘટાવવાનો પ્રયત્ન કર્યો છે એટલું જ નથી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034472
Book TitleAshokna Shilalekho Uper Drushtipat
Original Sutra AuthorN/A
AuthorVijayendrasuri
PublisherYashovijay Jain Granthmala
Publication Year1936
Total Pages78
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy