SearchBrowseAboutContactDonate
Page Preview
Page 8
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપદેશને પણ પૌંવા કહી શકાય. સંઘનિર્માણમાં પર્ષ માં અને આમાં કોઈ વાસ્તવિક ફેર નથી. અને જુદા : જુદા શબ્દોમાં એક જ વસ્તુ જણાવે છે એમ કહીએ તો તે બીલકુલ ખોટું નથી. આ ઉપરથી આપણે સહેજે સમજી શકીએ છીએ કે ઈમા નાં વર્તન અને વાણી એકજ વસ્તુને સાધનારા હોય છે. એમનું વર્તન યતિધર્મનું યથાર્થ રીતે પાલન કરવા માટે જ હોય છે, અને તે મુજબના વર્તનથી પિતાના આત્માને સંવર અને નિર્જરાના માર્ગે ચઢાવી મોક્ષ મેળવવાને તેને હેતુ રહેલો છે. તેમની વાણી વ્યાખ્યાન અથવા ઉપદેશનો હેતુ પોતાના સમાગમમાં આવનારા દરેક જીવને યતિધર્મમાં જોવા પુરતો અને એમ બની શકે તેમ ન હોય તો શ્રાવક ધર્મમાં જોડવા પુરતો હોય છે કે જેથી ક્રમે ક્રમે તે જીવ પિતાના આત્માને કર્મના બંધનથી મુક્ત કરી મોક્ષ મેળવવાને ભાગ્યશાળી થાય. આવા ઉત્તમગુણવાળા ધર્મગુરૂઓના વ્યાખ્યાનો અને ઉપદેશ આપણી આત્મશક્તિને અવરોધ કરી રાખનાર સંસારની બેડીમાંથી મુક્ત થવાને માટે ઉત્તમ સાધનોનું જ્ઞાન મેળવવા સારૂ ખરેખર અત્યંત ઉપયોગી છે. આવા કલ્યાણકારી ઉપદેશ ઉત્તમ ધર્મગુરૂઓ સતત આપતા રહે છે, અને આપણામાંના કેટલાક ભાગ્યશાળીને તે શ્રવણ કરવાનું સુભાગ્ય પણ પ્રાપ્ત થાય છે. તેવું સુભાગ્ય પ્રમાણમાં ઘણા થોડા સજ્જ નેને હોય છે. જેઓને એવું સુભાગ્ય પ્રાપ્ત થયું હોય છે તેઓ પણ એ ઉપદેશનો પુપુરે લાભ મેળવવા કવચિતજ શક્તિમાન હોય છે. ગ્રહણશક્તિ અને સ્મરણશક્તિ તેવા પ્રકારની તીવ્ર ન હોવાને લીધે એકવાર શ્રવણગોચર થયલો ઉપદેશ યથાર્થપણે ગ્રહણ કરવો મુશ્કેલ પડે છે, અને જેટલો ગ્રહણ થઈ શક્યો હોય તેટલે સ્મરણ પથમાં રહી શકતો નથી. પરિણામે એ ઉપદેશની ફક્ત ઝાંખી છાપજ આપણા ઉપર પડે છે, અને તે થોડા કાળમાં ભુંસાઈ પણ જાય છે. આથી પરિણામ એ આવે છે કે આવા અમૂલ્ય ઉપદેશરત્નોને લાભ તેની મહત્તાના પ્રમાણમાં બહુજ અલ્પ મેળવી શકાય છે, અને એ રત્નો પર્યન્ત ગુમ થઈ જાય છે. આ પરિસ્થિતિ ઉપદેશ શ્રવણ કરનારા કેટલાક ભાઈઓને અત્યંત દુઃખકારક લાગતી હતી અને તેઓ આ ઉપદેશર કયે પ્રકારે હમેંશને માટે સચવાઈ રહી સતત ઉપયોગમાં આવતાં રહે અને તેને કાયમી લાભ મેળવી શકાય તેવા માર્ગની શોધ કરી રહ્યા હતા. વિચાર કરતા એક માર્ગ સુઝો તે એ કે જો આ ઉપદેશોની નિયમિત મેધિ લેવામાં આવે અને તે પ્રગટ કરવાથાં આવે તો તેથી ધારેલી મુરાદ ઘણે અંશે બર આવે. જેઓએ એ ઉપદેશ શ્રવણ કર્યા હોય તેઓને તે વાંચવાથી તાજા થાય, અને જે તે શ્રવણ કરવા ભાગ્યશાળી ન થયા હોય તેમને પણ તે વાંચવાથી તેને લાભ મળે. આ વિચારને અનુસારે આપણી સમજમાં એક સુંદર ધાર્મિક સાહિત્ય અસ્તિત્વમાં આવ્યું. જૈન પ્રવચન અને સિદ્ધરાજ જેવાં નિયમિત નીકળતા પત્રો અને પાક્ષિક વગેરેમાં અમુક દિવસેને અંતરે એ સાહિત્ય પ્રગટ કરવાનું શરૂ થયું. પણ લગભગ સતત અપાતા ઉપદેશે તમામ આ મુજબ દીવસના અંતરે નીકળતા પત્રો કે પાક્ષિકેમાં દાખલ થઈ શકે એ તો અસંભવિત હતું, તેથી એ વિષે વિશેષ વિચાર કરતાં આ ઉપદેશ સુધાસિંધુના બિંદુઓને પુસ્તકરૂપી પાત્રમાં ઝીલી રાખીએ તો તે જ્યારે ઈચ્છા થાય ત્યારે દરેક મુમુક્ષુના ઉપયોગમાં આવી શકે એવી ફુરણા થઈ. તે ફુરણાથી પ્રેરિત થઈ પ્રસ્તુત પુસ્તક સુધાસિંધુના પ્રથમ બિંદુ તરીખે જનસમુદાય સમક્ષ મુકવામાં આવે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034469
Book TitleAnand Sudha Sindhu
Original Sutra AuthorN/A
AuthorSagaranandsuri
PublisherNaginbhai Manchubhai Jain Sahityoddhar Fund
Publication Year1938
Total Pages376
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy