SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ આનંદ-સુધાસિંધું. ( ૧૦ ) સુધાબિંદુ ૧લું. આપણે જોઈએ છીએ કે તેમના શિક્ષિત વિદ્વાનેએ ધર્મને દ્રહ કર્યો નથી, પરંતુ તેમણે પિતાના ધર્મને, ધાર્મિક પ્રથાઓને પાળી પિષીને ઉત્તેજી છે. મુસલમાન જનતામાં તેમના શિક્ષિત યુવાને એ અપૂર્વ બળ અને શકિત આપ્યા છે. મુસલમાન બાળકે પહેલાં કુરાન ભણે છે, ખ્રિસ્તિઓ પિતાના બાળકોને બાઈબલની સુવાર્તાઓ શીખવે છે, પારસીઓ પણ પિતાના બાળકને ધર્મ એગ્ય અવસ્થાની ગાથાઓ ભણાવે છે, હિંદુઓમાં બાળકને ગાયત્રી શીખવાડાય છે. માત્ર આપણેજ એક એવા છીએ કે આપણા બાળકને કઈ પણ જાતનું ધાર્મિક શિક્ષણ કે ધાર્મિક જ્ઞાન આપતા નથી. આ બધાનું પરિણામ એ આવ્યું છે કે આત્મિક પ્રગતિ તે દુર રહી પરંતુ દુન્યવી પ્રગતિ પણ આપણે કરી શક્યા નથી. રાજસંસ્થામાં પ્રતિભા પડે એવી આપણી સ્થિતિ રહી નથી, જે તેવી સ્થિતિ રહી હતી તે શત્રુંજય જેવા પ્રકરણમાં આપણને અસહ્ય અન્યાય નહી મળ્યું હોત. આ બધાને ઉપાય એકજ છે કે ધાર્મિક કેળવણીની સંસ્થાઓ સ્થાપીને તેની પ્રગતિ કરવી જોઈએ, પિતા ભણાવે નહી અને છોકરું મુખ રહે તે એમાં વાંક કેને? માબાપને કે બચ્ચાંને? જવાબ એકજ છે માતાપિતાને. આ દેષ ટાળવા માટે દરેક જૈન માતા પિતાએ પિતાપિતાના બાળકોને દઢતાપૂર્વક ધાર્મિક શિક્ષણ આપવું જોઈએ ત્યારે ફરી વિચાર કરો કે જેના બાળકોને જે ગળથુથી આપવાની છે તે કઈ ગળથુથી છે? તે એજ છે કે આત્મા અનાદિ છે, ભવપરંપરા અનાદિ છે અને કર્મ સંજોગ પણ એનાદિ છે. બાળક સમજણ લાયક થયા પછી તમે આ વસ્તુ તેના દિલમાં બરોબર ઠસાવશે, તે એનું પરિણામ એ આવશે કે તે સમસ્ત જંદગીમાં કદી પણ ધર્મથી વિમુખ થઈ શકશે નહી. આજે ધર્મ સુધારણાને નામે ધર્મદ્રોહના અનેક કામો થાય છે. પિતાને સુધારક કહેવડાવનારા જૈન શાસનની અનેક પ્રકારે નિંદા કરી રહ્યા છે, અને તેને ચગે જગતના બજારમાં જૈનત્વ હલકું પડતું જાય છે. ધર્મ પ્રત્યેની આજના યુવકની બેદરકારી માટે તમે તેને જવાબદાર લેખો છે? એ બધાની જવાબદારી એ યુવાનના માતાપિતા ઉપર છે. જે માતાપિતાએ આગળથી વિચાર કર્યો હોય, પિતાના બાળકને ધાર્મિક કેળવણી આપી હોય, તે વડોદરાના દીક્ષા પ્રતિબંધક કાયદા જેવા કાયદાને ટેકો આપનારા જૈને જ ન નીકળે. હજી પણ મેડું થયું નથી, જે તમે ચેત્યા છે, જે આ સ્થિતિ તમને સાલતી હોય, તે હજુ પણ તમારે ધર્મ છે કે તમારે તમારા બાળકના આત્મિક હિતની કાળજી રાખવી જોઈએ. ' આ બધાને સાર એ છે કે આપણી સમાજે એવી ચેજના કરવી જરૂરી છે કે દરેક ગામવાર અથવા ઘટતે સ્થળે ધાર્મિક પાઠશાળાઓ હોવી જોઈએ, એ પાઠશાળાઓની વ્યવસ્થા જળવાવી જોઈએ. જૈન ધનિકોએ ઘણાજ પ્રેમથી અને પૂરતી ઉદારતાથી એ પાઠશાળાઓને સંભાળવી જોઈએ, અને પ્રત્યેક બાળકને એ પાઠશાળા દ્વારા જૈન ધર્મની કેળવણી મળવી જોઈએ. જે બાળકને આવી કેળવણી મળ્યા કરશે તે પછી કોઈપણ પ્રકારે જૈન બાળકોને ધર્મભ્રષ્ટ થવાનો પ્રસંગ રહેશે નહી. સઘળા જેને પિતાની આ ફરજ બજાવે અને સાચા જૈન માતાપિતા બને એ ઈચ્છવાયેગ છે. આર્ય ભવની દુર્લભતા પણ દશ દ્રષ્ટાંત એ જણાવી છે, એટલે આપણે માનવું પડશે કે મનુષ્ય તરીકે મનુષે સરખા છે, છતાં તેમાં પણ ઉત્તમ કુળ રહેલું છે, પશુઓ કરતાં મનુષ્ય જાત જુદી છે, www.umaragyanbhandar.com Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
SR No.034469
Book TitleAnand Sudha Sindhu
Original Sutra AuthorN/A
AuthorSagaranandsuri
PublisherNaginbhai Manchubhai Jain Sahityoddhar Fund
Publication Year1938
Total Pages376
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy