SearchBrowseAboutContactDonate
Page Preview
Page 325
Loading...
Download File
Download File
Page Text
________________ આનંદ-સુધાસિંધુ. (૨૭) સુધાબિંદુ ૧ લું અનંત જીવને ઘાણ કાઢે છે પરંતુ તેમના દીલમાં જરા જેવી પણ એવી અરેરાટી થતી નથી કે અરે ! હું મારા ક્ષણિક સુખને માટે આ અનંત છને નાશ કરું છું એ કયે આધારે? અનંત જીને સંહાર કરવાને મને શે હક? અનંત જીવને સંહારવાની મારી શી સત્તા આવા આત્માઓ જે બજારે શાક લેવા જાયતે તેઓ જરૂર લસણની કળી જ માગી લાવે. આજે પંચેન્દ્રિયમાં આવેલ અને વિલાસવાસનાઓને દાસ થઈ મહાલનારો માણસ વિચાર કરતું નથી કે પિતે પણ એક દિવસ નિગદમાં હ! લસણની કળીમાં એકેન્દ્રિય દશામાં રહેલા છ લટાય, છુંદાય, રંધાય, બફાય, કચરાય, ચવાય અને બધું દુઃખ વેઠે છે. આ સઘળું દુ:ખ પણ આજે જીવ વેઠે છે. આજે જે જીવ પંચેન્દ્રિયમાં છે તેજ જીવ એ કેન્દ્રિયમાં પણ હતું અને આ સઘળું દુખ તે જીવે પણ વેઠયું હતું. માનવભવની મહત્તા. પંચેન્દ્રિયમાં વસતા જીવે ભૂતકાળમાં આવી અવસ્થાઓ ભેગવેલી હોવા છતાં આજે તેને તેની એ દશાને ખ્યાલ આવતું નથી. નિગાદમાં પતે લસણની કળી જેવા પદાર્થમાં કેટલાયે ભાગે હતા તે વાત આજને જીવ વિચારતે નથી! એ વખતે જીવની કિંમત કેટલી હતી? માગ્યાતગ્યા જેટલી, શાક લેવા જનાર મફતમાં માગી લાવતો અને કઈ ચીજને એક ટુકડો આવતો તેમાં પણ આજને જીવ તેના અનંતમાં ભાગમાં રહેલ હતો! આજનો પંચેન્દ્રિય જીવ પોતાની આ ભૂતકાળની સ્થિતિને વિસરી જાય છે. તે જાણતો નથી કે પિતાને એ અવસ્થામાં કેવાં અને કેટલાં દુખે પડ્યાં હતાં. જે આત્મા પિતાના આ પાછલા ભની કિંમત સારી રીતે સમજે છે તે આત્મા જ મનુષ્યભવની સાચી મહત્તાને પીછાણી શકે છે. બીજાથી માનવભવની મહત્તા સમજી જ શકાતી નથી. લીમડો કરે છે એના પાંદડાંને સ્વાદ કે છે તે સમજનારોજ સાકરની મિઠાશને પામી શકે છે. તું શું સમજે છે?” એવા શબ્દો જે આત્મા બોલે છે તેણે પિતે સમજવાની જરૂર છે કે તે પિતે આ શબ્દો બોલનાર પહેલાં ક્યા રૂપમાં હતો? જે એ વસ્તુ તે બરાબર સમજી જાય તે મનષ્યભવની મહત્તાને પણ તે આપોઆપ જ સમજી શકે અને જ્યાં એની મહત્તા સમજી શકો કે તેને એ મહત્તાને ઉપયોગ કરવાની પણ ખચિતજ પ્રેરણા થાય. મનુષ્યપણું એ કાંઈ મશ્કરી નથી. એ સહેલાઈથી નથી મળવાનું. એ કાંઈ પૈસા આપીને પણ નથી મેળવાતું, પરંતુ ભવિતવ્યતાને ગેજ એ મળી જાય છે, તે પછી એવો કેણ મૂર્ણ આત્મા હશે કે જે એ રીતે મળેલા આ માનવભવને વ્યર્થ કરવામાં મહત્તા માનશે? તેને માનવભવ નકામો છે. મનુષ્યભવ મળ્યા છતાં પણ જે આત્મા પિતાના સ્વરૂપને વિચાર કરતો નથી તે સમજી લેજે કે તે આત્મા કોઈ પણ ભવમાં પોતાનું કલ્યાણ કરી શકવાની સ્થિતિમાં જ નથી. જે મનુષ્યપણું મળ્યા છતાં પણ તમે એ મનુષ્યપણાને હવે નથી લઈ શકતા તે તમારૂં એ માનવપણું મિથ્યા છે. મનુષ્યભવમાં પણ જે તમે કર્મથી બચી ન શકે તે પછી તમે બીજા કોઈ પણ ભવમાં કર્મથી બચી શકવાના નથી જ એની ખાતરી રાખજે. જે માનવપણામાં આવ્યા છતાં પણ જીવ આત્માને ઉદય ન કરે, પિતાના સ્વરૂપને ન ઓળખે અને એ સ્વરૂપને ઓળખીને તેને લેવાનો પ્રયત્ન પણ ન કરે તે તેણે વિચારથવાની જરૂર છે કે તે માનવભવને ખઈને આગળ શું કરવાનું હતું? જે આત્મા પિતાના સુભાગ્યે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034469
Book TitleAnand Sudha Sindhu
Original Sutra AuthorN/A
AuthorSagaranandsuri
PublisherNaginbhai Manchubhai Jain Sahityoddhar Fund
Publication Year1938
Total Pages376
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy