SearchBrowseAboutContactDonate
Page Preview
Page 3
Loading...
Download File
Download File
Page Text
________________ Nitiાજાના નાના નાના 11 min an infrinmજાતા minim idiomiriram બે બોલ inner Thinતાન .|| કઈliણાવ ! પ્રારંભમાં પૂર્વાચાર્યોની કૃતિઓ પૈકી ઉપાધ્યાય શ્રીમદ્દ ચંતિલક વિરચિત સંસ્કૃત મહાકાય શ્રી અભયકુમાર ચરિત્રનું ભાષાંતર જનસમૂહ સમ્મુખ રજુ કર્યા બાદ આચાર્ય શ્રી ૧૦૮ શ્રીમ વિજ્યદાન સૂરીશ્વરજી વિરચિત વિવિધ પ્રશ્નોતર નામનો ગ્રંથ તથા આચાર્ય શ્રી ૧૦૦૮ શ્રીમદ્ વિલબ્ધિસૂરીશ્વરજી વિરચિત સંસ્કૃત વૈરાગ્ય રસ મંજરીનું ગુજરાતી ભાષાંતર વિવેચન સહીત જનસમૂહ સમ્મુખ મુક્યા પછી આચાર્ય શ્રી ૧૦૦૮ શ્રીમદ્દ સાગરાનંદસૂરીશ્વરજી મહારાજના પ્રસંગે પ્રસંગે અપાએલા વ્યાખ્યાનોનો સંગ્રહ પુસ્તક રૂપે પ્રસિદ્ધ કરવાનો સુઅવસર પ્રાપ્ત થયા છે. આ પુસ્તક છપાવવા માટે મેટર તૈયાર કરાવવામાં તથા ભુલચુક સુધારી મુદ્દે તપાસવા વિગેરેમાં કાળજી પૂર્વક ધ્યાન આપવામાં આચાર્ય શ્રી ૧૦૦૮ શ્રીમદ્ સાગરાનંદ, સુરીશ્વરજીના વિદ્વાન શિષ્યરત્ન શ્રી ચંદ્રસાગરજી મહારાજે તથા શ્રીહેમસાગરજી મહારાજે અમુલ્ય સમયને ભાગ આપે છે. આ ફંડના કાર્યવાહક તરીકે તેઓ સાહેબનો ઉપકાર માનીએ છીએ, બહુ મનન પૂર્વક વાંચવાથી આત્માથી જીવોને ઘણું માર્ગદર્શક થઈ પડશે. અને વાચક વર્ગ બીજને વાંચવા પ્રેરણા કરશે તે અમારા આ પ્રયાસને સફળ માનીશું. આ પુસ્તકની પ્રસ્તાવના લખવા અત્રેના વિદ્વાન રીટાયર્ડ જજ શ્રીમાન શેઠ સુરચંદ પુત્તમદાસ બદામી સાહેબે જે પરિશ્રમ લીધે છે તેને માટે તેઓશ્રીને આભાર માનીએ છીએ. અત્રે આ ફંડને ટુંક ઇતિહાસ રજુ કરવા ચોગ્ય ધારીએ છીએ. મહૂમ શેઠ નગીનભાઈ મંછુભાઈ ઝવેરીએ પોતાની પાછળ રૂ. રપ૦૦૦)અંકે પચ્ચીસ હજારની રકમ કહાડી જૈનધર્મના પુસ્તકે પ્રસિદ્ધ કરવા માટે એક ફંડ સ્થાપવા પોતાના પુત્રો તથા 'બંધુઓને જણાવ્યું હતું, તેમાં તેઓશ્રીના વડીલ પુત્ર મહૂમ શેઠ મોતીભાઈ નગીનભાઇ ઝવેરીએ રૂ. ૫૦૦૦) અંકે પાંચહબરની રકમ આપી છે તે ઉમેરતાં આ ફંડ કુલ્લે રૂ. ૩૦૦૦૦)નું થયું છે. તેનો મુખ્ય હેતુ જૈન શ્વેતાંબર મૂર્તિ પૂજક સાહિત્યના પ્રાચીન તથા અર્વાચીન ગ્રન્થા મુખ્યત્વે ગુજરાતી તથા હિંદી ભાષામાં પ્રસિદ્ધ કરી સસ્તી કીંમતે વેચવાને છે, આ સ્થળે પરમ પૂજ્ય આગમહારક સાક્ષર શિરોમણી આચાર્ય શ્રી ૧૦૦૮ શ્રીમદ્ સાગરાનંદસૂરીશ્વરજીને આભાર માનતાં અને અત્યંત આનંદ થાય છે. તેઓશ્રીની સલાહથીજ આ ફંડ સ્થાપવામાં આવ્યું છે અને મહૂમ શેઠ નગીનભાઈ મંછુભાઇને તેઓ શ્રી તરફ સંપૂર્ણ ભાવ હેવાથી તેઓશ્રીના ઉપદેશનુંજ આ પરિણામ છે. મનાતના વિ. સં. ૧૯૯૪ ગોપીપુરા, સુરત.ઇ ભાઈચંદ નગીનભાઈ ઝવેરી અને બીજાઓ premhuanemali:holutMitri bimli Fil 1]liીપu vi ullu illumi nauth m fTn Thesul Twitutifulfin patra (ાજ till oધામ તણlllllllliણા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034469
Book TitleAnand Sudha Sindhu
Original Sutra AuthorN/A
AuthorSagaranandsuri
PublisherNaginbhai Manchubhai Jain Sahityoddhar Fund
Publication Year1938
Total Pages376
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy