SearchBrowseAboutContactDonate
Page Preview
Page 289
Loading...
Download File
Download File
Page Text
________________ આનંદ-બુકાશિષ. (૨૬૧). સુધાબિંદ૧ ૭. દંડુકાની બીકથી ચાલ્યા કરે છે પરંતુ તે બિચારાની મુસાફરીને કોઈ રીતે અંતજ આવતે નથી તે જ પ્રમાણે આ ભવી ઘાણીમાં ફરનારા આત્મારૂપી બળદીયે પણ પોતે કોણ છે, તે કયાં આવી પડે છે, તે જે સ્થાનમાં આવી પડે છે, તે જે સ્થાનમાં આવી પડે છે તે સ્થાન કેવું છે ઇત્યાદિ પ્રશ્નો વિચાર નથી તે તેની દશા પણ ઘાંચીના બળદીયા જેવીજ થાય છે. અર્થાત આ ભવરૂપી ભયંકર પર્વત ઉપર રખડનારાઓએ એ ભાવ૫ર્વતની ભયંકરતા જાણવી જોઈએ. જે કેઈએની ભયંકરતા નહિ જાણે તે એમાંથી નીકળવાને પણ પ્રયાસ નહિ જ કરે! એમ સમજે કે તમે કોઈ કારણસર અહીંથી નીકળીને દિલ્હી જાઓ. દિલહી જતાંજ તમને કોઈ ઘરનો દલાલ સામો મળે અને તમને મહિને એક રૂપીયાને ભાડે કેઈ આલિશાન બંગલે આપી દે તો જરૂર તમે એ આલિશાન બંગલામાં જઈને જ પડાવ નાબે, પરંતુ બીજે જ પળે તમને એવા સમાચાર મળે કે એ બંગલામાં તો પલેગના ઉદરે પડયા છે તે? એવી ખબર મળે અને તમે કદાચ ઘરવાળા સાથે વરસનું કોન્ટ્રાકટ કર્યું હોય તે તેના બાર માસના પૈસા ચૂકવીને પણ તમે ભાગી જાઓ! આજ સ્થિતિ આ ભવભુવન વિષે પણ સમજવાની છે. ભવની ભયાનકતા જાણે આ ભવરૂપી ભવન દેખાવમાં બહુ સુંદર છે પરંતુ તેમાં કર્મ વિદારક પ્લેગના ઉંદરે પડેલા છે. આ વાત તમે જ્યાં સુધી જાણવાના નથી ત્યાં સુધી તમે એમાંથી બહાર નીકળવાને વિચાર સરખે પણ કરવાના નથી. એટલાજ માટે સૌથી પહેલાં આ ભવ કે ભયાનક પર્વત છે તે સમજવાનું છે. આ ભવરૂપી પર્વત મહાભયંકર છે એના ઉપર ચઢીને તેને ઉલંધી જવો એ મહા દુષ્કર છે. આ ભવ ત પ્રત્યેક વખતે જયાં જ્યાં આત્માની ઉન્નતિ થવાને સમય આવે છે કે ત્યાં આડજ પડે છે તે ઉભે હોય તે પણ મહા અનર્થને આપનાર છે. તેના માર્ગો, તેની ગલીઓ, તેની ખીએ એ સઘળુંજ ભયંકર છે, આ ઘટના આત્માને જાણવા જેવી છે, આત્મા જ્યારે ભવની આ ભયંકરતા જાણશે ત્યારે તે આ ભવભવનમાં ભાવી દુર્ગતિરૂપી પહેગના ઉંદરો પડેલા છે એ જોઈ શકશે અને પછી તરત જ તેને એ ભવભવને ત્યાગ કરવાનો વિચાર આવશે. ભવ પણ દૂરથીજ રળિયામણ છે. આપણું ગુજરાતી ભાષામાં કહેવત છે કે દૂરથી ડુંગર રળીઆમણુ” આ કહેવત બરાબર અહીં પણ લાગુ પડે છે. આ સંસારરૂપી ભવ પણ દૂરથી રબિઆમ દેખાય છે. તમે હિમાલય પવર્ત દરથી જે તે ઘણો જ રમણીય લાગશે તેના ઉજવલ શિખરે બરફથી ઢંકાએલા લાગશે અને તેમાં સૂર્યના કિરણે પડતાં તમને મોઢેથી ન વર્ણવી શકાય એવો સુંદર દેખાવ જણાશે. હિમાલય ઉપરના લીલાંછમ ઝાડો જાણે એકાદ લીલા રંગને રાક્ષસી કેટ ન હોય તેવાં દેખાશે પરંતુ જ્યાં તમે ખરેખર પર્વત પર જઈને ઉભા રહ્યા કે તમારી એ સઘળી સુંદરતા ઉડી જશે ! વાદળ સાથે વાત કરનારા રાક્ષસી શિખરે તમેને નિર્જન અને ભયંકર લાગશે. બિહામણી ખાઈઓ તમને કંપાવી મુકશે અને તમારે આત્મા જાણે ઠરી જશે! આ ભવરૂપી પર્વત પણ બરાબર તે જ સમજી લેજે ! તમે દરથી જે તે આ સંસા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034469
Book TitleAnand Sudha Sindhu
Original Sutra AuthorN/A
AuthorSagaranandsuri
PublisherNaginbhai Manchubhai Jain Sahityoddhar Fund
Publication Year1938
Total Pages376
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy