SearchBrowseAboutContactDonate
Page Preview
Page 260
Loading...
Download File
Download File
Page Text
________________ આનંદ-સુધાસિંધુ. (૨૩૨) સુધાબિંદુ ૧ લે. ખાવાપીવાને અંગેજ તમે વિવેક ગણતા હે તે એવો વિવેક કાંઈ પશુઓમાં પણ છે હેતે નથી. ઢેરો પણ ખાવાની વસ્તુઓ હોય છે તેજ ખાય છે અને જે વસ્તુઓ ખાવાની નથી લેતી તેને જીભ પણ અડકાડતા નથી ! અર્થાત ખાવાપીવાનો વિવેક તે જે મનુષ્યમાં છે તે જ ખાવાપીવાને અંગેનો વિવેક તો પશુઓમાં પણ રહેલે જ છે ! ઈટની યાચના અનિષ્ટને ત્યાગ. જે વરતુએ શરીરને પોષણ આપે છે તેજ વસ્તુઓ ઢોર પણ ખાય છે. બીજું કાંઈ તેઓ ખાતા નથી. જેમ આપઅને આંધળા, લુલા, લંગડ થવું ગમતું નથી તે જ પ્રમાણે પશુઓને પણ આંધળા, લુલા, લંગડાં થવાનું ગમતું નથી. આંધળાપણાથી, લલાપણાથી, અથવા લંગડાપણાથી ઢાર પણ અવશ્ય બચવા માગે છે, મનુષ્યની માફકજ ઇન્દ્રિોની ખામીને ઢોર અનિષ્ટ તરીકે માને છે. તેઓ પણ અનિટ વિષય તરફ અપ્રીતિ રાખે છે અને ઈષ્ટ વસ્તુઓ તરફ પ્રીતિ રાખે છે. અતિશય તડકો લાગતે હેય તે ઢોર પણ ઝાડને છાંયડો શેધે છે કારણ કે એમાં એને ઈન્દ્રિયવિષયક ઠંડક લાગે છે. પ્રખર તાપ પડતું હોય, સૂર્ય પૂર્ણ કળાથી પ્રકાશ હોય અને અસદા ગરમી પડતી હોય તે વખતે કુતરાકુતરીઓ પણ તડકામાં ન રખડતા વૃક્ષને છો અથવા તે ઘરને ખુણે શોધે છે. શિયાળો ચાલતું હોય તે પશુઓ પણ પરસ્પરની સોડમાં બેસીને હુંફ મેળવે છે અર્થાત્ પશુઓ પણ ઈષ્ટવસ્તુને માંગે છે અને અનિષ્ટ વસ્તુને ત્યાગે છે. આહાર, શરીર ઈન્દ્રિ, વિષયે તેના સાધનો, ઈન્ટ વસ્તુ તરફ પ્રીતિ અને અનિષ્ટ વસ્તુ તરફ અપ્રીતિ એ સઘળી વસ્તુઓ જેવી મનુષ્યમાં છે તેવી જ તે વસ્તુઓ ઢોરમાં પણ રહેલી છે. ચાર કારણે મહાદર્લભ છે. મનુષ્ય ખોરાક મેળવવાની પ્રવૃત્તિમાં હંમેશાં ગાંડા થઈને ભટકે છે તે જ પ્રમાણે પશુઓ પણ ખોરાક મેળવવાની પ્રવૃત્તિમાં સદા સર્વદા અથડાયા કરે છે. મનુષ્ય શરીરના બચાવ માટે પ્રયત્ન કરે છે તે જ પ્રમાણે પશુઓ પણ તેવા પ્રયત્ન કરે છે. મનુષ્ય ઈષ્ટ વસ્તુમાં રાગ અને અનિષ્ટ વસ્તુઓમાં દેવ ખે છે તેવી જ સ્થિતિ પશુઓની પણ હોય છે, ત્યારે હવે વિચાર કરે કે મનુષ્ય અને પશુ એ બેની વચ્ચે જાણવા જે તફાવત શું છે ? પશુ અને મનુષ્યના જીવનમાં કાંઈ તફાવતજ ન હિત તે પછી શાસકારોએ જે એમ કહ્યું છે કે “દસ દષ્ટાંતે મનુષ્યભવ દેહાલે છે” પરિઘમંગિ, લુણહાનિ ૬ જંતુળો માણુણ મુલતા નમિ ૨ કીરિયા તેને અર્થ શું છે? વિચારે. જીવ માત્રને એ ચાર કારણે મળવા દુર્લભ છે. મનુષ્યને, દેવતાને, તિર્યંચને અને નારકાવાળાને, એ ચારે જીને આ ચાર કારણે મળવા દુર્લભ છે. આ ચાર કારણે તે દેવતાને મળવા પણ સહેલા નથી. એ કારણે મેળવવા એ દેવતાઓને માટે પણ પરમદુર્લભ છે તે પછી નારકીને અને તિય અને તે વસ્તુ દુર્લભ હોય તેમાં નવાઈ શી? કઈ એવો પ્રશ્ન કરશે કે બીજાઓને કદાચ આ ચાર કારણ મેળવવા કઠણ હોય પરંતુ જે સાક્ષાત દેવતા છે તેમને પણ એની પ્રાપ્તિ દુર્લભ શા માટે કહી છે? કારણ એ છે કે દેવતાઓ પણ ઘણું થાળું જાનવરનું જ પુરે છે. જે દેવતા દેવકમાંથી ચવે છે તે દેવતા મોટે ભાગે ત્યાંથી અવીને તિયોનિમાંજ દાખલ થાય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaraganbhandar.com
SR No.034469
Book TitleAnand Sudha Sindhu
Original Sutra AuthorN/A
AuthorSagaranandsuri
PublisherNaginbhai Manchubhai Jain Sahityoddhar Fund
Publication Year1938
Total Pages376
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy