SearchBrowseAboutContactDonate
Page Preview
Page 246
Loading...
Download File
Download File
Page Text
________________ +નનનનન આનંદસુધાસિંધુ. (૨૧૮) સુધાબંદુ ૧ લું. સમ્યક્ત્વની પ્રાપ્તિ કયારે માનવી? ધમસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશ, સર્વજીવ, પુદગલ, અને કાળ એ બધાંજ લક્ષણથી જાણવાની જરૂર છે. જેમ સમસ્ત સુવર્ણ રતિસોનાથી લક્ષદ્વારા જાણી શકાય છે તે જ રીતે ઉપલા પદાર્થો પણું લક્ષણ દ્વારા જાણી શકાય છે અને લક્ષણધારાએ એ જાણી શકીએ ત્યારે જ એ સઘળા પદાર્થોમાં શ્રદ્ધા આવી શકે છે. એ રીતે જ્યારે સઘળા પદાર્થોમાં શ્રદ્ધા આવે છે ત્યારે જ સમ્યકુત્વની પ્રાપ્તિ થએલી માની શકાય છે. સમ્યફત્વ પામેલે સઘળા પદાર્થો જાણે છે અને સર્વજ્ઞ થયેલો સઘળા પદાર્થો જાણે છે એ બંનેની વચ્ચે તે બહુ માટે ફેર રહેલો છે. સમ્યક્ત્વવાળે સઘળા પદાર્થોને માત્ર લક્ષણ દ્વારા જ જાણે છે ત્યારે સર્વજ્ઞ વ્યક્તિ વિશેષ પ્રમાણ તરીકે સઘળા પદાર્થોને જાણે છે. રતિસોના ઉપરથી ક્ષેત્રમંતરના, કાળાંતરના સઘળા સુવર્ણ ને જાણનારે માત્ર છે થીજ આખા જગતના સેનાને જાણે તે બીજી રીતે સોનાને જાણી શકતા નથી. તે તેલથી યા આકારથી આખા જગતના સેનાને જાણી શકો નથી. રતિસેનાને પારખનારે હોય તેની પાસે ક્ષેત્રમંતરનું ગમે તેટલુ સેનું પરખાવે તે પણ તે તે સઘળાં સોનાને પારખી આપે છે કારણ કે એક રતિ સેનાના જે લક્ષણે છે તેજ લક્ષણે તમામ સેનાને વ્યાપીને રહેલા છે. જેમ એક રતિસોનામાં થએલે અનુભવ સઘળા સોનામાં વ્યાપીને રહે છે, અને પતિ સોનાને જાણનાર તમામ સોનાને લક્ષશુદ્ધારાએ જાણી લે છે તેજ પ્રમાણે જે સ્ત્રમકીતિ આત્મા છદ્રવ્યના અને પંચાસ્તિકાયના લક્ષણોને જાણી શકે છે તે લક્ષણ દ્વારાએ બધા પદાર્થોને અને બધા અસ્તિકાને જાણું શક છે. 9 viાં બાર છે સર્ષ ગારૂ આચારંગ સૂત્રકાર આચારાંગ સૂત્રમાં જણાવ્યું છે કે “જે gf બાળ રે સવંગા, જે સર્વ વાગરૂસે પ વાગરૂ” જે આત્મા પિતાના એક છવને સ્વરૂપ અને લક્ષણથી જાણે છે તેણે જગતના સઘળા જીવોને જાણી લીધા છે અર્થાત્ સ્વરૂપ અને લક્ષણથી જેણે પોતાનો જીવ જાયે છે તેણે સમસ્ત સંસારના સઘળાજ છે જાણી લીધા છે. “એકને જાણે છે તે સર્વને જાણે છે અને જે સર્વને જાણે છે તે એકને જાણે છે.” એ સૂત્ર જે વખતે સમ્યક્ત્વને અંગે લગાડીએ છીએ ત્યારે તેને અર્થ લક્ષણ દ્વારા લેવાને છે. અહીં લોકમાં ધમસ્તિકાયને ગતિમાં મદદ કરનાર માનીએ છીએ તે તેજ ન્યાયે લેકાંતે રહેલા ધમસ્તિકાયનું લક્ષણ ત્યાં પણ ગતિમાં મદદ કરવાનું જ છે એ માનીએ છીએ. આપણે આપણા પિતાના શરીરમાં રહેલા જીવને નિત્ય, કર્મ કતા, મોક્ષમાં જવા લાયક ધાર્યો છે તે પછી આપણે એજ ન્યાયે જગતના તમામ જીવોને પણ નિત્ય, કર્મના ભકતા અને મોક્ષમાં જવા લાયક તરીકે માની શકીએ છીએ, અને જે સર્વ આત્માઓ નિત્ય, કર્મના ભકતા અને મેક્ષમાં જવા લાયક તરીકે માનીએ છીએ, તે આપણે આત્મા પણ બધા આત્માઓમાંજ એક હોવાથી તે પણ નિત્ય, કર્મકતા અને મોક્ષે જવા યોગ્ય છે એમ આપણે કાંઈપણ અડચણ વિના માન્ય રાખીએ છીએ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034469
Book TitleAnand Sudha Sindhu
Original Sutra AuthorN/A
AuthorSagaranandsuri
PublisherNaginbhai Manchubhai Jain Sahityoddhar Fund
Publication Year1938
Total Pages376
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy