SearchBrowseAboutContactDonate
Page Preview
Page 238
Loading...
Download File
Download File
Page Text
________________ આનંદ-સુધાસિંધુ. સુધાબિંદુ ૧ લું. કહે મહારાજશ્રી આપની શી આજ્ઞા છે વારૂ? મહારાજાએ કહ્યું, “મહાનુભાવ કલ્પક ! તમે મારા વિશાળ સામ્રાજ્યના પ્રધાન થાઓ. ક૯૫ક ધર્મને જાણકાર હતે તેણે કહ્યું, “મહારાજ ! ભૂખને માટે અન્ન અને શરીર ઢાંકવાને માટે વસ્ત્રો એ બે ચીજો મારા ભાગ્યબળથી મને મન્યાજ કરે છે તે પછી તેનો ત્યાગ કરીને મારા નરકાસના કારણરૂપ આ તમારૂં અમાત્યપદ છે જેને સ્વીકાર કરવાની મને કશી જ આવશ્યકતા નથી. હવે વિચાર કરે કે વણમાગ્યું નિમંત્ર ત્રણ આવે છે અને મહારાજા કલ્પકને અમાત્યપદ લેવાને આગ્રહ કરે છે ત્યાં મહાનુભાવ કલ્પકને એવો વિચાર ઉદ્દભવે છે કે મને ખાવાને માટે અન્ન અને પહેરવાને માટે વસ્ત્રો તે મળ્યાજ કરે છે તે પછી મારે નરકના સ્થાનારૂપ આ અમાત્યપદને વળી શા માટે ગ્રહણ કરવું? મહાનુભાવે! વિચાર કરજો કે આ શાને પ્રભાવ છે? કઈ મનેદશા આ વિચાર લાવે છે વારૂ? આ શ્રાવકકુળનો પ્રભાવ છે. આ બનાવ ઉપર ટીકા કરતાં ભગવાન શ્રી કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્યજી મહારાજ જણાવે છે કે શ્રાવકપણામાં સંતુષ્ટપણાની હદ કયાં છે તે આથી સમજાય છે. રાજા પિતે બોલાવીને પ્રધાનપદ લેવા માટે આગ્રહ કરે છે છતાં કલ્પક તેને એ ભાવનાથી પ્રતિકાર કરે છે કે મને ખોરાક પિોષાક તે મળે છે પછી વળી મારે પ્રધાનપદરૂપ પા૫પંકમાં પડવાની શી જરૂર છે? હવે વિચાર કરો કે આ કેવી સ્થિતિ છે? સાચા પિતાનું કર્તવ્ય. કલ્પક પિતે રાજાને પ્રધાનપદ લેવાની ના પાડે છે તેથી રાજા ગુસ્સે થશે તેને પણ તે વિચાર નથી કરતા અને પોતાની ફરજ બજાવે જાય છે એ જૈનકુળની મહત્તાનીજ ખૂબી છે. પરિશિષ્ટપર્વમાં વધુમાં ચાણક્ય અને ચંદ્રગુપ્તનું ઉદાહરણ પણ નોંધવામાં આવ્યું છે. ચાણકયના પિતાને ત્યાં જ્યારે ચાણ્કયને જન્મ થયો ત્યારે ચાણકયના મેંઢામાં દાંત હતા દાંત સાથેજ પુત્રને જન્મેલો જોઈને ચાણકયના પિતાએ જ્યોતિષીને બોલાવ્યો અને જોતિષીને કહ્યું કે આ બાળક દાંતની સાથે જ જમે છે એનું ફળ શું હોવું જોઈએ? જોતિષીએ ઉત્તર આપ્યો કે આ બાળકના દાંત છે તેનું ફળ એવું થશે કે આ બાળક માટે થશે ત્યારે રાજા થશે !” જ્યોતિષીના આ શબ્દો સાંભળીને ચાણક્યના પિતાએ તે તરતજ કાનસ મંગાવી અને તે બાળકના દાંત ઘસી નાંખવા માંડ્યા. દાંત ઘસતી વખતે છોકરાને પીડા થઈ હશે તે રડ્યો હશે તેણે દુ:ખના પોકારો પણ કર્યા હશે પરંતુ ચાણકયના પિતાએ તે કાંઈ પણ ગણકાર્યું નહિ અને તેને દાંત ઘસી નાંખ્યા ! ચાણકયને પિતા ઘાતકી હતું રાક્ષસ હતો અથવા ક્રૂર હતો એમ ન માનશે. તેણે ચાણક્યના દાંત એ જ આશયથી ઘણી નાંખ્યા હતા કે દાંત હોવાથી આ છોકરે રાજા થશે અને તે રાજા થઈને દુર્ગતિને ભાગીદાર થશે તેના કરતાં રાજાપણાના કારણરૂપ આ દાંતજ ઘસી નાંખવા જોઈએ કે તેથી છોકરો રાજા પણ ન થાય અને દુર્ગતિને ભાગીદાર પણ ન થાય! કલપના પણ કંપાવે છે. એક તરફ ચાણકયના પિતાની સ્થિતિનો વિચાર કરે અને બીજી તરફ આપણી આજની સ્થિતિને વિચાર કરે. આપણી આજની સ્થિતિ કેવી ભયંકર છે તેનો વિચાર કરે. આજે આપણને પાંચ પૈસા મળવાના હેય તે આપણે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034469
Book TitleAnand Sudha Sindhu
Original Sutra AuthorN/A
AuthorSagaranandsuri
PublisherNaginbhai Manchubhai Jain Sahityoddhar Fund
Publication Year1938
Total Pages376
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy