SearchBrowseAboutContactDonate
Page Preview
Page 222
Loading...
Download File
Download File
Page Text
________________ આનંદ-સુધાસિંધુ. (૧૯૪) સુધાબંદુ ૧ લું. બીજું કાંઈ સાધ્ય નથી એવું જેના આત્મામાં કર્યું છે, તે જ આત્મા ચેથા ગુણસ્થાનકને માટે લાયક છે. જગતમાં આખરે મેક્ષ એજ એક પામવા લાયક ચીજ છે બીજું કાંઈ પામવા લાયકજ નથી એજ ઈષ્ટ છે અને એજ ધ્યેય છે એવું જેનામાં કર્યું છે, તે આત્મા જરૂર ચેાથે ગુણસ્થાનકે છે એમાં કંઈ શક નથી. લડાઈના કેદી તરીકે શત્રુના કબજામાં ગએલે માણસ શત્રુના રક્ષણ માટે કિલો ચણે છે પરંતુ તેના હદયમાં તે એજ લાગણી જવલંતપણે રહેલી હોય છે કે કયારે લાગ મળે છે અને આ શત્રુના કિલ્લાને ઉડાવી દઉં ! શત્રુને તાબે થએલો યુદ્ધને કેદી જે કોઠારમાંથી પોતાનું અનાજ આવતું હોય તેજ કેકાર જે કદી હાથમાં આવી જાય તે તેને સુરંગ લગાડીને ઉડાવી દેતાં કદી પણ ડરતે નથી અથવા પાછી પાની કરતું નથી. મેક્ષ અને ભવ સરખા કયારે? આપણે કેદીનું જે દષ્ટાંત લીધું છે તેજ દષ્ટાંત બરાબર અહીં પણ લાગુ પાડવાનું છે. શરીર અને શરીરના ભેગેપગ એને આશ્રય કરીને આત્મા રહેલો છે પરંતુ તે આત્માની ઈચ્છા એવીજ હેવી જોઈએ કે કયારે સમય મળે છે એટલે આ શરીરાદિનો વ્યવહાર છોડી દઉં અને એક માત્ર મોક્ષનીજ આરાધના કરવા માંડું! આવી મનવૃત્તિ જ્યારે થાય છે ત્યારે તે આત્મા એથે ગુણસ્થાનકે છે. ચેથા ગુણસ્થાનકથી આ ભાવના આરંભાય છે તે છેક તેરમાં ગુણસ્થાનક સુધી કાયમ રહે છે. જ્યારે કર્મના કિલ્લાને વિનાશ થાય છે, તેને અંત આવે છે ત્યારેજ આ ભાવના પણ જાય છે. તેરમે ગુણસ્થાનકે જ્યારે આમાં આવે છે અને તેના કર્મોને નાશ થઈ જાય છે ત્યારે તેને પછી આવી ભાવના રહેવા પામતી જ નથી. જે આત્મા તેરમે ગુણસ્થાનકે આવેલું છે તેને એવા વિચારોની જરૂરજ હતી નથી કે મારા લશ્કરને વિજય થાઓ કે કર્મના કિલ્લાને નાશ થાઓ. મેક્ષને વિચાર પણ તેને કરવાપણું હોતું નથી. તેરમે ગુણસ્થાનકે આવેલે આત્મા સઘળા કર્મોથી નિવૃત્ત થયો છે અને મોક્ષના દ્વારમાં ઉભે છે પછી તેને મોક્ષને વિચાર કરવાપણું ન હોય એ વાત સરળ અને સમજી શકાય તેવી છે પરંતુ તે સાથે યાદ રાખવાનું છે કે જે વાત તેરમે ગુણસ્થાનકે પડતી મૂકવાની છે તેજ વાત જે પહેલેથી જ પડતી મૂકીએ તે પછી આપણો પત્તો લાગવાને નથી. તેરમે ગુણસ્થાનકે મેક્ષ અને ભવ સરખા છે તેમાં ગુણસ્થાનકે પહોંચેલાને સાધ્ય અપૂર્ણ નથી તેમને કોઈ સાધવાનું અથવા મેળવવાનું બાકી નથી આટલાજ કારણથી તેરમે ગુણસ્થાનકે જેઓ વિરાજમાન છે તેમને વિચારોને અને અવકાશ રહેલે નથી. મનનને અવકાશ ક્યારે હેય? તેરમે ગુણસ્થાનકે સાધ્યની અપૂર્ણતા નથી તેમને કાંઈ મેળવવાનું બાકી નથી કેઈ જાતની તૂટી નથી આથી તેમને વિચારોનો અવકાશ નથી. હવે એવો પ્રશ્ન થવો સ્વાભાવિક છે કે જે તેરમા ગુણસ્થાનકવાળાને માટે વિચારણીય પદાર્થો નથી તે પછી ભાવમનની હસ્તી ત્યાં ભલે હોય પરંતુ દ્રવ્યમનની હસ્તી ત્યાં કેવી રીતે કપી શકાય ? મનનને અવકાશ નથી મનન જેવી કોઈ ચીજ નથી તે પછી મનનની હસ્તી છે એમ ક૨વું અશક્ય છે. જાણવાને ઉપગ નથી. જાણવા પદાર્થોજ નથી છતાં જ્ઞાન છે એમ માનવું જેમ અશકય છે તેજ પ્રમાણે મનન નથી પરંતુ મન છે એ www.umaragyanbhandar.com Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
SR No.034469
Book TitleAnand Sudha Sindhu
Original Sutra AuthorN/A
AuthorSagaranandsuri
PublisherNaginbhai Manchubhai Jain Sahityoddhar Fund
Publication Year1938
Total Pages376
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy