SearchBrowseAboutContactDonate
Page Preview
Page 213
Loading...
Download File
Download File
Page Text
________________ આનંદ-સુધાસિંધુ. સુપાબિત ૧ છે. મનના ૫ગલેનું કાર્ય. આત્મા ચેથા ગુણસ્થાનકે આવે છે એટલે તે મોક્ષનું સારું કરવાના વિચારો સેવવામાં પ્રવૃત્ત બને છે. ચોથા ગુણસ્થાનકથી મોક્ષનું સાટું આરંભાય છે તે બારમા ગુણસ્થાનક સુધી ચાલુ રહે છે. એ સઘળા સમય દરમ્યાન આત્માએ મોક્ષનો વિચાર કરે કર્તવ્ય છે. જ્યાં બાર ગુણસ્થાનક પૂરા થાય છે અને જીવાત્મા તેરમા ગુણસ્થાનકમાં પ્રવેશ કરે છે કે તેજ પળે મોક્ષનું સાટું થઈ જાય છે. હવે તેને કોઈપણ વિચાર કરવાનો બાકી રહેવા પામતેજ નથી. એજ દષ્ટિએ સ્પષ્ટ થાય છે કે તેરમે ગુણસ્થાનક મક્ષ બાકી છે પરંતુ ત્યાં વિચારેને અવકાશ હેતું નથી. તેમાં ગુણસ્થાનકે પહેલા આત્માને ભાવમન હેય છે દ્રવ્યમનના પુદગલે પણ હોય છે પરંતુ તેમને મનન કરવાપણું હોતું નથી. ત્યારે હવે અહીં એ પ્રશ્ન ઉપસ્થિત થશે કે “જે અહીં મનન નથી તે પછી મનના પુદગલનું શું કામ લેવું જોઈએ?” આ પ્રશ્નનો ઉત્તર સમજવા જેવો છે. ઈ. સ. ૧૯૧૪માં એટલે આજથી વીસ વર્ષ ઉપર જર્મની અને બ્રિટન વચ્ચે વિશ્વયુદ્ધ થયું હતું. આ યુદ્ધમાં એક બીજાએ પ્રતિપક્ષીના સૈનિકોને કેદી તરીકે પકડ્યા હતા. આ કેદીઓ પરસ્પર શત્રુઓના હાથમાં સપડાએલા હતા પરંતુ જે તેમના અંતર કઈ તપાસી જોયા હેત તે તેમાં, શત્રુઓ પ્રતિ ભયંકર વેર લેવાની ભાવના શું ન માલમ પડી હોત? કમને મહાસંગ્રામ. આવા સંજોગોમાં એક પ્રજાના કારાવાસમાં પડેલો માણસ શત્રુને મારતાં પિતાને છોકરો મરી ગએલે સાંભળે છે તેથી તેને દિલગીરી નહિ થાય, પણ આનંદજ થાય! તેની છાતી વેંત વેંત ઉંચે આવે અને તે આનંદમાં મશગુલ બની જાય! દીલગીરીને તેને સંકલ્પ પણ થાય નહિ, બાપ પોતાના વરપુત્ર વીરકાય કરતાં મરી ગએલા હોવાથી પિતાને વીરપિતા અને માતા પિતાને વીરમાતા માને ! જેમ રણ સંગ્રામમાં માતાપિતા પોતાના પુત્રના મરણથી પિતે ગર્વ લે છે તે પ્રમાણે અહીં જે કર્મરૂપી મહાબળવત્તર શત્રુ સાથે યુદ્ધમાં નથી ઉતરી શકે તે તેને અત્યંત શાક પાળે છે. અહીં એક વાત યાદ રાખવાની છે કે જે આત્માએ કર્મ જીત્યા છે અર્થાત કે જેણે કર્મોને ખપાવ્યા છે અને જેના સંયમી માતાપિતા એવા વિજેતાને કર્મવીર માને છે તે ક્ષેપક શ્રેણીવાળો આત્મા પણ જે પિતાની એ સ્થિતિને વિષે અભિમાન ધારણ કરે, તે સમજી લેવું કે તેનું જ્ઞાન મિથ્યા છે એટલું જ નહિ પરંતુ તે આત્મા ચેાથે ગુણસ્થાનકે જ રહે છે. આત્મા પોતે કર્મના મહાસં. ગ્રામમાં નથી ઉતર્યો, તે માટે તેને જ્યાં સુધી શેક થતું નથી, ત્યાં સુધી તેને ચેથા ગુણસ્થાનકની પ્રાપ્તિ પણ થતી નથી. જેથા ગુણસ્થાનકની પ્રાપ્તિ ત્યારે જ છે કે જ્યારે આત્માને પિતે કર્મસંગ્રામમાં ન ઉતરી શકાવા માટે પ્રચંડ ખેદ થાય છે! ખરી રીતે જોઈએ તે જગતમાં પણ બેજ સમૂહેનું અસ્તિત્વ છે. એક માને ઈચ્છનારે જનસમુદાય તે મોક્ષસમૂહ અને બીજે સંસારને ઈચ્છનારો સમુદાય તે સંસારસમુહ. ચેાથે ગુણસ્થાનકે આવનારો આત્મા આરબ, પરિગ્રહ, વિષય, કષાયને છોડતો નથી. ત્યારે હવે આવા આત્માને તમે મોક્ષસમૂહમાં રહેનારા માનશે કે સંસારસમૂહમાં રહેનાર માનો વારૂ? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034469
Book TitleAnand Sudha Sindhu
Original Sutra AuthorN/A
AuthorSagaranandsuri
PublisherNaginbhai Manchubhai Jain Sahityoddhar Fund
Publication Year1938
Total Pages376
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy