SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪ મદદગાર થઈ પડે છે અને તેનુંપણું કેટલું બધું મહત્વ છે એ પણ ઠીક સમજાવ્યું છે. પ્રાન્ત શિયાળથી માર ખાતા આપણા સિંહને ગાડી અનાદિ કર્મ, અનાદિકર્મ સંયાગ, અને અનાદિ ભવ એ અનાદ્રિયની ત્રિપુટીના નાશ કરી આત્મકલ્યાણ સાધવા ઉપદેશ કર્યો છે. ૧૨ ખારમા વ્યાખ્યાનમાં ‘માનવ દેહની મહત્તા' વિષે જણાવવામાં આવ્યું છે. જો કે દેવપણું એ કાષ્ઠ અપેક્ષાએ મનુષ્યપણા કરતાં ચઢીયાતું ગણવામાં આવેલ છે, પણ તે તા કેવળ સૈાતિક દ્રષ્ટિએજ; આધ્યાત્મિક દ્રષ્ટિને લક્ષમાં રાખીને આ બન્નેનું નિરીક્ષણ કરવામાં આવે તે નિર્વિવાદપણે મનુષ્યપણુંજ સર્વોત્તમ ગણાય, એ કથનની પુષ્ટિમાં નાના પ્રકારની આપણા દીલમાં સહેજે ઉતરી શકે એવી દલીàા રજુ કરી છે, અને કેટલીય શુભ પ્રવૃત્તિએ આદરી હોય અને કેટલુંય તપ કર્યું હોય ત્યારે મનુષ્યપણુ પ્રાપ્ત થાય છે એમ બહુ સુંદર રીતે પુરવાર કર્યું છે. સાથે સાથે એ પણ સારી રીતે ઠસાવ્યું છે કે કેટલાા માને છે તેમ (૧) ઈશ્વર કર્તા તરીકે માનવાની વાત, (ર) તેમજ પરસ્પર બદલાના સિદ્ધાંત એટલે કે આપણે એક જીવને આ ભવમાં હેરાન કરીએ તેા બીજા ગમેતે ભવમાં એજ જીવ આપણે એને જે દુઃખ આપ્યું હોય તેના ખલે લે–એ કાષ્ઠ પ્રકારે માન્ય રાખી શકાય તેવાં નથી, પણ ખરો સિદ્ધાંત તેા એજ હાઈ શકે કે જીવ જેવા પરિણામથી જેવા પ્રકારના કર્માના આંધ કરે છે તે બંધનાજ કારણે એ આગળ ઉપર એનુ ફળ મેળવી લે છે. ક કર્મોના સ્વભાવેજ થાય છે અને ફળ પણ કર્મના સ્વભાવેજ થાય છે. જો કે કર્મથી જન્મ અને જન્મથી કર્મ આમ જન્મકર્મની પરપરા ખીજ અને અંકુરની પરંપરા જેવી ચાલ્યા કરે છે અને ઘઉંના બીજથી જેમ ઘઉંનાજ અસૂર નીકળે; છતાં પણ ખેડુતના હાથમાં એ તાકાત છે, એવુ જ્યારે પેાતાના મનમાં આવે છેત્યારે એ બીજને ખાળીને ખાખ કરી નાંખે છે અને અંકુર ઉત્પન્ન કરવાની તમામ શક્તિના નાશ કરી શકે છે, તેજ પ્રમાણે આત્માપણુ જ્યારે પાકા નિશ્ચય કરીને ઉદ્યમ કરે છે ત્યારે એ પણ જન્મ કર્મના સદંતર નાશ કરી શકે છે અને આમ નાશ કરીને અનાદિથી ચાલી આવતી જન્મ કર્મની પરંપરાને તાડી નાંખે છે. આ સિદ્ધાંત તરફ આપણું લક્ષ ખેંચી મનુષ્યપણું પ્રાપ્ત કર્યું છે તે તેનું સાર્થક કરવા માટે આપણું ખરૂં સાધ્ય સંસાર ભ્રમણના નાશ કરવાનું છે તે ખરાબર ધ્યાનમાં રાખી, ધર્મનું આરાધન કરતાં ધન ધાન્ય, વૈભવ વિલાસ, ઋદ્ધિસમૃદ્ધિ જેવી સાંસારિક વસ્તુઓ આવી મળે તેા તેને ધર્મનું આનુષંગિક કૂળ ગણી. ખેતરમાં પુરવામાં આવતા ખાતરની માફક ધર્મની વધુ પ્રાપ્તિમાંજ તેના ઉપચાગ કરવાની દૃષ્ટિ રાખવી શેખએ એ ભારપૂર્વક દર્શાવ્યું છે, આ સાધ્યને પ્રાપ્ત કરવા માટે પરમ અસોંદ્રિય જ્ઞાનવાન પરમાત્માએ સંવર અને નિરાના માર્ગ બતાવ્યા છે, તે માગે આગળ ચાલવું જરૂરનું છે, અને એ માર્ગથી વિપરીત માગે દોરવી જાય એવા સંસ્કારી ન પડે તેને માટે પૂરેપુરી કાળજી રાખવી જોઇએ. બાલ્યાવસ્થામાં જેવા સૌંસ્કારો નાખવામાં આવે છે તેવા સકારા આખાય જીવનપર્યંત ચાલુ રહે છે. તેથી સુસ`સ્કારી બાળપણથી પ્રાપ્ત થાય એવી કાળજી રાખવામાં આવેતેાજ માનવ દેહની સફળતા થઈ શકે. આ વ્યાખ્યાનના એ છેવટના ઉપદેશ છે. ૧૩ તેરમા વ્યાખ્યાનમાં પ્રશસ્ત રાગદ્વેષ વિષે ઘણું સુંદર અને આધદાયક વિવેચન કર્યું છે. પ્રાણીમાત્રને તે પાંચ વર્ષ જીવતા રહે કે પચાસ વર્ષ વતા રહે કે ક્રેડપૂર્વ સુધી જીવતા રહે, તાપણ તેને ભવસાગરની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034469
Book TitleAnand Sudha Sindhu
Original Sutra AuthorN/A
AuthorSagaranandsuri
PublisherNaginbhai Manchubhai Jain Sahityoddhar Fund
Publication Year1938
Total Pages376
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy