SearchBrowseAboutContactDonate
Page Preview
Page 178
Loading...
Download File
Download File
Page Text
________________ આનંદ-સુધાસિંધુ. (૧૫) સુષાબિંદ૧લું ઉપાધિવાળે ઇશ્વર કરતાં તે આપણે બધા લાખ દરજજો સારા છીએ-ભાગ્યશાળી છીએ! ઈશ્વરની ઉપાસના ! ભલા-અગર જે આ સમગ્ર દુનિયાની વ્યવસ્થા ઈશ્વરની કઈ પણ પ્રકારની મદદ વગરજ વસ્તુમાત્રને પોતપોતાના સ્વભાવ પ્રમાણેજ થાય છે અને જે આ સૃષ્ટિને રચનાર ઈશ્વર કોઈ નથી, એમ માનવામાં આવે તે પછી ઈશ્વરને માનવાની જ જરૂર શી રહી? તે પછી ઈશ્વરને શા માટે માન, પૂજે. કે એની ઉપાસના કરવી? અગર એના વગરજ આ સૃષ્ટિની રચના સંભવિત છે તે તે પછી પેલા ચાવક મત પ્રમાણે ઈશ્વરની સત્તાને જ ઈન્કાર કરવામાં આવે તે શું હરકત? મહાનુભાવો! આ ગહન દેખાતી વાતને જરાક ઉંડા ઉતરીને વિચાર કરો એટલે એનું સમાધાન તમને આપોઆપ મળી જશે કે-ઈશ્વરની સત્તા શા માટે માનવી ! સૌથી પહેલાં એ વસ્તુ ધ્યાનમાં લેવાની જરૂરત છે કે-આ સુષ્ટિ-દુનીયા-સંસારની મર્યાદા, જેટલી સચરાચર વસ્તુઓ આપણી આ સ્થલ-ચર્મ–ચક્ષુથી જેવામાં આવે છે તેટલા પૂરતી જ નથી. આ બાહ્ય રૂપે દેખાતા સ્થળ સંસારની પાછળ એક મહાન, અતિ મહાજૂ અને અતિ ગહન એવી આંતરિક સૃષ્ટિ ઉભી છે કે જેનું દર્શન ન તે આપણે આપણી આ સ્કૂલ ઇન્દ્રિયો દ્વારા કરી શકીએ કે ન તે આપણે જેનો ઉકેલા આપણી સ્કૂલ બુદ્ધિથી લાવી શકીએ છીએ! એ આંતરિક સૃષ્ટિને સમજવાને માટે આપણી આ સ્થળ બદ્રિય અને સ્થળજ્ઞાન એ બનેથી ભિન્ન કોઈ બહુજ મહત્વની વસ્તુની આવશ્યક્તા પડે છે, કે જે વસ્તુની પ્રાપ્તિ થયા પછી જ સંસારની વિચિત્રતા સંબંધીના કોકડાને ઉકેલ શકય થાય છે ! અને આ મહત્વની વસ્તુ તે અદ્રિયજ્ઞાન! એ મહાન જ્ઞાનની જેને પ્રાપ્તિ થાય તે તે વસ્તુને બરાબર જુએ છે, અને તે જે જોઈ શકે તેજ ઈશ્વર ! જે મનુષ્ય પિતાની આત્મશકિતને એટલી હદ સુધી ખીલવે છે તે જ ઇશ્વર સમજ! એ અતીન્દ્રિયજ્ઞાન-કેવળજ્ઞાન-દ્વારા જ્યારે એ સમગ્ર સંસારના બધાય ત યથાસ્થિત જાણે છે ત્યારે એ આપણુ જેવા પામરના ઉપકાર માટે એ વસ્તુઓ આપણને સમજાવે છે ! જીવ, સ્વર્ગ, પુણ્ય, પાપ, આશ્રવ, સંવર, બંધ, નિર્જરા, મેક્ષ ઈત્યાદિ, તનું જ્ઞાન એ કઈ માનવી બુદ્ધિનું ફળ નથી પણ એ પરમજ્ઞાનવાનું અતિક્રિયજ્ઞાનવાન પરમાત્મા એ યથાસ્થિતપણે જાણેલ વસ્તુઓનો આપણને મળેલો વારસો છે ! જગતના આંતરિક તનું આપણને દર્શન કરાવ્યું એટલા વાસ્તે અને સાથે સાથે ઇશ્વર ઉપાસનાના ફળરૂપે આપણે પણ ઇશ્વર સમાન થઈ શકીએ છીએ એટલા માટે ઇશ્વરની સત્તા અને પૂજા માનવા અનિવાર્ય થાય છે. આ ક્ષણભંગુર ગણાતા માનવદેહદ્વારાજ ઐશ્વરિય આત્મસિદ્ધિની સફળતા માનવામાંજ જૈનદર્શનકારની વિશિષ્ટતા છે! અને એ સિદ્ધિનું સાધન ઇશ્વર ઉપાસનાજ છે ! માતાપિતા અને શિક્ષણ! મહાનુભાવો ! અત્યાર સુધી તમે તત્વજ્ઞાનની સારી સારી અને મોટી મોટી વાત તે સાંભળી ! હવે જરા તમારી પિતાની પણ વાત સાંભળતા જાઓ !-તમે બધા સમજુ છે. વણિકબુદ્ધિ તમારા બધાયમાં ખુબ ખુબ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034469
Book TitleAnand Sudha Sindhu
Original Sutra AuthorN/A
AuthorSagaranandsuri
PublisherNaginbhai Manchubhai Jain Sahityoddhar Fund
Publication Year1938
Total Pages376
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy