SearchBrowseAboutContactDonate
Page Preview
Page 172
Loading...
Download File
Download File
Page Text
________________ આનંદ-સુધાસિંધુ. (૧૪૪) સુધાબિંદુ ૧ લું. તે સાચું જ કરે! હીરો હીર જ રહે!!! આત્મા શા માટે? ભલા જે-ઉપર કહ્યું તે પ્રમાણે-કર્મ પણ કર્મથીજ થાય અને ફળ પણ કર્મથીજ થાય તે પછી જીવને શું કરવાનું બાકી રહ્યું? ઉલટું આ પ્રમાણે કર્મ, જન્મની પરંપરા માનવામાં તે આત્મા બકરીના ગળાના આચળ જે અન્યથા સિદ્ધ માનવે પડશે એટલું જ નહિ પણ એ આંચળ જેમ સુખના બદલે દુઃખરૂપ પરિણમે છે (-કારણ કે બકરીને પકડવી હોય તો એ આંચળથી એ સહેલાઈથી પકડી શકાય છે-) એજ પ્રમાણે એ આત્મા પણ આપત્તિરૂપ થઈ જાય છે. એમ માનવામાં આત્માને બીચારાને કર્મ જન્મની ગડમથલમાં વચમાં નિરર્થક અથડાવું પડે છે અને કેવળ દુઃખનાજ ભાગીદાર બનવું પડે છે. તે પછી એવા આત્માને માનીને ફાયદે શું? મહાનુભા! આ વસ્તુને જરા વધારે ઉંડા ઉતરીને વિચાર કરો ! આમ કેવળ ઉપલક દષ્ટિથી જ આ નિર્ણય ન કરશો. ઉપર શાસ્ત્રકાર કહી ગયા કે કર્મથી જન્મ, જન્મથી કમ આમ જન્મકર્મની પરંપરા બીજ અને અંકુરની પરંપરા જેવી ચાલ્યા કરે છે! જેવું બીજ હોય તે અંકુર ઉગે છે. ઘઉંના બીજથી ઘઉંને જ અંકુર નીકળવાને. એમાંથી કદી પણ બાજરીનો અંકુર નીકળે સાંભળે છે ખરે? આમ એક તરફ બીજ અને અંકુર પોતપોતાના સ્વભાવે જરૂર ચાલ્યા જાય છે પણ બીજી તરફ એ બીજને રેપનાર ખેડત અને એનું પિષણ કરનાર પાણીનો પણ એ અંકર ઉગવામાં જે હિસ્સો છે એને ઈન્કાર કરી શકે? વળી એ બીજ વાવવાના સારા યા ખોટા પાકનો ભાગીદાર પણ એ ખેડૂતજ થાય છે ને? તે જ પ્રમાણે જન્મકર્મની પરંપરામાં પણ જે કંઈ સારું બેટું થતું હોય તેને માલીક કઈ જ જોઈએને! અને તે માલીક તે આત્મા પિતેજ! વળી આ તરફ જેમ ખેડુતના હાથમાં એ તાકાત છેજ કે જ્યારે પોતાના મનમાં આવે છે ત્યારે એ બીજને બાળીને ખાખ કરી નાખે છે અને અંકુર ઉત્પન્ન કરવાની તમામ શક્તિ નાશ કરી નાખે છે. એ જ પ્રમાણે આત્મા પણ જ્યારે પાકે નિશ્ચય કરીને ઉદ્યમ કરે છે ત્યારે એ પણ જન્મકમને સદંતર નાશ કરી શકે છે, અને આમ નાશ કરીને અનાદિથી ચાલી આવતી જન્મકર્મની પરંપરાને તેડી નાખે છે! જુદા પ્રકારના કર્મ કરવા અને જુદા પ્રકારનું ફળ મેળવવું એ વાતમાં, અલબત્ત, આત્મા સમર્થ નથી જ ખેડુતને પણ ઘઉં વાવીને ઘઉંજ લણવા પડે છેને! પણ એને નાશ કરવાની સઘળી શક્તિ તે આત્મામાં રહેલી છે, અને એ શકિત ફેરવવામાં જ આત્માને ખરે ઉદ્યમ રહેલો છે. અગર આ શકિત માનવામાં ન આવે તો તે પેલા “ગગાનદત્તના આત્મા પણ નકામેજ ગણાય, પણ એ શક્તિના અસ્તિત્વમાં આમાનું અસ્તિત્વ ઉજવળ બને છે !' ધમની જડ. મહાનુભાવે! આ પ્રમાણે આત્મતત્વનું અસ્તિત્વ સ્વીકાર કરવાની સાથેજ તમે સમજી શક્યા હશે કે એ આત્મામાં કેટલી શક્તિ સમાયેલી છે. ખેડુત એ ખેતીને સર્વ પ્રકારે સ્વામી છે. ચાહે તે એ એને સદંતર નાશ કરે છે. ચાહે તે સુંદર પાક પેદા કરીને જગતના ચરણે ભેટ ધરે છે. આ આત્માને મનુષ્યપણું મળવું જોઈએ. બસ પછી આત્મા સર્વ સત્તાવાળ બની જાય છે. કર્મનાજ કારણે એને મનુષ્યપણું મળે છે, કર્મનાજ કારણે એને શરીરપર્યાપ્તિ મળે છે, આ બધુંય છતાં એ મનુષ્યપણાને નવા કર્મ કરતું અટકાવવાની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034469
Book TitleAnand Sudha Sindhu
Original Sutra AuthorN/A
AuthorSagaranandsuri
PublisherNaginbhai Manchubhai Jain Sahityoddhar Fund
Publication Year1938
Total Pages376
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy