SearchBrowseAboutContactDonate
Page Preview
Page 165
Loading...
Download File
Download File
Page Text
________________ આનંદ-સુધાસિંધુ. (૧૩૭) સુધાબ ૧ હું માનવદેહની મહત્તા સાધનની જરૂર શાસ્ત્રકાર મહારાજ ન્યાયાચાર્ય શ્રીમાન્ યવિજયજી ઉપાધ્યાયજી મહારાજ શ્રી જ્ઞાનસાર અષ્ટકની રચના કરતાં થકા સૂચવી ગયા છે કે સમસ્ત સંસારના જીવ માત્ર કઈ કઈ રીતિએ કયા કયા પ્રકારે અને કેવા કેવા પ્રકારે આ અનાદિ ગણાતા સંસારમહાસાગરમાં અસંખ્ય ભવરૂપી મહા ભ્રમણનાં-વમળમાં ભમ્યા કરે છે, ગોથા ખાધા કરે છે, અને પિતાના આત્મતત્વનું જ્ઞાન-ભાનસાન ભૂલી બેસે છે, અને સાથે સાથે એ મહા વમળામાં ફસાયેલો જીવ એ ભયંકર વમળોના પાશમાંથી મુક્ત થઈ તે પિતાના આત્મસ્વરૂપને પ્રાપ્ત કરવા ચાહે તે તેણે કયા કયા સાધનો દ્વારા કયા કયા ગુણે પ્રાપ્ત કરવાના હોય છે, અને એ ગુણની પ્રાપ્તિ કયારે થાય છે, અને એ ગુણની સદ્ભાગ્ય પ્રાપ્તિ થયા પછી દરેક જીવ કયા કયા ગુણઠાણામાં કેવા કેવા પ્રકારની વિશિષ્ટ દશા ભોગવે છે. મહાનુભાવો! શાસ્ત્રકાર, તત્વજ્ઞાનીઓ અને આત્મતત્વના ઉપાસકે આ સંસારને આત્માના માટે એક મહાન બંધનરૂ૫ વર્ણવી ગયા છે. જ્યાં સુધી એ સંસારની એને લપ વળગેલી રહે ત્યાં સુધી એ પરમાત્મા બનવાની પરમ શક્તિવાળો આત્મા પણ, પાંજરામાં પુરાયેલા મહાન બળશાળી કેસરીની માફક, સાવ રાંક અને બળહીન બની રહે છે. એટલા માટે એ આત્મતત્વને અને એ પરમશક્તિને સાક્ષાત્કાર કરવા ઈચ્છનાર માણસે સૌથી પહેલાં એ આત્મશક્તિને અવરોધ કરી રાખનાર સંસારની બેડીના ટુકડેટુકડા કરી નાખવા ઘટે, અને એટલાજ માટે શાસ્ત્રોમાં એ બેડીને તેડવાના અથવા તે એ સંસાર-મહાસમુદ્રને ઓળંગવાના સાધનનું ખૂબ ખૂબ વિસ્તારપૂર્વક વર્ણન કરવામાં આવ્યું છે. એટલે એ તે સાવ દેખીતી વાત છે કે, નાનાથી લઈને મહાનમાં મહાન કાર્ય સુધીનું, કઈ પણ કાર્ય એવું નથી કે જે કંઈ પણ પ્રકારના સાધનને ઉપયોગ કર્યા વગર માત્ર એમને એમ સિદ્ધ થઈ શકે. એટલે સૌથી પહેલું કાર્ય, દરેક પ્રાણીનું એજ થાય છે કે આવા ઉત્તમ સાધનેને ગોતી કાઢીને એનો ઉપયોગ શરૂ કરે. સાધન હશે તો સાધ્ય મળશે. જ્યાં સાધનજ નહિ હોય ત્યાં સાધ્યને પડછાયો પણ કયાંથી મળવાને? ઝાડ હોય તેજ કેરી મળે એ સાવ દેખીતું સત્ય છે, અને સાધને બતાવવામાં જ આપણું પવિત્ર શાસ્ત્રોની સફળતા છે !!! Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034469
Book TitleAnand Sudha Sindhu
Original Sutra AuthorN/A
AuthorSagaranandsuri
PublisherNaginbhai Manchubhai Jain Sahityoddhar Fund
Publication Year1938
Total Pages376
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy