SearchBrowseAboutContactDonate
Page Preview
Page 162
Loading...
Download File
Download File
Page Text
________________ આનંદ-સુધાસિંધુ (૧૩૪) સુધાર્ષિ ૧ લું. (ચે છે અને આત્માની મોટી સાધનાને કેઈકઈ વખત માટીમાં મેળવી લે છે! અને આટલાજ માટે શાસ્ત્રકારોએ પ્રમાદને મહા પાપનું કારણ માન્યું છે. જ્યાં પ્રમાદ પેઠે ત્યાંથી આત્મવિચારણું પલાયન થવાની! આળસુ માણસનું કંઈ ભલું થાય છે? આળસના ઉપાસકો તે પિલા વાજદલી શાહના એદીઓની માફક પડયા પડ્યાજ પુરા થવાને સર્જાયા હોય છે. સ માણસનું જગતમાં કેવું સ્થાન છે એ વાત તમને વધારે સમજાવવી પડે એમ નથી ! ઉદ્યમશીલની જ દુનિયા છે. ઉદ્યમ કરનાર માણસ પત્થરમાંથી પાણી કાઢી બતાવે છે અને ધૂળમાંથી ધાન પેદા કરે છે. એ વાત જગજાણીતી અને જુગ જુની છે ! જ્યાં સંસારવ્યવહારમાં પણ ઉદ્યમશીલ અને જાગ્રત રહ્યા વગર ન ચાલતું હોય ત્યાં આત્મઉદ્ધારના પંથમાં તે એની અથાગ અનેકગણું જરૂરત હોય એ બેને બે ચાર જેવું સહેજે સમજી શકાય એવું સત્ય છે. જાગનાર મેળવે અને ઉંઘનાર ગુમાવે છે ! એ કર્મના પંજામાં ન પડી જવાય એ માટે સદૈવ સચેત રહેવું! અને એમાંજ આમાનું શ્રેય છે! વેષનું મહત્વ ! કેટલાક માણસોની, દીક્ષાની અત્યંત આવશ્યકતા નહિ હવામાં, એવી દલીલ છે કે-દીક્ષા લીધા છતાં એટલે કે સાધુ વેશધારણ કરવા છતાં પણ જે એ પાંચ મહાવ્રતનું બરાબર પાલન કરવામાં ન આવે અને અનેક પ્રકારની પ્રવૃત્તિઓમાં મગ્ન રહીને જીવન વિતાવવામાં આવે તે એ દીક્ષા લીધા છતાં પણ શું ભલું થવાનું? અને બીજી તરફ જે માણસના હૃદયમાં સંસારની વાસનાઓ ઉપર સાચેજ અણગમો પેદા થયો હોય તે માણસ એ પંચમહાવ્રતનું ઘરે બેઠા બેઠા પણું પાલન કરે અને દીક્ષાનો લેબાસ પહેર્યા વગર પણ આત્મકલ્યાણ કરે તો પછી દીક્ષાની શી જરૂર ? ટૂંકમાં એ લોકોનું કહેવું એવું છે કેમન ચંગા તો થર કા મન સારું હોય તે દીક્ષા વગર પણ કલ્યાણ કરી શકાય છે ! મહાનુભા! આ આખીય દલીલને એકજ જવાબ છે કે આસપાસના સંગે અને આસપાસની સામગ્રી માણસના આત્મા ઉપર મોટી અસર કરે છે. ઘણી વખત એ સામગ્રીઓની અસરે આત્મા ઉપર વિજ્ય મેળવ્યું છે, અને આત્માને સ્વકલ્યાણના પંથેથી પાછા વાળ્યો છે. એટલા માટે જે વસ્તુને આપણે ખરાબ માની, જે વસ્તુને આપણે આત્મઘાતક માની એ વસ્તુથી આપણે એટલા બધા વેગળા થઈ જવું કે જેથી એ વસ્તુને પડછાયે પણ આપણા ઉપર ન પડવા પામે! અરે મહાનુભાવો ! તીર્થકર જેવા સમર્થ પુરુષ કે જેમને મોક્ષ એ ભવમાં અવશ્યભાવી છે એવાને માટે પણ ગૃહત્યાગનું-દીક્ષાનું વિધાન કરવામાં આવ્યું છે, અને એવા પરમશકિતશાળી પુરુષોને પણ ઘર સંસારનો સર્વથા ત્યાગ કરીને દીક્ષાના માર્ગનું અનુસરણ કરવું પડયું હતું. તે પછી આપણા જેવા પામર આત્માઓની તે વાત જ શી કરવી ? મહાનુભાવો! દીક્ષાના પ્રશ્નના અંગે એક વેષ અને રૂપમાં કેટલી બધી અસર સમાયેલી હોય છે એ સમજવા જેવું છે. એક ઠેકાણે એવી કથા આવે છે કે-સીતાને રાવણ હરણ કરી ગયે. એ હરણ કરવા પાછળ રાવણની બીજી કઈ ભાવના ન હતી, પણ માત્ર પોતાની વિષયવૃત્તિથી ઉત્તેજિત થઈને જ તેણે આવું અપકૃત્ય કર્યું. સીતાને લઈ ગયા પછી તેને પિતાની જાળમાં ફસાવવામાં રાવણે અનેક કાવાદાવાઓ અને પ્રયત્નો કર્યા પણ એકેમાં એને સફળતા ન મળી ! છેવટે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034469
Book TitleAnand Sudha Sindhu
Original Sutra AuthorN/A
AuthorSagaranandsuri
PublisherNaginbhai Manchubhai Jain Sahityoddhar Fund
Publication Year1938
Total Pages376
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy