SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫ણું છે, જડ જીવન કરતાં પણ હળવું છે, અને એવા મનુષ્યને શાસ્ત્રકાર મહારાજા સંસી કે વિચાર શીલા માનતા નથી, પણ તેઓ તેજ આત્માને વિચારશીલ માની વાસ્તવિક રીતે એટલે દષ્ટિવાદોપદેશિકી સંજ્ઞાની અપેક્ષાએ સંજ્ઞી માને છે કે જેઓ, સ્પર્ધાદિક વિષયોમાં ઈચ્છાનિષ્ટની પ્રાપ્તિ તથા પરિહાર માટે કે આ ભવને અંગે ભૂત, વર્તમાન કે ભવિષ્યમાં થતી ઈચ્છાનિષ્ટની પ્રાપ્તિ કે પરિહાર માટે ઉદ્યમ કરતા હોય, પણ તેમાં તત્વષ્ટિ ન ગણતાં આત્માના સમ્યગ્દર્શનાદિક સ્વરૂપમાં આશ્રવસંવાદિના હેય અને ઉપાયપણામાં તત્વદષ્ટિ રાખી અતીત અને અનાગતના ભવભ્રમણથી ઉદ્વિગ્ન રહી આવ્યાબાધ મોક્ષપદની પ્રાપ્તિ માટેજ તત્પર રહે છે. ૬ છઠ્ઠ વ્યાખ્યાનમાં ઉપર જણાવેલી ત્રિપદીના જ્ઞાનની આવશ્યકતા ઉપર વિશેષ વિવેચન કર્યું છે. પોતાના સારા યા બીટા ભૂતકાળનું અને ઉજ્વળ ભવિષ્યકાળનું ચિત્ર ખેંચ્યા વગર ક માણસ પોતાની વર્તમાનદશાના સારા યા ખોટાપણાને સમજી શકે કે જ્યાંથી એને આત્માના ઉદ્ધારની પ્રેરણા મળી શકે ? આપણું વર્તમાન જીવન એ રેલ સમાન છે અને એને સારી રીતે ચલાવવા માટે ભૂતકાળ અને ભવિષ્યકાળના વિચારપી બે પાટાઓની અનિવાર્ય જરૂર છે. આ સંબંધમાં હેતુવાદોપદેશિકી અને દષ્ટિવાદોપદેશિકી-એવા સંજ્ઞાના બે વિભાગ જૈનસિદ્ધાંતમાં પાડેલા છે તે ઉપર આપણું લક્ષ્ય ખેંચી પ્રથમની સંજ્ઞાવાળા જીવોને અસંજ્ઞી અને બીજી સંજ્ઞાવાળાને વાસ્તવિક સંજ્ઞી ગણવામાં આવેલાં છે, અને બીજી દષ્ટિવાદે પદેશિકી સંજ્ઞાની અપેક્ષાએ મિલાદષ્ટિ માત્ર અસંસી અને સમ્યગ્દષ્ટિ માત્ર સંજ્ઞી કહેવાય એ વાત ખુબ હસાવવામાં આવેલી છે. જીવને, કર્મને, અને તેમના સંગને અનાદિ માનવામાં આવે તેજ જીવનને ખખરો ઉદ્દેશ ભૂલી જવાય નહિ, અને આત્માનું પતન થાય એવી ક્રિયા કરતાં આપણે અટકીએ, સાવ અનિવાર્ય અને ઓછામાં ઓછી હિંસાથી પોતાનો નિર્વાહ ચલાવવા આપણે તૈયાર થઈએ, અને માલમીલ્કતને વારસો આપી જવા કરતાં પવિત્ર ભાવનાઓને વારસો આપણા સંતાનને આપી જ જરૂર છે એ સમજી જઈએ. આ વિષયની ચર્ચા કરતાં રાત્રિભોજન, કંદમૂળ ભક્ષણ, ખાવાપીવાની અમર્યાદિતતા, રસનાન્દ્રિયથી થતી આપણી પરાધીનતા વિગેરે બાબતો દાખલા દલીલોથી બહુ યુક્તિપૂર્વક સમજાવી છે અને તે બાબતોનો ત્યાગ કેટલે બધે. જફરનો છે તે સાબીત કરી બતાવ્યું છે. તેની સાથે અમુક તિથિના દીવસોએ કે પર્વના દિવસોએ અમુક વ્રત પચ્ચખાણ કરવાની કેમ જરૂર છે તે પણ બુદ્ધિગમ્ય દલીલોથી સમજાવ્યું છે, અને અનાદિત્રયના મહત્વ ઉપર આપાગું ફરીથી ધ્યાન ખેંચ્યું છે. ૭ સાતમાં વ્યાખ્યાનમાં આ સંસારસાગરમાં અનાદિકાળથી આપણે ગોથાં ખાયાં કરીએ છીએ છતાં એનાથી આપણને કંટાળો કેમ નથી આવતો તે બાબતને વિચાર કરી અનાદિકાળથી થતી રખડપટ્ટીને કેમ અંત આવે તે બાબતમાં ઉપાસે સૂચવેલા છે. કંટાળે નહિં આવવાના બે કારણે હોઈ શકે (૧) આ સંસાર કરતાં બીજી વધારે સારી સ્થિતિને સાચી રીતે જાણતા નથી, અથવા (૨) એ સારી સ્થિતિને અસ્તિત્વરૂપે જાણવા છતાં ચાલુ સંસારના આનંદને છોડવા તૈયાર નથી. આ સંબંધમાં ન્યાયશાસ્ત્રના “નિ ઉમર જાય તો વાનપક્ષનાત ” “જાદિમવને જાળવનવંધનમ્” આ બે સત્રો તરફ આપણું ધ્યાન ખેંચી આપણી આ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034469
Book TitleAnand Sudha Sindhu
Original Sutra AuthorN/A
AuthorSagaranandsuri
PublisherNaginbhai Manchubhai Jain Sahityoddhar Fund
Publication Year1938
Total Pages376
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy