SearchBrowseAboutContactDonate
Page Preview
Page 143
Loading...
Download File
Download File
Page Text
________________ આનંદ-સુધાસિંધુ (૧૧૫) સુધાબિંદુ ૧ લું. એ પુછયની પુંછ ચવાઈ જાય છે અને પાપને પુંજ એકઠો થાય છે. જે માણસને સાંસારિક સુખ-વિલાસની લાલસા ન હોય તે કદી પણ નિયાણાનું બંધન નજ કરે! અને જે ધર્મ પાલન નમાં, કે જે તપશ્ચરણમાં આવી અધમભાવના સમાયેલી હોય તેને શાસ્ત્રકારે પોતાની મહેર છાપ કેમ મારી શકે! આટલાજ માટે એ પેલા સામાન્ય શ્રેણીના પુત્ર કરતાં એ ચક્રવતીની કિંમત ઓછી ગણી. ટૂંકમાં કહેવું હોય તે કહી શકીએ કે સંસારભવ અને ભવ વધારવાના સાધનની દષ્ટિએ વિચારીએ તે ચક્રવતી માટે અને આત્મિક અદ્ધિ અને પુણ્યની પ્રાપ્તિની દષ્ટિએ વિચારીએ તો એ શેઠીયાને પુત્ર વધારે ભાગ્યશાળી ગણાય! અલબત જે ચક્રવર્તી પણ પોતાના ચક્રવર્તીપણાની અસારતા સમજીને પિતાની મેળે જ એનો ત્યાગ કરીને વૈરાગ્યના પવિત્ર પંથે ચાલી નીકળે તો એની વાત જ શી થઈ શકે? ધર્મની શરાણું. હવે જરા વિચાર કરો કે એ બહાદતે પિતાના પૂર્વભવની તપશ્ચર્યાના ફળરૂપે ચકવતીપણું માગી લીધું અને એ એને મળ્યું પણ ખરું એમાં તાત્વિક દષ્ટિએ એણે એવી માંગણી કરવામાં મૂખેતાજ વાપરી હતી! પણ આ વસ્તુ તમારા મગજમાં બરાબર કેવી રીતે કરી શકે? અરે ચક્રવતી પણું મળવું એ કોઈ રમતની વાત છે? અરે સામાન્ય રાજા કે રાજ્યને વિચાર કરીને એવા થવું એ પણ બહુ મુશ્કેલ છે, તે પછી ચક્રવતી પણાની તો વાત જ શી થઈ શકે? કે પછી આપણે, પેલા દ્રાક્ષ નહિ મેળવી શકેલા શીયાળે કહેલ “કાક્ષ ખાટી છે” ની માફક, આપણને એ ચક્રવતીપણું નથી મળ્યું તેથી એની ઈષ્યા કરીને એની બેટી વગોવણી તે નથી કરતાને? કારણકે જે ચક્રવતી પણાની પ્રાપ્તિને આપણે મૂર્ખતાને વિલાસ કહીને વડી કાઢીએ છીએ એ માટે દુનિયામાં આપણા અનુભવમાં આપણે જુદે જ અનુભવ કરીએ છીએ. એજ રાજ્ય, એજ સત્તા અને એ જ ચક્રવર્તી પણું આગળ આપણે હજારો લાખ માણસોને ઝૂકી મૂકીને સલામ કરતા ઉભેલા આપણે જોઈએ છીએ. અરે તમે પોતે પણ વખત આવે એ રાજા મહારાજા, કે ચક્રવતીને બહુમાન અતિબહુમાન આપવા તૈયાર થાઓ છે! તે પછી એ ચકવર્તી પણું એ મૂર્ખતા કઈ રીતે ? પણ જેમ ભૂતોનો નાચ ત્યાં સુધી રહે છે જ્યાં સુધી એના ઉપર મંત્રપ્રયોગ કરવામાં ન આવે ! જે ક્ષણે પ્રબળ મંત્રને, પ્રયોગ થયો કે તરતજ ભૂતપલીત બધા પલાયન કરી જવાના! એજ પ્રમાણે અહિં પણ જ્યાં લગી આપણે સંસારના વૈભવથી અંજાઈને વાત કરીએ ત્યાં સુધી એ પણ આપણને મોહક, ગ્રહણ કરવા લાયક અને વખાણવા લાયક લાગવાનું પણ જે ક્ષણે એ બધી વસ્તુઓને ધર્મની શરણ ઉપર ચડાવી કે તરતજ એની પરીક્ષા થઈ જવાની અને પેલા ભૂતોની માફક ધર્મસૂત્રરૂપ મહામંત્રથી તમારી મોહનિદ્રા ઉી જવાની અને એજ આકર્ષક લાગતે સંસારી સુખવિલાસ તમને આપત્તિરૂપ લાગવાને અને એજ ચકવતીપણું બોજારૂપ લાગવાનું ! અમને સ્વાદ. આ તે બધી થઈ પારકી પંચાયતની વાત! હવે જરા તમારી જ વાત કરું ! સમજે કે કોઈ સ્વર્ગને દેવ તમારા ઉપર પ્રસન્ન થયે. અને એણે તમને વરદાન માગવાનું કહ્યું અને કહ્યું કે “ભાઈ ભવાંતર મેળવી આપવાની તે મારી શકિત નથી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034469
Book TitleAnand Sudha Sindhu
Original Sutra AuthorN/A
AuthorSagaranandsuri
PublisherNaginbhai Manchubhai Jain Sahityoddhar Fund
Publication Year1938
Total Pages376
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy