SearchBrowseAboutContactDonate
Page Preview
Page 124
Loading...
Download File
Download File
Page Text
________________ માન-સુષાર્ષિક સુધાબિંદુ ૧ લું. છે મહાવતેમાં સ્યાદ્વાદની સંકલના. ધર્મનો રંગ. શાસ્ત્રકાર મહારાજ ન્યાયાચાર્ય શ્રી યશોવિજયજી ઉપાધ્યાયજી મહારાજા શ્રી જ્ઞાનસાર પ્રકરણ કરતાં થકા ભવ્યજીના ઉપકાર માટે કહી ગયા છે કે જેના નામધારીએ મોક્ષની ઈચ્છાવાળાએ પિતાના આત્માને મોક્ષને લાયક બનાવવા માટે, પિતાને આત્માને ગુણવાન બનાવવા છે પહેલાં ત્રણ વસ્તુ ગળથુથીમાં ગ્રહણ કરવી જોઈએ ! જયાં સુધી માણસ ગળથુથીએ નથી ચહત ત્યાં સુધી તે ખોરાક લેવાને કે પચાવવાને લાયક નથી બની શકતે. ગળથુથીએ આહાર લેવાનું પ્રથમ પગથીયું છે અને પહેલા પગથીયા ઉપર પગ મેલ્યા વગર કેઈપણ માણસ આગળ વધી શકે ખરા? નહિ! ઉપર ચઢવાની ઈચ્છાવાળાએ પહેલાં તે નીચેના પગથીયા ૫સાર કરવાજ જોઈએ એજ પ્રમાણે ધાર્મિકવૃત્તિના ભેજનને અભ્યાસ થાય તેટલા માટે ત્યાં પણ શરૂઆતમાં ગળથુથીની આવશ્યકતા પડે જ છે. જે એ ગળથુથી આપણે બરાબર પચાવી જઈશું તો આગળ ઉપર વધારે તરવભરી ધાર્મિકવૃત્તિરૂપ ભજન પચાવતાં આપણને વાર નહિ લાગે ! એટલા માટે આત્માથી મનુષ્ય માટે જૈનપણની ગળથુથીની પરમ આવશ્યકતા રહે છે! એના વગર સાચી ધાર્મિકતાને પાકે રંગ આપણા આત્માને નજ લાગી શકે! એ ગળથુથી જેટલી વધારે સારી એટલા અંશે એ રંગ વધારે પાકે લાગવાને! ગળથથી અને પાકે. જે લોકોને પહેલાથી જ જેનપણાની ગળગુથી નથી મળી હતી તેઓ ધાર્મિક કાર્યો નથી કરતા એમ નથી. તેઓ પણ ધાર્મિક કાર્યો કરે છે, પરંતુ હરકત માત્ર એટલી જ છે કે તેઓ અધર્મના હલાને સહન કરી શકતા નથી, એમના ઉપર મિથ્યાત્વીને હલે આવી પડે તે તે વખતે પોતાના ધર્મને તેઓ વળગી રહી શકતા નથી, પણ ગભરાઈ જઈને એને છેડી દે છે અને પારકાનું પોતાનું બનાવે છે. જ્યાં સુધી કોઈ બાધા ઉભી ન થઈ હોય ત્યાં લગી તો તેઓ નિરાબાધ પણે પિતાના ધર્મનું પાલન ૧૦, ૨૦ ૩૦ કે તેથીય વધુ વરસે માટે કરતા રહે છે, પણ છતાંય કઈ ક્ષણે તેઓ તેનાથી વિમુખ બની જશે એ કહી શકાતું નથી. માત્ર એકજ હમલે અને ખેલ ખતમ! વરસ સુધી મહેનત લઈને એકઠું કરેલું ધર્મરૂપી ધન તેમની પાસેથી એક ક્ષણ ભરમાં લુંટાઈ જાય છે. અને તેઓ મિથ્યાત્વીની માન્યતાને વધારે બળવાન્ ગણીને તેના પૂજનારા બને છે. લાંબા લાંબા સમય સુધી ધર્મનું પાલન કરવા છતાં એકજ નજીવા કારણસર ધર્મને છેહ દેનારા ઉદાહરણ આપણે બધાયે સાંભળ્યા છે! અરે એક પ્રસંગ તે દૂર રહ્યો, મિથ્યાત્વીને એક વચન માત્રથી પણ ધર્મને ત્યાગ કરનારા માણસો પણ આ દુનિયામાં જ મળે છે. આ બધું સાથી બને છે? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034469
Book TitleAnand Sudha Sindhu
Original Sutra AuthorN/A
AuthorSagaranandsuri
PublisherNaginbhai Manchubhai Jain Sahityoddhar Fund
Publication Year1938
Total Pages376
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy