SearchBrowseAboutContactDonate
Page Preview
Page 122
Loading...
Download File
Download File
Page Text
________________ આનંદ-સુધાસિંધુ. (૯૪) સુધાર્મિંદ ૧ લું. તમને હેરાન કરી નાખવાના, પણ તમારું મૃત્યુ થાય ત્યારે એક પણ આડે હાથ દેવા નહિ આવવાનો અને જે બનતું હોય તે બનવા દેવાને. મહાનુભાવો! આ સંસારમાં માણસને ભરોસો નથી; એટલે મોટી ઉંમરની વાટ જોઈ બેસી રહેવું એ નર્યું મૂર્ખતાભર્યું જ છે! એમાં તે જ્યારે વિચાર થયો ત્યારે એને અમલ કરી નાખવો! નહિ તે “રાઈના ભાવ રાતે ગયા” જેવું થાય ! આ બધી વસ્તુસ્થિતિ સમજનાર ડાહો માણસ કદી પણ એમ ન કહે કે અમુક ઉંમર થવા ઘો! પછી જોઈ લઈશું! બીલાડી બાઈનું નેતરું. પણ આમ ઉંમરના બહાને દીક્ષાનો ઈન્કાર કરનારાઓને અંદરને આશય શું હોય છે તે જરા તપાસ ! એમને તો આમ ઉંમર અને લાયકાત વિગેરે વસ્તુઓ આગળ કરીને દીક્ષાની વાતજ ઉડાવી દેવી છે ! પણ સાથે સાથે જાહેરમાં ખુલેખુલે એને નિષેધ કરવાની હિંમત ન હોવાના કારણે અને પોતાની જાતને ધમી તરીકે દેખાડવાની લાલસા હેવાના કારણે સીધે નિષેધ ન કરતાં આમ આડકતરે નિષેધ કરે છે! આ તે ખુલે ન કરે અને કામ થતું અટકાવી દેવું એના માટે એક પ્રકારની યુકિત છે. બાકી એની પાછળ તે નબળી મનેદશાજ રહેલી છે ! આ તે પેલા બગલા અને બીલાડી બાઈ જેવું થયું ! બીલાડી બાઈને વિચાર થયે કે બગલા ભાઈને નોતરૂં આપીએ ! અને સાથે સાથે એ પણ વિચાર થયો કે નોતરૂં આપીએ, માલપાણી બનાવીએ, બગલાભાઈની આગળ પણું ધરીએ પણ કોઈ એવી યુક્તિ શોધી કાઢીએ કે બગલાભાઈ દેખતા રહે અને આપણે એકલાજ ખીર જમી જઈએ ! બીલાડી બાઈએ વિચાર કર્યો અને એમના લુચ્ચા ભેજામાંથી એક યુકિત જડી આવી ! એમણે ખીર બનાવી ! અંદર સરસ સરસ સુગંધી મસાલા નાખ્યા. ચારે તરફ સાફસુફ કરીને જળછંટકાવ કરીને જમવા માટે સુંદર પાટલા નાખ્યા: અને વખત થયો એટલે બાલાભાઈની પધરામણી થઈ. બીલાડી બાઈએ બગલાભાઈને પાટલા ઉપર બેસાર્યા અને એક પહોળી થાળીમાં ખીર પીરસી, અને સામા પાટલા ઉપર પોતે ગોઠવાઈ ગયાં, અને બોલ્યાં, ચાલે બગલાભાઈ જમવાનું શરૂ કરો, અને એ તે લપલપ કરતા બધી ખીર ચટ કરી ગયાં. અને પેલા બીચારા લાંબી ચાંચવાળા બગલાભાઈ તે જોઈજ રહ્યા, અને ભૂખ્યા પેટે અને વિલે મોડે પિતાના ઘેર પાછા ફર્યા. આ ઉંમર અને લાયકાતના બહાને દીક્ષાને વિરોધ કરનારાઓની પણ પડદા પાછળની મનોદશા આ આપણી બીલાડી બાઈ જેવી જ છે. નેતરું તે દેવું છે પણ જમવા નથી દેવું: દીક્ષાની વાત તે કરવી છે પણ કોઈને લેવા નથી દેવી. દીક્ષાના વખાણ ખૂબ કરવા છે : રિક્ષા આત્મકલ્યાણનું સાધન છે એમ બોલવું છે પણ બંધારણ એવું ઉભું કરવું છે કે કોઈ દીક્ષા લેજ નહિ. ૧૮ વર્ષની ઉમર સુધી બાળક કહીને દીક્ષા રોકવાના: પછી પરણેલો સમજી રોકવાના. પછી બાળ બચ્ચાવાળે ગણીને વિરોધ કરવાના! ત્યારે દીક્ષા આપવાના કયારે ? જ્યારે યમરાજનું તેડું આવશે ત્યારે? કે જ્યારે શરીર જીર્ણશીર્ણ થઈને કોઈપણ સંસારીના સ્વાર્થપષણમાં ઉપયોગી ન રહે ત્યારે? અને આવા બહેરા-લુલા કે “મરતે નથી ને માચો મૂકય નથી” જેવા દીક્ષા લેવા લાગે તે પછી સાધુસમુદાયમાં જેવા તેવાજ ભેગા થવાના. અને પછી પેલા દીક્ષાના વિરોધીઓ કહેવાના કે સાવ ઠેઠા ભેગા કર્યા છે! ભલા માણસ બાળકને દીક્ષા દેવાય નહિ, જુવાનથી લેવાય નહિ, આધેડને ઉપાધિ વળગી તે પછી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034469
Book TitleAnand Sudha Sindhu
Original Sutra AuthorN/A
AuthorSagaranandsuri
PublisherNaginbhai Manchubhai Jain Sahityoddhar Fund
Publication Year1938
Total Pages376
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy