SearchBrowseAboutContactDonate
Page Preview
Page 120
Loading...
Download File
Download File
Page Text
________________ આનંદ-સુષાસિંધુ. (૨) છે. તેમ ચૌદમામાં હોય છે અને જેવું ચોદમામાં હોય છે તેવું જ ચેથામાં હોય છે! એટલેકે ચોથે જેમ ક્ષાયિક સમ્યક્ત્વ અને નવ તત્વની યથાર્થ શ્રદ્ધા હોય છે, ચૌદમામાં પણ એજ હોય છે. તે પછી એ ક્ષાયિક સમ્યકૃત્વવાળા ચેથા ગુણઠાણામાં અને ચદમાં ગુણઠાણામાં ફરક કર્યો? એક! અને તે ફરક તે વર્તનને ! ક્રિયાનો-આચરણન! એકમાં અમુક પ્રકારનું આચરણ હોય છે જ્યારે બીજામાં બીજા પ્રકારનું ઉચ્ચ પ્રકારનું આચરણ હોય છે અને આચરણને ભેદને લીધેજ ઉંચા અથવા નીચા ગુણઠાણાની વ્યવસ્થા રાખવામાં આવી છે. જ્ઞાન અને શ્રદ્ધા ચેથા પછી બધેય એક સરખાં હોવા છતાં વર્તનની મુશ્કેલી અને વર્તનના ભેદને લીધેજ જુદા જુદા ગુણઠાણા ગણવામાં આવે છે. અમુક પ્રકારનું આચરણ કરે તે ઉપશમ શ્રેણુ સુધી પહોંચે; અમુક પ્રકારનું આચરણ કરે તે ક્ષેપક શ્રેણીએ પહોંચે. જેટલા અંશે વર્તન ઉંચુ બને અને મોહનો ચૂરો થાય એટલા અંશે શ્રેણી ચઢિયાતી સસજવી ! મહાનુભાવજ્ઞાન અને શ્રદ્ધામાં અહ કરક નહિ હોવા છતાં માત્ર કિયાના પાલનને કારણેજ-એક નહિ-બે નહિ પણ ચોદ ચૌદ ગુણઠાણની વ્યવસ્થા રાખવી પડી છે એજ બતાવે છે કે આત્માને ઉો અને નીચે બનાવવામાં ક્રિયાનેજ મુખ્ય ભાગ છે! ' અને એ વાત તે જગજાણીતી છે કે જે વસ્તુમાં જેટલું વધારે મહત્વ, એનું પાલન પણ એટલું જ વધુ કઠણ! ખરેખર, દુનિયામાં મહત્વ અને આકરાપણું સાથે જ જોડાયેલાં હોય છે ! મહત્વ મેળવવું હોય તે તમારે આકરાપણુની પરીક્ષા પસાર કરવી જ રહી ! નહિ તે દરેક માણસ મહત્વની રક્ષા ન કરત. પણ મહત્વની સાચી રક્ષા તે કેક વિરલાજ કરી શકે છે! બાળદીક્ષાનું રહસ્ય. મહાનુભાવો! ક્રિયાનું આટલું બધું મહાસ્ય સમજ્યા પછી હવે તમારે પણ બાળદીક્ષાનું રહસ્ય સમજવું કઠિન નહિ પડે! જે લેકે એમ કહે છે કે બાળકને એના બાલ્યકાળમાંજ દીક્ષા નહિ આપતાં ઉંમર લાયક થાય એટલે કે એની ૧૮ વરસની સમજણવાળી ઉંમર થાય ત્યાં સુધી તમારી (સાધુની) પાસે રાખીને તત્વજ્ઞાનનો અભ્યાસ કરવો અને પછી એને દીક્ષા આપો ! આમ બોલનારે સમજવું જોઈએ કે પદાર્થને જાણવા માત્રથી આચરણમાં સુધારો નથી થઈ જતો ! પણ એને માટે તે ખૂબ અભ્યાસની જરૂરત રહે છે. જેટલા અંશે આચરણને અભ્યાસ વધારે એટલા અંશે ક્રિયામાં વધુ સફળતા ! આપણે એક બાળકને દીક્ષા આપતા પહેલાં એની ૧૮-૨૦ વરસની ઉંમર થાય ત્યાં સુધી રાહ જોતા બેસીએ તે “ હું પુર ર ર ચાર રસ” જેવું ખરાબ પરિણમજ આવે! દીક્ષા આપવામાં વિલંબ તે કર્યો સારી દષ્ટિએ કે એ ભાઈ દીક્ષાનું રહસ્ય બરાબર સમજે. તત્વજ્ઞાન બરાબર મેળવે અને પછી પિતાની જ્ઞાનદષ્ટિથી દેરવાઈને દીક્ષાને પથ ગ્રહણ કરે ! પણ પરિણામ ધાર્યા કરતાં સાવ વિપરીત આવ્યું. એ અઢાર–વીસ વરસની ઉંમર થતાં થતામાં તે એ ભાઈએ તત્વજ્ઞાન અને ધાર્મિક વૃત્તિને અભ્યાસ કરવાની સાથે સાથે અનેક વ્યસનોનાં વમળમાં અટવાઈ ગયા ! સંસાર વિષયસુખોમાં એને મેહકતાનું દર્શન થયું એશઆરામમાં એને લેભાવનારું આકર્ષણ અનુભવાયું, પિંડપષણમાં એને પરમાનંદનું દર્શન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034469
Book TitleAnand Sudha Sindhu
Original Sutra AuthorN/A
AuthorSagaranandsuri
PublisherNaginbhai Manchubhai Jain Sahityoddhar Fund
Publication Year1938
Total Pages376
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy