SearchBrowseAboutContactDonate
Page Preview
Page 12
Loading...
Download File
Download File
Page Text
________________ ૨ બીજા વ્યાખ્યાનમાં જન્મ તથા મરણના દુએ બાબત ઉલ્લેખ કરી, મરણને ભય ૧૦૦ ટકા બધાને છે, પણ જન્મનો ભય એક ટકો પણ રહેતો નથી એમ જણાવી આપણા ધ્યાન પર લાવવામાં આવ્યું છે કે અહીંજ બાહ્ય દષ્ટિ અને તત્ત્વ દષ્ટિમાં રહેલો ભેદ માલમ પડે છે “જન્મથી ડરનારે તે તત્વદષ્ટિવાળ, અને મરણથી ડરવાવાળો તે બાહ્યદષ્ટિવાળ, કારણ મરણ જન્મને પૂછડે વળગેલુંજ છે” અને તેથી મોતને રોકવું હોય તે પ્રથમ જન્મને રોકવા જોઈએ” એ જન્મ રોકાય શાથી તે બાબતનો વિચાર ચલાવતાં “જન્મ રોકવામાં ધર્મ એ શરણ છે” એ ઘણી સુંદર દલીલોથી સમજાવ્યું છે. તેમ કરતાં ધર્મનાં ફળ અને સ્વરૂપ ઉપર આપણું લક્ષ્ય ખેંચી ધર્મના સમ્યકત્વ ભાવના અને વૈરાગ્ય ભાવના એવા બે ભેદ બતાવી તે બન્નેનું સ્વરૂપ નિરૂપણ કર્યું છે. જે તત્વ પ્રતીતિને ટકાવે, તેનું સંરક્ષણ કરે અને તત્વપ્રતીતિ પ્રમાણે વિચારો પણુ પવિત્ર રાખવામાં મદદરૂપ થાય તે સમ્યકત્વ ભાવના. તેના મૈત્રી, પ્રમોદ, કાર્ય અને માધ્યસ્થ એ ચાર પ્રકારે બતાવી, એ ચારે પ્રકારે અતિ અસરકારક રીતે વર્ણવ્યા છે. બાહ્ય શરીરને થતા વિછીના ડંખથી થતું દુઃખ અને તેથી ઉત્પન્ન થતા વિચારે આપણા સમક્ષ લાવી જેમને કર્મરૂપી વીંછી પોતાને સ્થળે સ્થળે કરડેલા માલમ પડે તેમના વિચારે કયી દશાવાળા હોય એ બહુ બોધક રીતે જણાવ્યું છે. જગતમાં કોઈ પણ જીવ કર્મ બંધનમાં પડનાર થાય નહિ અને કર્મ બંધનથી જગત છૂટી જાય આવી જે ભાવના તેજ મૈત્રી ભાવના છે અને અહીં ધર્મનું પગથી મંડાય છે એમ આપણા મન ઉપર સાવવામાં આવ્યું છે. વીંછીની વેદના મટાડનાર જાંગુલી વીંછીના ડંખના અસહ્ય દુખ વખતે આવી પહોંચે તે કેટલે ઉત્સાહ અને આનંદ થાય? તેજ પ્રમાણે જીનેશ્વરદેવરૂપી જંગુલી, અને સન્નુરૂપીજાંગુલી કર્મરૂપીવીંછીની વેદના મટાડનાર છે એમ જાણીએ ત્યારે જે અવર્ણનીય આનંદ થાય તે જ પ્રમોદ ભાવના છે. અને તેથી જ તેવા મહાપુરૂષોની પર્યપાસના સત્કાર સન્માન તેમાં ઉદ્ભવે છે. જગતના જીવોને પીડા પમાડતી આ વેદનામાંથી હું તેમને બચાવું એવી જે ભાવના તેમજ તેમનાં દ્રવ્યદુઃખ પણ દૂર કરવાની સતત ચિંતા અને પ્રવૃત્તિ તે કાર્ય ભાવના છે. જગતમાં કેટલાક જ એવા ભારે કર્મી હોય છે કે તેઓ તદન શાણું અને બધી બાબતમાં અક્કલહુશીઆરીથી કામ કરનારો હોવા છતાં તેમની આગળ ધર્મ વગેરેની વાત કરે તો તેમનું મગજ ફરી જાય અને દેવગુરુ ધર્મને ગાળે દેવાને તૈયાર થાય અને તેથી તેઓ તરવાને બદલે ઉલટા બે. આ મનોવૃત્તિ આપણને સહેલાઈથી સમજાય તેટલા માટે તપખીરની દાબડી જોઈ ગાંડા થઈ જનાર રમણનામના ગ્રેજ્યુએટનું દષ્ટાંત આપ્યું છે. આપણું શુદ્ધ એવા નિવારણના પ્રયત્નથી પણ આવી મનોવૃત્તિવાળા ડુબવા પામે નહિ એ વિચારણાથી તેને નિવારવાનો પ્રયત્ન છેડી દે અને કર્મની બલવત્તરતા વિચારી દ્વેષ હળવે એનું નામ માધ્યસ્થ ભાવના છે. આ ભાવનાનું સ્વરૂપ સમજાવતાં આપણું ખાસ ધ્યાન ખેંચવામાં આવ્યું છે કે જેમ દેશના ઉલ્ય માટે રક્ષક રાજનીતિ રાખવાનું રાજ્યનું પગલું ન્યાયી ગણાય છે અને બીજાને તોડવા માટે ગાત ઉભી કરે તે ન્યાયી ગણાતું નથી તેમ વિરોધીઓના અનિષ્ટ હુમલા થતા હોય તે પ્રસંગે બચવાને માટે પ્રમોદ ભાવનાથી પ્રેરિત થઈ સર્વ પ્રકારે યોગ્ય બચાવ કરવો એ તો કર્તવ્ય છે. આ પ્રકારની સમ્યકત્વ ભાવનાથી ઉત્તેજીત થઈ ધર્મ એજ શરણ છે અને એસિવાયના જન્મમરણના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034469
Book TitleAnand Sudha Sindhu
Original Sutra AuthorN/A
AuthorSagaranandsuri
PublisherNaginbhai Manchubhai Jain Sahityoddhar Fund
Publication Year1938
Total Pages376
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy