SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ આનંદ-સુધાસિંધુ. સુધાબિંદુ ૧ લું. વૈદ્યમિત્ર શેઠને ત્યાં મહેમાન થયા. પિતાના મિત્રની સ્થિતિ જોઈને તેમને દુઃખ થયું અને દયા આવી. બીજા દિવસે સવારમાં એમણે વગર પી લીધે શેઠની નાડી તપાસી અને એક દવાની ચીઠી લખી આપી. શેઠે એ ચીઠી ખવાય ન જાય એટલા માટે ચોપડીમાં ઉતારી લીધી. દવાના વૈવરાજે ખૂબ જ વખાણ કર્યા અને કહ્યું કે માત્ર એક મહિનાના સેવનથી તમારું શરીર કંચન જેવું થઈ જશે. દવામાં કઈ પણ કડવા પદાર્થ ન હતો. માત્ર બદામ, પિસ્તા, સાકર, એલચી, કેસર વિગેરે નામ સાંભળતાં પણ મોઢામાં પાણી છૂટે એવી એ ચીજો હતી, અને એ બધીને સવારમાં વાટીને ગાયના ઘીમાં મેળવીને ખાવાની હતી. ઘરાજ પોતાને ગામ ગયા. બીજા દિવસનું સવાર થયું. શેઠે દાતણપાણું કર્યું અને પેલી દવા યાદ આવી, પણ એ માટે પૈસા ખરચવા શેઠને હજી પણ પાલવતા ન હતા. એટલે એમણે પોતાના ચમનીયાને બોલાવ્યો અને પછી એપ ઉઘાડીને વૈદ્યરાજે લખાવેલ બધી ચીજો માપ સાથે અનુક્રમવાર વાંચી ગયા અને પછી બદયાઅહાહા ! કેવી મજાની દવા ! ચમનીયા, એ બધી દવાઓને વાટીને ઘીમાં ખાવાથી રોગ મટી જાય ! બસ જાણે કામ પતી ગયું હોય તેમ ચોપડા બંધ કરીને મૂકી દીધું અને શેઠ પાછા પિતાના નિત્ય નિયમમાં લાગી ગયા. પછી તે આ પ્રમાણે ચમનીયાને બોલાવીને પડે વાંચો એ પણ એક પ્રકારનો નિયમ થઈ ગયે. આમ કરતાં કરતાં એક માસ વીતી ગયે અને શેઠ સાહેબ તે હતા તે કરતાં પણ વધુ માંદા થયા. એમના વૈદ્યમિત્રે આવીને તપાસ કરી તે શેઠે બધી વાત માંડી કહી, અને વધુમાં કહ્યું કે રોજ હું એ સરસ દવાને પાઠ કરી જાઉં છું. છતાં હું સાજો નથી થતો. મહાનુભાવો! એ શેઠ સાજા કેમ ન થયા એ તમને કહેવું પડે એમ નથી. જાણવા છતાં ક્રિયા વગર ફળ નથી મળતું એ આ કથા પાછળ રહેલો બધપાડે છે. તે પછી એજ આપણે પહેલા પ્રશ્ન ઉપસ્થિત થાય છે કે જ્યારે ક્રિયામાં જ બલું છે તે જ્ઞાનની શી જરૂર ? વળી ખડીને પણ દૂધ માનીને પીછે છતાં કંઈ ફાયદો થાય ખરો કે? તો પછી જ્ઞાન શું કામનું ? મહાનુભાવો ! આ પ્રશ્નને આટલેથીજ ન પતા, પણ જરા ઉંડા ઉતરીને વિચાર કરો, હું તમને પૂછે છે કે જગતમાં દૂધ પાવાને અને ખડી નહિ પાવાને રિવાજ કયાંથી આવ્યો? તમારે કબુલ કરવું પડશે કે ભલે પીનારને એ વસ્તુનું ભાન ન હોય પણ એ પાવાની પ્રવૃત્તિ કરનારને તે એનું બરાબર જ્ઞાન હતુંજ, નહિ તે એ દૂધને બદલે ગમે તે વસ્તુ કેમ ના પીવરાવત? એટલે બાળકને ભલે જ્ઞાન ન હોય પણ માબાપને તે જરૂર જોઈએ જ. નહિ તે પ્રવૃત્તિજ ન થઈ શકે. એ જ પ્રમાણે ધાર્મિક ક્રિયાનું પણ આપણને ભલે જ્ઞાન ન હોય પણ એ ધાર્મિક ક્રિયાને ઉપદેશ આપનાર તીકર-ગણધર ભગવાનને તો એને પરેપૂરું હતું જ. એટલે અમુક ક્રિયા કરનાર વ્યકિતને આધારે ભલે જ્ઞાનને અભાવ હોય પણ એ ક્રિયાના પ્રચાર કરનાર વ્યકિતમાં તે એ વસ્તુનું સાંગોપાંગ જ્ઞાન હોવું જ જોઈએ. એક વાત ધ્યાનમાં રાખવા જેવી છે કે એક બીજાની ક્રિયાને ફાયદો એક બીજાને નથી મળી શક્ત પરતુ એક બીજાના જ્ઞાનને ફાય એક બીજાને એક યા બીજી રીતે મળી શકે છે અને એનું જ કારણ એ છે કે એ પરમતારક તીર્થકર દેવના જ્ઞાને બતાવેલ માર્ગનું અનુસરણ કરીને આપણે આપણા આત્માનું શ્રેય કરીએ છીએ! માબાપના દૂધના જ્ઞાનથી પાલકનું કલ્યાણ જરૂર થાય છે પણ માબાપને દૂધ પીવાથી બાળકની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034469
Book TitleAnand Sudha Sindhu
Original Sutra AuthorN/A
AuthorSagaranandsuri
PublisherNaginbhai Manchubhai Jain Sahityoddhar Fund
Publication Year1938
Total Pages376
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy