SearchBrowseAboutContactDonate
Page Preview
Page 106
Loading...
Download File
Download File
Page Text
________________ આનંદ-સુધાસિંધુ. (૭૮) સુબાબિંદુ ૧ લે. ક્રોધ-માન-માયા-લભ-રાગ-દ્વેષ વિષયારંભ જેવા ભાડુતને સેંપી દઈએ છીએ, અને પછી આશા રાખીએ કે આપણું કલ્યાણ થાય, આપણો આત્મા શુદ્ધ બને, તો એ કેમ બની શકે? કદી વિષવૃક્ષની વાવણું કરીને અમૃતની આશા સફળ થાય ખરી કે ? એ વિષયકષાયાદિ ભાડુતે તે એવા લુચ્ચા અને જબરા છે કે તમને ભાડું આપવું તે દૂર રહ્યું પણ ઉલટું તમારા ઘરમાંથી ચેરી જશે અને જે લાગ ફાવશે તે તમારા કોડ પૂર્વના ચરિત્રને નહિ જેવા સમયમાં સાફ કરી નાખશે ! આપણુ બધાનો અનુભવ છે કે ઘણી વખત આપણે થોડા લાભમાં મેટે લાભ ગુમાવી બેસીએ છીએ એટલું જ નહિ પણ વધારામાં મોટી નુકશાનીમાં ઉતરી પડીએ છીએ! એવા લેફર ભાડાવાળાનો એ ધંધે હોય છે કે તમને લાડવાપેડા કે માલમલીદાની ભેટ ધરીને રાજી રાખે અને વખત આવ્યે તમને રેવરાવીને પલાયન થઈ જાય! ખાનદાન ભાડુત કદી પણ એવા પ્રકારની બેટી ખુશામત કરેતોજ નથી! એ તે વખત આવ્યે પિતા ઉપર ચઢેલું ભાડું આપી દે છે. એમ આ વિષયકષાય વિગેરે પણ આપણને ક્ષણિક આનંદમાં લપટાવી નાખે છે અને આપણે પણ એ ક્ષણિક આનંદના પ્રવાહમાં તણાયા કરીએ છીએ અને છેવટે “લાખના બાર હજાર” જેવા કમનસીબ પરિણામના ભોગ બનીએ છીએ. મહાનુભાવો ! તમારા આ હાડપિંજરના માળામાં એવા ભાડુતે ઘર ન કરી જાય તે માટે રાતદિવસ જાગતા રહો અને જેનાથી ધર્મકરણમાં ઉત્તેજના મળે એવા ગુણે તમારામાં વસાવે ! નહિ તો યાદ રાખજો કે એ મેવામીઠાઈના દડીઆમાં-એ સ્પર્શ—રસ-ગંધ વિગેરેના સેવનમાં-તમે ડૂબી જશે અને તમારે તે પિસે દેવાળું કાઢવું પડશે! સહવાસ તેવું ફળ-જ્ઞાન અને ક્રિયા. પણ એક બીજી વસ્તુ એ પણ વિચારવાની છે કે જે ઘરમાલીક પિતે ખાનદાનીની મહત્તા સમજતે ન હોય, લાયકી અને નાલાયકીના ભેદે જેના હૃદયમાં વસ્યા ન હોય એને સારા ભાડુતને જ ઘર ભાડે આપવાનું સૂઝે કયાંથી? એને તો ઉલટા એશઆરામમાં મગ્ન રહેનાર, વ્યસનને વળગ્યા રહેનારા અને માયાના મંદિરમાં ભાડુત વધુ ગમવાના! તેમ આપણા આ આત્માને પણું સારા ગુણેને બદલે સંસારની વૃદ્ધિ કરનારા અવગુણામાંજ વૃત્તિ જાય છે. ધર્મની, સદાચારની કે એવી બીજી વાત એને નથી ગમતી, અને પાપસેવનનાં કાર્યોમાં એને બહુજ આનંદ લાગે છે. દેવમંદિર કે ઉપાશ્રયમાં જવાની વાત આવતાં એને અણગમો પેદા થાય છે, અને વેશ્યાના મકાનની વાત આવતાં એનું હૈયું નાચી ઉઠે છે ! જે ચાલીમાં કે જે મહોલ્લામાં વેશ્યાનું સામ્રાજ્ય પ્રવર્તતું હોય તે મહોલ્લામાં ધર્મ મંદિર કે એવા પવિત્ર મકાને ઉભા કરવાની વાત એ વેશ્યાને નહિજ ગમવાની ! જે શરીર પાપપષણમાં રત રહેતું હોય તે શરીરને ધર્માચરણની પવિત્ર વાતે તરફ જરૂર અણગમો પેદા થવાને! અને કદાચ ભાગ્ય જે. કેઈના કહેવાથી કે શરમથી કંઈ શુભવૃત્તિને વિચાર કરે તે પણ એ શરમને ધર્મ કેટલો સમય ટકવાનો? બહારથી સાચી વસ્તુનું આચરણ કરવાને ડોળ કરવા છતાં અંદર તે એ વિષય-વૈભવનાજ વિચારે આવવાના ! કારણ કે એની મૂળવૃત્તિ હલકી છે. એના મૂળ સ્વભાવને પ્રવાહ પાપાચાર તરફ છે. એ પાપાચારી મને વૃત્તિ કદીપણું સારી સોબતને પસંદ નજ કરે ! વેશ્યાએ કદીપણું કુટુંબ, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034469
Book TitleAnand Sudha Sindhu
Original Sutra AuthorN/A
AuthorSagaranandsuri
PublisherNaginbhai Manchubhai Jain Sahityoddhar Fund
Publication Year1938
Total Pages376
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy