SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ ગમન સાંપ્રત સમસ્યાનું ધર્મમાં સમાધાન ક અને ઉત્તરોનું રસપ્રદ સેશન ચાલે છે. પુરોહિતો અને ધર્મજનો આ શિબિરમાં માર્ગદર્શન આપે છે. છેલ્લા ૨૮ વર્ષથી આ શિબિરમાં ચાર હજારથી પણ વધુ યુવક-યુવતીઓએ અને બારસોથી પણ વધુ માતા-પિતાએ ભાગ લીધો છે. (દૂત, મે-૨૦૧૭) લગ્ન અને છૂટાછેડાના પ્રશ્નો માટે મેરેજ ટ્રિબ્યુનલ ચલાવવામાં આવે છે જે નડિયાદમાં આવેલ છે. ૨૦૧૫માં પોપ ફ્રાન્સિસે Milis Index Dominius Insus' નામની પુસ્તિકા ટ્રિબ્યુનલના ન્યાયાધીશો માટે બહાર પાડી છે. ન્યાયાધીશો ઈસુની જેમ માનવીય અભિગમ સાથે કામ કરે તેવી સલાહ આપી છે. કેથલિક ધર્મસભા આ બે રીતે છૂટાછેડાના દુષણને નાથવાનો પ્રયત્ન કરે છે. ગર્ભપાત (Abortion) ગર્ભશિશ જીવી શકે એટલો વિકાસ ન થયો હોય તે સમયે કુદરતી કે કૃત્રિમ રીતે સગર્ભાવસ્થાનો અંત લાવવો તેને ગર્ભપાત Abortion) કહે છે. ગર્ભપાત મુખ્યત્વે બે પ્રકારના છેઃ ૧) કુદરતી અથવા આપોઆપ થતો ગર્ભપાત અને પ્રેરિત (induced) અથવા કૃત્રિમ. પૃથ્વી પર જન્મ લેનાર બાળક વિશે રવીન્દ્ર ટાગર જણાવે છે કે, “આવનારું બાળક એવો સંદેશો લઈને આવે છે કે ભગવાને માનવજાત પરથી વિશ્વાસ ગુમાવ્યો નથી.’’ આમ છતાં જન્મ ધારણ કરે એ પહેલાં જ નિર્દોષ લાખો બાળકોને પ્રતિવર્ષ કૃત્રિમ ગર્ભપાત દ્વારા નિર્દય રીતે મારી નાખવામાં આવે છે એ ચંદ્ર અને મંગળ ભણી પ્રયાણ કરતાં સ્પેસ અને ટેક્નૉલૉજીને વરેલા વર્તમાન માનવસમાજનું નિંદનીય તથા હીચકારું કૃત્ય છે. ખ્રિસ્તી ધર્મમાં આ નૃત્યને વખોડવામાં આવ્યું છે. બાઇબલમાં ગર્ભપાત વિશે તેની તરફેણમાં કે વિરોધમાં કોઈ ઉલ્લેખ નથી. માત્ર જૂના કરારમાં Exodus (મહાપ્રસ્થાન ૨૧:૨૨-૨૫)માં ગર્ભપાત શબ્દનો ઉલ્લેખ છે. ગર્ભપાતની સ્ત્રીને કોઈ માણસ દ્વારા ઇજા થાય અને તેને ગર્ભપાત થાય તો તે માણસને કરવામાં આવતા દંડનો નિર્દોષ છે. આ દ્વારા સ્પષ્ટ થાય છે કે સ્ત્રીના પેટમાં રહેલ ગર્ભનું મૂલ્ય સંપત્તિ જેટલું છે. આ રીતે ગર્ભ (fetus)ને અને સ્ત્રીને ધાર્મિક તથા નૈતિક રીતે યોગ્ય (worthy ગણ્યા છે. યહોવાએ મોશેને આપેલી દસ આજ્ઞાઓ પૈકી એક આજ્ઞામાં હત્યા ન કરવાનું ફરમાવાયું છે. ગર્ભને સજીવ ગણવામાં આવે તો ગર્ભપાત એ પણ એક પ્રકારની હત્યા જ ગણાય અને ૭૨
SR No.034453
Book TitleSamprat Samasyanu Dharmma Samadhan
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherAshok Prakashan Mandir
Publication Year2019
Total Pages170
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy