SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ હા સાંપ્રત સમસ્યાનું ધર્મમાં સમાધાન હી દુઃખી થવું કે ન થવું એ આપણા હાથની વાત છે. એને માટે મનને કેળવવું પડે છે. બીજા અધ્યાયના ૪૦ અને ૪૮મા શ્લોકમાં માર્ગદર્શન આપતાં કહે છે, યોગસ્થ કુરુ કર્માણિ સંગ ત્યક્તા ધનંજય ! સિદ્ધિ અસિધ્ધયોઃ સમઃ ભૂત્વા સમન્વ યોગ ઉચ્યતા તારે કર્મો સમભાવમાં સ્થિત થઈ, આસક્તિ તજી કરવાં જોઈએ. સફળતા કે નિષ્ફળતામાં સમત્વ રાખવું જોઈએ, કારણકે સમતાને જ યોગ કહે છે. કર્મણિ એવ અધિકારઃ તે મા ફલેષુ કદાચન મા કર્મલ હેતુઃ ભૂઃમા તે સંગઃ અસ્તુ અકર્મણિ // તને તારું કર્તવ્યકર્મ કરવાનો અધિકાર છે, પરંતુ કર્મફળ ઉપર તારો અધિકાર નથી. કર્મના ફળની ઇચ્છા પણ કરીશ નહીં, તેમ કર્મ ન કરવાનો આગ્રહ કરીશ નહીં. જો વ્યક્તિ આ માર્ગદર્શન જીવનમાં ઉતારી લે તો અનુકૂળ પરિસ્થિતિમાં અહંકાર આવતો નથી અને પ્રતિકૂળ પરિસ્થિતિમાં નિરાશા આવતી નથી. દામ્પત્યજીવનમાં પણ ઘણી બધી સમસ્યાઓ ઊભી થતી જાય છે. લગ્નેતર સંબંધોનું પ્રમાણ પણ વધતું જાય છે. ૭મા અધ્યાયના ૧૧મા શ્લોકમાં કહે છે, ધર્મ અવિરુદ્ધઃ ભૂતેષુ કામ અસ્મિ ભરતવર્ષભા “હે ભરતશ્રેષ્ઠ, જીવમાત્રમાં જે ઘર્મની વિરુદ્ધ નથી એ કામ પણ હું જ છું.” સ્ત્રી-પુરુષ લગ્નગ્રંથિથી જોડાય છે ત્યારે એમનું ચાર સ્તરે મિલન થાય છે. પહેલું સ્તર : પ્રાણ (જેને જૈન પરંપરામાં આત્મવીર્ય કહે છે, જે આત્માની શક્તિ છે). બીજું સ્તર : અસ્થિ ત્રીજું સ્તર : મજજા ચોથું સ્તર : ત્વચા ત્વચાનું મિલન તો છેલ્લું છે. લગ્નેતર સંબંધોમાં ત્વચાનું મિલન થાય છે પણ એ મિલન, ધર્મપત્ની સાથેનું ન હોવાથી વ્યક્તિના પ્રાણમય શરીર (સૂક્ષ્મ શરીર) ઉપર ખૂબ જ ખરાબ અસર પડે છે. ક્રિયાયોગના આચાર્ય જ્યારે સાધકને આત્મસાધનાની દીક્ષા આપે છે ત્યારે ચેતવણી આપતાં કહે છે, પત્ની સિવાયની
SR No.034453
Book TitleSamprat Samasyanu Dharmma Samadhan
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherAshok Prakashan Mandir
Publication Year2019
Total Pages170
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy