SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ મમમ સાંપ્રત સમસ્યાનું ધર્મમાં સમાધાન ક પોલીસ અધિકારી કેવિન બ્રિગ્સના વ્યાપક અનુભવોમાં એક મહત્ત્વની વાત એ છે કે ગોલ્ડન ગેટ બ્રીજ પરથી આત્મહત્યાના પ્રયત્ન કરનારાઓમાંથી જે લોકોને એ બચાવી શક્યો, પછી એમની સાથે એણે વાત કરી, એ બધાએ સ્વીકાર્યું કે એ ક્ષણે એમનાથી ઘણી મોટી ભૂલ થઈ ગઈ અને તેઓ ખરેખર તો જીવવા ચાહે છે. આથી લાંબા અનુભવના તારણરૂપે બ્રિગ્સ માને છે કે આત્મહત્યા એ અટકાવી શકાય તેવી છે, એને માટે પ્રયત્ન જોઈએ અને આશા પણ. આત્મહત્યાના ઉકેલના સંદર્ભમાં ભારતીય વિચારધારા પર પણ નજર કરવી જોઈએ. છેક વેદની ઋચાઓમાં ભારતીય વિચારધારાએ જીવનનું ગૌરવ કર્યું છે. ‘અથર્વવેદ’ (૧૨/૨/૨૪)માં કહ્યું છે કે, सर्वमायुनंयतु जीवनाय । अपने जीव में सम्पूर्ण आयु जिओ । એટલે કે ‘પોતાના જીવનનું સંપૂર્ણ આયુષ્ય જીવો.’’ જ્યારે જૈનદર્શને જીવનને અમૂલ્ય બતાવ્યું છે અને પુનઃ પુનઃ એક જ વાત કહી છે કે, 'જીવન અમૂલ્ય હોવાથી એક પળનો પણ પ્રમાદ કરવો નહીં.' જીવનની પ્રત્યેક ક્ષણ કિંમતી છે. પરલોકને બદલે આ લોકનો વિચાર કરો. સુત્રતાંગ નામના ગમમાં કહ્યું છે કે, ‘તમે આ જીવનને સમજો, કેમ સમજતા નથી? મૃત્યુ પછી પરલોકમાં સંબોધિ મળવી અશક્ય છે. જેમ વીતી ગયેલી રાત ફરી પાછી આવતી નથી એવી રીતે મનુષ્યનું વીતી ગયેલું જીવન ફરીથી હાથ લાગતું નથી. આનો અર્થ એ કે સંબોધિની પ્રાપ્તિ માટે જીવન આવશ્યક છે. હેન્ની ડબલ્યુ. લોંગફેલોના એ શબ્દો યાદ આવે, 'Life is real! Life is earnest! And the grave is not its goal! 'Moden man in search of a soul.' ‘જીવન સત્ય છે, જીવન મહત્ત્વપૂર્વ છે અને મૃત્યુ એનું લક્ષ નથી.’ ભારતીય તત્ત્વજ્ઞાન પર દૃષ્ટિપાત કરીએ તો એનો આઘ્યાત્મ માનવીને જીવનની વિશેષતા અને અમૂલ્યતા દર્શાવે છે. માનવીને જીવનની મૂલ્યવત્તા સમજાવે છે. * ૧૬
SR No.034453
Book TitleSamprat Samasyanu Dharmma Samadhan
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherAshok Prakashan Mandir
Publication Year2019
Total Pages170
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy