SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ હા સાંપ્રત સમસ્યાનું ધર્મમાં સમાધાન હી વીસ ગણો વધધી જાય. આપણા દેશના સંદર્ભમાં આપઘાત અંગે વિચારીએ તો આવી સિત્તેર ટકા ઘટનાઓ તો વ્યક્તિની એકલતા, હતાશા કે લાચારીને કારણે બનતી હોય છે, એમાં પણ આત્મહત્યા કરનારા સવિશેષ વ્યક્તિઓ અઢારથી ત્રીસ વર્ષની વયની હોય છે. આ બાબત આપણા સમાજની યુવાનો પ્રત્યેની અસંવેદનશીલતાની સાથોસાથ યુવાવર્ગની અસહિષ્ણુતાની સૂચક છે. કેટલીક વ્યક્તિઓ જીવનમાં જાણે મરણનું વરણ કરીને જીવતી હોય છે. એને જીવનની ઉદાસીનતા એટલી બધી ઘેરી વળી હોય છે કે એ પોતાના જીવન પ્રત્યે અહર્નિશ દુઃખ-દર્દભરી કરુણ નજરે જોતો હોય છે. કોઈ કવિ કે શાયરની જિંદગીની કરુણતા દર્શાવતી પંક્તિઓનું એ સતત ગાન કે ઉચ્ચારણ કરતો હોય છે. ઝફરની ગઝલ કે ફિરાક ગોરખપુરીની શાયરીનું ચિત્તમાં પુનરુચ્ચારણ કર્યો જતો હોય છે? उम्र दराज माँग कर लाए थे चार दिन दो आरजू में कट गए दो इंतजार में । - વૈહર શાહ ‘નક્કર’ यह माना जि जिन्दगी हे चार दिन की, बहुत होते हैं यारों चार दिन भी । - રિદ્ધિ જોરરત્રપુરી વ્યક્તિ પોતાના જીવનને માત્ર પોતાની અંગત માલિકીનું સમજે અને એના જીવનનું ધ્યેય અંગત સુખ હોય, તેમાં ભારતીય વિચારધારા સહેજે માનતી નથી. આ વિચારધારા તો વ્યક્તિના જીવનને વિશ્વની સંપત્તિ ગણે છે. એને વિશ્વકલ્યાણનું સાધન ગણાવે છે અને તેથી જીવન વિશેનો એનો સદેવ રચનાત્મક અભિગમ રહ્યો છે. ચોતરફ થઈ રહેલા મૂલ્યહ્રાસને કારણે વ્યક્તિને ટકાવનારું અને જીવનસંઘર્ષમાં ઝઝૂમવાનું બળ આપનારું મૂલ્ય કે બળ પ્રાપ્ત થતું નથી. આમ કોઈ એક ઉપાયથી આ પ્રશ્નનો ઉકેલ પામી શકાય તેમ નથી. અમેરિકાના ન્યૂયોર્કે શહેરમાં એક દિવ્યાંગ મહિલા આગવી રીતે આપઘાત કેન્દ્ર ચલાવે છે. – ૧૩ –
SR No.034453
Book TitleSamprat Samasyanu Dharmma Samadhan
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherAshok Prakashan Mandir
Publication Year2019
Total Pages170
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy