SearchBrowseAboutContactDonate
Page Preview
Page 118
Loading...
Download File
Download File
Page Text
________________ 1 જ સાંપ્રત સમસ્યાનું ધર્મમાં સમાધાન શિનો “ભર જાતા હૈ ગહરા ઘાવ, બના હો બના હો ગહરી ગોલીસે, પર વો ઘાવ નહીં ભરતા, જો બના હો કડવી બોલીસે'. એક જૂઠ છુપાવવા માટે હજાર જૂઠ બોલવા પડે છે. જૂઠું બોલ્યા પછી માણસને સારી સ્મરણશક્તિની જરૂર પડે છે. પાપની પાસે ઘણાં શસ્ત્રો છે, પણ એ બધાં શસ્ત્રોનો હાથો જૂઠ છે. સત્ય વચનો પણ કડવાં ન હોવાં જોઈએ. બીજા જીવોની ઘાત થતી હોય – હિંસા થતી હોય તેવું સત્ય ઉચ્ચારણનો પણ અસત્યમાં સમાવેશ થાય છે. અસત્ય બોલનાર વ્યક્તિ પોતાના આત્માને છેતરે છે અને મનમાં સતત જૂઠું બોલવાનો અપરાધભાવ રમ્યા કરે છે. “સાંચ બરાબર તપ નહિ, જૂઠ બરાબર પાપ, જાકે હિરદે સાંચ હૈ, તાકે હિરદે આપ” સમ્ય દર્શન થતાં જ સાધકના વેણ અને નેણ બદલાઈ જાય છે. સાચો શ્રાવક તો એ છે કે જેના હાથ ખોટાં કામ કરતા કંપે, જેનું હૃદય ખોટા વિચાર કરતાં કંપે, જેના હોઠ અસત્ય વચન ઉચ્ચારતાં કંપે, જેનું જીવન ખરાબ માર્ગે જતાં અટકે. સાચો શ્રાવક કદી અપ્રિય, ખેદજનક અને કટુ સત્ય ન બોલે. અસત્ય બોલનાર વ્યક્તિ મૂંગો, તોતડો અને દુઃસ્વરવાળો થાય છે. અસત્ય બોલનારને બે વાત સુલભ હોય છે - એક તો લોકમાં અપયશ અને બીજું દીર્ઘકાળ સુધી દુર્ગતિગમન. “સત્યેન થાર્થતે પૃથ્વી, સત્યેન તત્તે વિ: सत्येन वाति वायुश्च, सर्व सत्ये प्रतिष्ठितम् ॥ સત્યના આધારે સૃષ્ટિ રહી છે. ધર્મ, નીતિ, રાજ અને વ્યવહાર એ સત્ય વડે પ્રવર્તન કરી રહ્યાં છે. એક વખતના અસત્ય ઉચ્ચારણથી વસુરાજા મહાદુઃખને પ્રાપ્ત થયા તેવી કથા જૈન ધર્મમાં આવે છે. આત્મા સિવાય જગતના કોઈ પણ પદાર્થો મારા નથી એવો લક્ષ રાખીને વાણીવ્યવહાર કરવો તે પરમાર્થ સત્ય છે. વિશ્વાસઘાત કરવો, ખોટા દસ્તાવેજો કરવા તેનો પણ સત્યમાં સમાવેશ થાય છે. “વાની ઐસી બોલિયે, મનકા આપા ખોય, આપ ભી શીતલ હોય, ઔર ભી શીતલ હોય”. -અ ૧૧૩ –
SR No.034453
Book TitleSamprat Samasyanu Dharmma Samadhan
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherAshok Prakashan Mandir
Publication Year2019
Total Pages170
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy