SearchBrowseAboutContactDonate
Page Preview
Page 9
Loading...
Download File
Download File
Page Text
________________ દેશને ગૌરવ અપાવ્યું. દરેક સ્પર્ધામાં નવા વિશ્વવિક્રમ રચ્યા અને જ્યારે પરાકાષ્ઠાએ પહોંચી ત્યારે ? ત્યારે એને કેન્સરનો જીવલેણ રોગ લાગુ પડ્યો. આવી યુવાન, આટલી શક્તિશાળી અને આટલી બધી પ્રસિદ્ધિ મેળવનારી નારીને કોઈ કહે કે તમને કેન્સર છે, હવે તમે લાંબું નહીં જીવી શકો, કદાચ આ ગંભીર ઑપરેશનમાં પણ કંઈક અશુભ બની જાય, ત્યારે એના દિલને કેટલો ઊંડો આઘાત લાગે ? સદાય ઝઝૂમવામાં માનનારી બેબ ઝહરિયાસે પળવારમાં આવા ભીરુ, કાયર વિચારો ખંખેરી નાખ્યા. એને ઓપરેશન કે મોતનો ડર ન હતો. મનોમન ગાંઠ વાળી કે એક દિવસ હું ફરીથી જરૂર ગોલ્ફ ખેલીશ. માત્ર એ રમત જ નહીં ખેલું, પણ વિજેતાનું માન મેળવીને જ જંપીશ. ઈ. સ. ૧૯૫૩માં “કૉલોસ્ટોમી'નું ગંભીર આપરેશન કરવામાં આવ્યું. બેબ ઝહરિયાસ મોતથી ડરતી ન હતી. એ શાંતિથી પ્રભુપ્રાર્થના કરતી હતી. એના મનની મજબૂતાઈ પોલાદી હતી, એનો નિર્ધાર અચળ હતો, એના આત્માની તાકાત અનેરી હતી. ઑપરેશન સફળ થયું. ડૉક્ટરોએ જણાવ્યું કે હવે એ ગોલ્ફની રમતમાં માત્ર પ્રેક્ષક તરીકે જ ભાગ લઈ શકશે અને એ પણ સહેજે થાક ન લાગે એની પૂરેપૂરી તકેદારી સાથે ક્યારેક જ રમત જોવા જઈ શકશે. આવા ગંભીર આપરેશનને હજી પૂરા ત્રણ મહિના વીત્યા ન હતા અને બેબ ઝહરિયાસ ગોલ્ફ કોર્સ પર ઘૂમવા લાગી. એ માત્ર ગોલ્ફ નિહાળતી ન હતી, પણ આ રમતની રસાકસીભરી સ્પર્ધામાં ભાગ લઈ રહી હતી. એણે શિકાગોમાં ઉનાળાની અધવચમાં ખેલાતી ટયમ ઓસેન્ટર અમેરિકન સ્પર્ધામાં ભાગ લીધો. ધીમે ધીમે બેબ એની તાકાત પાછી મેળવતી હતી. ઑપરેશનને હજી છ મહિના થયા હતા અને બેબ ઝહરિયાસે ફ્લોરિડા રાજ્યની સેરબિન ગૉલ્ફ સ્પર્ધામાં ઝુકાવ્યું. આમાં સુંદર રમત ખેલીને વિજય મેળવ્યો. ૧૯૫૪માં બંબ ઝહરિયાસે રાષ્ટ્રીય મહિલા (ઓપન) ગૉલ્ફસ્પર્ધામાં જીત મેળવી. ફરી કૅન્સરનું દર્દ પરેશાન કરવા લાગ્યું. ઝહરિયાસને બીજી વાર પરેશન કરાવવું પડ્યું. ફરી ગૉલ્ફના મેદાન પર પાછી આવી. એને ટામ ઓસેન્ટર અમેરિકન સ્પર્ધામાં જીત મેળવવાની હતી. આમાં વિજય હાંસલ કરે તો એને ‘ભવ્ય સન્માન' (ગ્રાન્ડ સ્લામ) મળે. આ તો એનું સપનું હતું. એ સાકાર કરવા જાનની બાજી લગાવી ઝઝૂમતી હતી. બે ગંભીર ઑપરેશનને કારણે ઘણી અશક્તિ આવી ગઈ હતી. હજી જીવલેણ રોગ તો ઘર કરીને બેઠો હતો એટલું જ નહીં, પણ શરીરમાં એની અસર વધારતો હતો, પણ આ આનંદી નારી પોતાના આત્મબળથી ભયાનક રોગને મહાત કરતી હતી. સહુ કોઈ આ રમતની મહારાણીને મનોબળની સમ્રાજ્ઞી તરીકે ઓળખવા લાગ્યા. બેબ ઝહરિયાસે પોતાની તમામ આવડતથી સ્પર્ધામાં ઝુકાવ્યું. શરીર થાક્યું હતું, પણ મન ગૉલ્ફમાં ગ્રાન્ડ સ્લમ હાંસલ કરી ટ્રૉફી મક્કમ હતું. દેઢ મનોબળ આગળ નિર્બળ શરીરની શી મેળવનારી બેબ ઝહરિયાસ ગણના ? એ બિચારું તો મનની મજબૂતાઈ કહે તેમ કરે, દોરે ત્યાં જાય , દોડાવે તેમ દોડે. ટામ ઓસેન્ટરની સ્પર્ધામાં ઝહરિયાસને જીત મળી. ગૉલ્ફની દુનિયામાં એના નામનો ડંકો વાગી ગયો. ઝહરિયાસના શરીરમાં રોગ હતો, પણ મન નીરોગી હતું. સદાય હસતીકૂદતી ઝહરિયાસને જોનારને ખ્યાલ પણ ન આવે કે આ નારીના દેહમાં આવો જીવલેણ રોગ ઘર કરી બેઠો હશે ! જેટલા ઉત્સાહથી રમત ખેલતી, એટલા જ આનંદથી જીવન જીવતી. ફરી એક ઝંઝાવાત બેબના જીવન પર ફરી વળ્યો. પોતાના બે મિત્રો સાથે ટેક્સાસના દરિયાકિનારે મોટરમાં ઘૂમવા નીકળી. ઝડપભેર જતી મોટર રેતીમાં ઘસડાઈ ગઈ. બેબ ઝહરિયાસે ખૂબ પ્રયત્ન કરીને, વાળીને મોટરને રસ્તા પર લાવી દીધી. આમ કરવા જતાં એની કરોડરજ્જુને નુકસાન થયું. ગોલ્ફમાં તો વારંવાર વાંકા વળવું પડે. વાંકા વળીને જ દડો ફટકારવાનો હોય. કરોડરજ્જુમાં સખત વેદના થતી હતી, પણ બંબ ઝહરિયાસ હિંમત હારી નહીં. અમર ખુશબો • 7. 6 * તન અપંગ, મન અડીખમ
SR No.034437
Book TitleTan Apang Man Adikham
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherGurjar Sahitya Prakashan
Publication Year2016
Total Pages82
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy