SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ કાંડાં વગર પોતાના ઘરનાં દરેક કામ કરતી રૂસિદા ક્યારેક રૂસિદા વિચાર પણ છે કે જો એણે બાવડાં ન ગુમાવ્યાં હોત, તો તે કેવી હોત ? એના જીવનમાં કોઈ સાહસ કે રોમાંચ હોત ખરાં ? કદાચ ફોટોગ્રાફી માટે રોટલી ઉત્સુકતા પણ ન હોત ! રૂસિદા લગ્ન-સમારંભોમાં વ્યવસાયી ફોટોગ્રાફર તરીકે જાય છે. મોટી પાર્ટીઓમાં પણ કામ કરે છે. એણે પોતાના ગામમાં એક નાનકડો ટુડિયો બનાવ્યો છે. હવે એ પોતાના બોટોરેઝો ગામમાં થોડાક સમયમાં પોતાના ઘરની નજીક વિશાળ સ્ફડિયો કરવાની ઇચ્છા ધરાવે છે. અટકવું એ રૂસિદાની આદત નથી, એથી ૨૦૧૦ પૂર્વે એ પેનટેક્સ કૅમેરાનો ઉપયોગ કરતી હતી, ત્યાર પછી ડિજિટલ કૅમેરા અને પ૫૦ ડી અને ફ્લેશ કૅમેરાનો આજે ઉપયોગ કરે છે. એની કલા એવી છે કે આસપાસના સ્થાનિક લોકો અને સત્તાવાળાઓ મહત્ત્વના પ્રસંગોની તસવીર ઝીલવા માટે રૂસિદા આવે, તેવો ખાસ આગ્રહ રાખે છે. એના પતિ સુરાડી કહે છે, “મને આશા છે કે મારી પત્નીની પ્રવૃત્તિઓ તેના જેવાં અન્ય વિકલાંગો અને નિરાશાવાદી લોકો માટે ઉદાહરણરૂપ અને પ્રેરણારૂપ બનશે. આપણે જાણીએ છીએ કે વિકલાંગતાના ફાયદા અને ગેરફાયદા ઘણા છે. એની પાસે પૂરા હાથ નથી, છતાં સશક્ત લોકોની જેમ જ એ બધાં કાર્ય કરે છે.' 150 * તેને અપંગ, મન અડીખમ પોતાના કૅમેરાને તૈયાર કરતી રૂસિદા એમાં પણ રૂસિદાને વીડિયો ઉતારવી જોઈએ, ત્યારે તો એને ધન્યવાદ આપ્યા વિના રહી શકાય નહીં. એણે પોતાના કામમાં આવતા પ્રત્યેક અવરોધોને અવગણ્યા છે અને સ્વપ્નોને સાકાર કરવા માટે પ્રયત્નશીલ રહી છે. જો દરેક વ્યક્તિ એની માફક મહેનત અને સંકલ્પથી જીવે, તો આ દુનિયાનો નકશો બદલાઈ જાય. છેલ્લાં વીસ વર્ષથી ઇન્ડોનેશિયાના આ નાનકડા ગામમાં રૂસિદા ફોટોગ્રાફી કરે છે. એનાં કાંડાં કપાઈ ગયાં હોવા છતાં એ એને માટે કોઈ સમસ્યારૂપ નથી. નિરાંતે કાંડાં વિનાના હાથથી પોતાના પુત્રના વાળ પણ ઓળે છે અને એને વાળ ઓળતી જોઈને લોકો આશ્ચર્ય અનુભવે છે કે કપાયેલાં કાંડાંથી બીજાના વાળ ઓળી શકાય ખરા ? ત્યારે રૂસિદા એવો ભાવ દર્શાવે છે કે, “માતાને માટે કશું અશક્ય નથી.” પોતાની શારીરિક મર્યાદાને કારણે રૂસિદાને ઘણું સહન કરવું પડ્યું. પણ સહેવું એ એનો સ્વભાવ બની ગયો. સૌ પ્રથમ તો એને આસપાસના ગંગેટિવ વાતાવરણનો સામનો કરવો પડ્યો. સહુ કોઈએ એના નામનું નાહી નાખ્યું હતું. અટકવું એ આદત નથી !• 151
SR No.034437
Book TitleTan Apang Man Adikham
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherGurjar Sahitya Prakashan
Publication Year2016
Total Pages82
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy