SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ બેટા, તારી હિંમત અને તારો આત્મવિશ્વાસ બેમિસાલ છે. તારે માટે કોઈ કામ અશક્ય નથી. તારા નિર્ધારમાં તું સદાય અડગ રહેજે. તું તારા અભિયાનમાં સફળ થાય, એવા મારા આશીર્વાદ.” નેપોલિયન પોતાની છાવણીમાં પાછો ફર્યો અને વૃદ્ધાની શિખામણને ધ્યાનમાં રાખીને સાવધાની અને હિંમત સાથે આસનો માર્ગ શોધવા લાગ્યો. સાહસ અને આત્મવિશ્વાસથી સેના સાથે આગ્સ પર્વત ઓળંગવામાં સફળતા હાંસલ થઈ. નેપોલિયન જીવનની અંતિમ ક્ષણો સુધી વૃદ્ધાનાં વચનો ભૂલ્યો નહીં. એ વચનોના સ્મરણથી એનામાં પડકારનો સામનો કરવાનો નવો જુસ્સો જાગતો હતો. આસના પડકારને ઝીલીને આત્મવિશ્વાસથી સફળ થનાર એ નેપોલિયનનો બોધપાઠ આજે ઇંગ્લેન્ડના જેમી એન્ડ્રયુએ સાકાર કરી દીધો. ૧૯૬૯ની બીજી ઓગસ્ટે ઇંગ્લેન્ડમાં જન્મેલો જેમી ગ્લાસગોની બહાર આવેલી બેર્સડનની સ્કૂલમાં અભ્યાસ કરતો હતો. શાળાનું શિક્ષણ પૂર્ણ કરીને એડિનબર્ગ યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવીને ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાં સ્નાતકની પદવી હાંસલ કરી. એ પછી એમ.એસસી.નો અભ્યાસ પૂર્ણ કર્યો અને એડિનબર્ગ પાછા આવીને વસવાટ શરૂ કર્યો. ૧૯૯૫માં એણે નવો પડકાર ઝીલવાની તૈયારી કરી. એન્જિનિયરિંગની કારકિર્દીને છોડીને ઇન્ડસ્ટ્રિયલ રોપ એસેસ ટેકનિશિયન તરીકેનો વ્યવસાય અપનાવ્યો. ઊંચી ઇમારતોના બાંધકામ અને જાળવણી માટે દોરડાંની મદદથી આમાં ચડવા-ઊતરવાનું રહેતું. ક્યારેક કોઈ બ્રિજની ઊંચી કમાનનું સમારકામ કરવાનું હોય, ક્યારેક પાવર સ્ટેશનનાં ઊંચાં ભૂંગળાંઓને સ્વચ્છ કરવાનું હોય, તો કોઈ તેલ-કૂવા બનાવવાનું કે રેલવેના પુલ બનાવવાનું કાર્ય પણ કરવાનું હોય. ધીરે ધીરે ઇંગ્લેન્ડના એડિનબર્ગ શહેરની આ કંપનીમાં એ પદોન્નતિ પામતો ગયો અને આગળ વધતો રહ્યો. જેમીના દિલમાં સદાય પર્વતનો સાદ ગુંજતો હતો. જાણે પોતે પહાડનું બાળક હોય તે રીતે સતત જુદા જુદા દેશમાં જઈને પર્વતારોહણ કરતો હતો. એની પ્રારંભિક તાલીમ સમાન ટેકરીઓ પરની સ્પર્ધાત્મક દોડમાં, સ્કીઇંગમાં અને બીજી આઉટડોર રમતોમાં પણ એ ભાગ લેતો હતો. એની ઝીણી આંખો, હસમુખા હોઠ અને મહેનત કરવાની અદમ્ય તમન્નાથી એણે સફળ પર્વતારોહક તરીકે નામના હાંસલ કરી. સૌ પ્રથમ એ નજીકના સ્કોટલેન્ડ દેશમાં જઈને પહાડોમાં ઘૂમી વળ્યો. એ પછી બીજા પહાડોમાં પણ ઘૂમવાનું શરૂ કર્યું. આસ પર્વત એને સાદ પાડતો હતો. ૧૨00 કિ.મી. લાંબી પર્વતોની હારમાળામાં શિખરોની સરેરાશ ઊંચાઈ ૧૮૦૦થી ૨000 મીટરની હતી. ઘણાં શિખરો તો ૩000થીય વધુ ઊંચાઈ ધરાવે ! ૧૯૯૯ની ૨૫મી જાન્યુઆરીએ પર્વતારોહણના શોખીન જેમીએ માં બ્લાન્ડ (૪,૮૦૭ મીટર) પર્વતમાળામાં આવેલા લેસ ડ્રોઇટસના ઊંચા શિખર પર આરોહણ કરવાનું બીડું ઝડપ્યું. એના સાથી તરીકે ફ્લેટમાં એની સાથે રહેનારો નજીકનો મિત્ર જીમી ફિશર હતો. એમણે સરળ માર્ગે ચઢાણ કરવાને બદલે કપરો માર્ગ પસંદ કર્યો. માઁ બ્લાન્ડ પર્વતમાળાનો ઉત્તર ભાગ અત્યંત સુંદર હતો, પણ આરોહણ માટે અતિ કઠિન હતો. બંને જવાંમર્દ મિત્રોએ કપરા માર્ગથી ચડવાનું નક્કી કર્યું, અને તેય થિજાવી નાખે એવી ઠંડી ધરાવતી શિયાળાની ઋતુમાં. ભલભલા પર્વતારોહકને માટે આ બેવડી મુશ્કેલીઓનો સામનો કરવો અત્યંત કઠિન ગણાય. આરોહણનો પ્રથમ દિવસ તો સુખેથી પસાર થયો. બીજા દિવસને અંતે પર્વતના શિખર તરફની બાજુએ પહોંચી ગયા. પર્વતની ટોચ નજીક આવેલી સાંકડી છાજલી જેવા ભાગમાં આ બંને પર્વતારોહકો પહોંચ્યા અને અણધાર્યો ઝંઝાવાત આવ્યો. ગાત્રો થિજાવી નાખે એવી બર્ફીલી હવા કલાકના ૯૦ માઈલની ઝડપે ફૂંકાવા લાગી. પર્વત પર ટકી રહેવું મુશ્કેલ બન્યું. અહીં પાંચપાંચ રાત સુધી કાતિલ ઠંડીમાં ખાધા-પીધા વિના મોત સામે ઝઝૂમતા રહ્યા. ભારે ઠંડી, બરફનાં તોફાન અને જીવવા માટે કોઈ આશરો નહીં. ૩૧મી જાન્યુઆરીએ અખબારોમાં સમાચાર પ્રગટ થયા કે બરફનાં તોફાનો વચ્ચે ફસાઈ ગયેલા આરોહકોના પ્રાણ બચાવવા માટે હેલિકૉપ્ટર મોકલાઈ રહ્યાં છે, પણ હેલિકૉપ્ટર આવે તે પહેલાં પાંચ દિવસ બર્ફીલા તોફાનો વચ્ચે ઝઝૂમનારા દોસ્ત જીમી ફિશરનું મૃત્યુ થયું. બચાવ ટુકડી જેમી એન્ડ્રયુને બરફનાં તોફાનો વચ્ચેથી બહાર લાવી, પણ એના હાથ અને પગ બંને ઠંડીથી સાવ થીજી ગયા હતા. એમાં કોઈ ચેતન રહ્યું નહોતું. સારવાર આપતા ડૉક્ટરે 122 • તન અપંગ, મન અડીખમ ઝૂકે તે જેમી નહીં ! • 123
SR No.034437
Book TitleTan Apang Man Adikham
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherGurjar Sahitya Prakashan
Publication Year2016
Total Pages82
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy