SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ શરીરનું રુધિરાભિસરણ તંત્ર સ્થગિત થઈ જાય તેમ હતું. જોગેએ ઑપરેશન કરાવ્યું. કિંતુ પનામા વસતાં એનાં માતાપિતા આ બાળકની વિશિષ્ટ જરૂરિયાતો અને યોગ્ય જાળવણી રાખી શકે તેમ નહોતાં, આમ છતાં એમણે પેટે પાટા બાંધીને બાળકને ઉછેરવાની કોશિશ કરી, જોર્ગે એમના ત્રણ પુત્રોમાં સૌથી નાનો પુત્ર હતો. એના કૃત્રિમ પગ જ સત્યાવીસ હજાર ડૉલરના આવતા હતા. પનામામાં વસતાં એનાં માતાપિતાએ ‘હીલિંગ ધ ચિલ્ડ્રન ન્યૂજર્સી” નામની સંસ્થાને મદદ કરવા માટે વિનંતી કરી. આ સંસ્થા દ્વારા જોર્ગેના જીવનમાં એક નવો વળાંક આવ્યો. આમેય જોર્ગેના જીવનનો સિદ્ધાંત હતો ‘નેવર ગીવ અપ' (કદી હારી ખાવું નહીં). ન્યૂજર્સીમાં વસતા ડિક્સન કુટુંબે જોર્ગને દત્તક લેવાનું નક્કી કર્યું. જ્હોન અને પાયે ડિક્સન દંપતી એ એવું યજમાન કુટુંબ હતું કે જે ખાસ જરૂરિયાતવાળાં વિકલાંગ કે અનાથ બાળકોને દત્તક લેતું હતું. આ અગાઉ એમણે ડોમિનિકન રિપબ્લિક રાજ્યની બે બાળકીઓને પણ દત્તક લીધી હતી. જ્યારે જોર્ગને દત્તક લેવાનો પ્રસ્તાવ એમની સામે આવ્યો, ત્યારે એ થોડા વિચારમાં પડ્યાં. હાથ અને પગ વિનાના બાળકને જાળવીશું કઈ રીતે ? એને એરપોર્ટ પર લેવા ગયાં, ત્યારે આ દંપતીના મન પર ચિંતાનો મોટો બોજ હતો, પરંતુ એ બોજ તરત જ દૂર થઈ ગયો, કારણ કે આ દંપતીને જોર્ગે સાથે જાણે ‘પહેલી નજરે પ્રેમ ' થઈ ગયો. ડિક્સન દંપતીને ઘેર એ વસવા લાગ્યો. દત્તક લેવાની પ્રક્રિયામાં ત્રણેક વર્ષ પસાર થઈ ગયાં. સોળમા વર્ષમાં જોગે પ્રવેશે તે પહેલાં એની અટકમાં પરિવર્તન થયું. ગર્જાલેસને બદલે એ ડિક્સન બન્યો. આમ છતાં આજે પણ એ પોતાના પનામામાં વસતાં માતાપિતાને ભુલ્યો નથી અને એમના તરફ પણ એ આદર ધરાવે છે, કારણ કે એમણે પણ એને દત્તક આપીને પોતાના પ્રેમનું સમર્પણ' કર્યું છે. એમણે એને દત્તક આપવાના કરેલા વિચારને માટે એ માતાપિતાની પસંદગીને દાદ આપે છે અને તેમનો આભાર માને છે. જોગે જહોન ડિક્સનનાં પાંચ બાળકોના કુટુંબનો સભ્ય બન્યો અને ધીરે ધીરે એની નિશાળમાં એ એની મહેનત અને સ્કૂર્તિથી માંચેસ્ટર રિજિયોનલ હાઈસ્કૂલની ફૂટબૉલ ટીમનો અગ્રણી ખેલાડી બની ગયો. બે હાથ અને બે પગ વિના ફૂટબૉલની રમતમાં પહેલી વાર જ્યારે એ કોચ સાંચેઝ પાસે શીખવા આવ્યો, ત્યારે ખુદ કોચને આશ્ચર્ય થયું હતું કે જોર્ગે કઈ રીતે ફૂટબૉલ રમી શકશે ? પરંતુ એણે કહ્યું કે ‘તમે મને ૨મતો જોશો, ત્યારે મારામાં વિશ્વાસ મૂકશો.’ એનો કોચ સાંચેઝ પણ એની રમત પર ખુશ થઈ ગયો અને એ પછી જર્ગે જુનિયર યુનિવર્સિટી ટીમના ફોરવર્ડ ખેલાડી તરીકે જોશભરી દોડ લગાવીને ગોલ નોંધાવવા લાગ્યો. એની રમતની સૌથી મોટી વિશેષતા એ છે કે એ પરિસ્થિતિને પોતાના પર હાવી થવા દેતો નથી, બલકે એ પ્રત્યેક કપરી પરિસ્થિતિને પૉઝિટિવ દૃષ્ટિએ જોઈને એમાંથી એનો ઉકેલ શોધતો હોય છે. આજે કોચ સાંચેઝ કહે છે કે એણે ગયા વર્ષે જેટલા ગોલ કર્યા હતા, એનાથી વધારે ગોલ આ વખતે કર્યા છે. આ ઉપરાંત નવરાશના સમયમાં એ બાઉલિંગ નામની રમત પણ ખેલતો હોય છે. અત્યારે કૉલેજનો અભ્યાસ કરતો જોર્ગે સંસ્કૃતિનો અભ્યાસ કરવા માટે જાપાન જવાનો અને બાર્સેલોનાની પોતાની મનપસંદ ટીમની રમત જોવા માટે સ્પેન જવાનો ઇરાદો સેવે છે. અને સમય જતાં એ બંને હાથપગ વિનાના વિજીસીસની માફક પ્રેરણાદાયી (મોટિવેશનલ) વક્તા બનવા માગે છે. પણ 110 • તન અપંગ, મન અડીખમ કદી હારી ખાવું નહીં ! • ill
SR No.034437
Book TitleTan Apang Man Adikham
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherGurjar Sahitya Prakashan
Publication Year2016
Total Pages82
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy